અમદાવાદ : ભાઈપુરાના હરિપુરા વોર્ડમાં એક સાથે 21થી વધુ શાકભાજીના ફેરિયાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ,

0
48

અમદાવાદ. 3મેની સાંજથી લઈ 4 મે સુધીમાં અમદાવાદમાં કોરોનાના 259 નવા કેસ અને 26 દર્દીના મોત થયા છે. તેમજ 80 દર્દીઓ સાજા થયા છે. આ સાથે કુલ દર્દીઓ 4076 અને મૃત્યુઆંક 234 થયો છે. તેમજ  620 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. આજે હાટકેશ્વર ભાઈપુરાના હરિપુરા વોર્ડમાં એક સાથે 21થી વધારે શાકભાજીના ફેરિયાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. જેને પગલે ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે હરિપુરા પહોંચ્યા હતા અને તેમના પરિવારજનોને ક્વોરન્ટીન કરીને બસો મારફતે લઈ જવા તજવીજ હાથ ધરી હતી. ત્યાર બાદ સેનેટાઈઝ કરીને બેરિકેડ મુકી આખા વિસ્તારનો બ્લોક કરવામાં આવ્યો હતો. તેની સાથે સાથે નાગરિકોને ઘર ન નીકળવાની સૂચનાઓ પણ આપી હતી.

માત્ર સુભાષબ્રિજ અને એલિસબ્રિજ જ ચાલુ

શહેરમાં એકતરફ લોકડાઉન છે. તેમજ પોલીસે ઓરેન્જ ઝોનમાંથી રેડ ઝોનમાં જવા પર પ્રતિબંધ મુક્યો છે. માત્ર સુભાષબ્રિજ અને એલિસબ્રિજ જ ચાલુ છે ત્યારે આજે સવારે સુભાષબ્રિજ પર ટ્રાફિકજામ સર્જાયો છે. મોટી સંખ્યામાં વાહનોનો કાફલો સુભાષબ્રિજ પાસે ખડકાયો હતો. ટુ વહીલર પર એક જ વ્યક્તિ અને ફોર વહીલરમાં બે વ્યક્તિ જ જઇ શકે છે જેથી પોલીસ લોકોને ચેક કરીને જ જવા દઈ રહ્યા છે. માત્ર આવશક્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા લોકો અને સરકારી કર્મચારી જ રેડઝોનમાં જઇ શકે છે. એકમાત્ર બ્રિજ ચાલુ હોવાથી મોટી સંખ્યામાં વાહનો જોવા મળ્યા હતા.

અમદાવાદમાં વોર્ડવાર કોરોના કેસ, સાજા થયેલા દર્દી અને મૃત્યુ  (04-05 સુધીના આંકડા)

વોર્ડ પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
ખાડિયા 398 41 12
અસારવા 112 07 02
દરિયાપુર 167 53 12
જમાલપુર 674 77 61
શાહપુર 150 22 02
શાહીબાગ 61 01 02
મધ્ય ઝોન કુલ 1528 201 91
નવાવાડજ 50 07 01
નારણપુરા 52 09 05
સ્ટેડિયમ 30 00 01
વાસણા 30 06 02
પાલડી 52 03 01
રાણીપ 24 01 00
સાબરમતી 25 02 00
ચાંદખેડા 38 04 02
નવરંગપુરા 57 16 02
પશ્ચિમ ઝોન કુલ        360 48 14
બોડકદેવ 32 11 03
થલતેજ 19 03 00
ગોતા 39 03 02
ચાંદલોડિયા 15 03 00
ઘાટલોડીયા 15 05 00
ઉ. પશ્ચિમ ઝોન કુલ 110 25 05
જોધપુર 46 06 01
વેજલપુર 41 02 00
સરખેજ 13 04 01
મકતમપુરા 23 08 01
દ. પશ્ચિમ ઝોન કુલ 123 20 03
કુબેરનગર 33 02 00
બાપુનગર 56 02 01
સરસપુર 153 02 04
ઠક્કરનગર 24 01 01
સૈજપુર 27 00 00
ઇન્ડિ. કોલોની 28 02 02
સરદારનગર 13 02 01
નરોડા 53 05 01
ઉત્તર ઝોન કુલ 385 16 10
ભાઈપુરા 19 01 00
અમરાઈવાડી 41 05 00
ગોમતીપુર 108 02 08
વિરાટનગર 25 01 01
ઓઢવ 25 07 01
નિકોલ 24 04 01
વસ્ત્રાલ 33 02 01
રામોલ 19 02 01
પૂર્વ ઝોન કુલ  385 24 13
ઇન્દ્રપુરી 24 02 00
દાણીલીમડા 282 33 07
ખોખરા 15 05 00
ઇસનપુર 64 09 01
મણિનગર 134 16 05
બહેરામપુરા 359 46 10
વટવા 42 05 03
લાંભા 45 06 01
દક્ષિણ ઝોન કુલ        964 122 27
અમદાવાદ કુલ 4076 620 234

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here