અમદાવાદ : જેતલપુર APMC માર્કેટમાં શાકભાજીના 3 વેપારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ,

0
5

અમદાવાદ. શહેરમાં દિવસને દિવસે કોરોના કેસોમાં મોટા ઉછાળા આવી રહ્યાં છે. તેમજ અત્યાર સુધીમાં અમદાવાદમાં 1000થી વધુ કોરોનાના દર્દી નોંધાઈ ચૂક્યા છે. આ દરમિયાન આજે જેતલપુર APMCમાં શાકભાજી વેચતા 3 વેપારી અને અન્ય એક શાકભાજીના વેપારીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેતલપુર APMCમાં આવેલી દુકાનમાં અલગ અલગ શાકભાજીનું વેચાણ કરતા દુકાનના માલિક વાસણા વિસ્તારમાં ઇડન ગાર્ડન સોસાયટીના રહેવાસી છે.

800 ખાતાવહીમાંથી રોજના 200 ગ્રાહકો આવતા હતા

જીવરાજ પાર્કમાં બુટભવાની સોસાયટીમાં શાકભાજી વિક્રેતા પોઝિટિવ આવ્યા છે, જેઓ APMCમાં કોથીમીરના જથ્થાબંધ વેપારી છે. જ્યારે APMCમાં લીંબુ વેચવાની દુકાન ધરાવતા મહેતાજીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેઓ જમાલપુરમાં અલગ અલગ વેપારીઓ પાસેથી પૈસાની ઉઘરાણી અને માલ વેચવાનું કામ કરતા હતાં. 800 ખાતાવહીમાંથી 200 ગ્રાહકો રોજના આવતા હતા. ખમાસામાં રાજનગર માર્કેટમાં બટાકાનો વેપાર કરતા ગણેશજી વેપારીના દીકરાને પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ખમાસા માર્કેટ બંધ કર્યા બાદ અન્ય જગ્યાએ બટાકાનો મોટો વેપાર કરતા હતા. આ તમામ વેપારીઓ પાસેથી અનેક વેપારીઓ અને ગ્રાહકોએ શાકભાજી ખરીદ્યું હતું. જે તમામના કોન્ટેક ટ્રેસિંગની કામગીરી શરૂ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here