Thursday, April 18, 2024
Homeરાજકોટ : વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, વૃદ્ધાના પરિવારને સાડીનો શો રૂમ, પતિ-પુત્રી સહિત...
Array

રાજકોટ : વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, વૃદ્ધાના પરિવારને સાડીનો શો રૂમ, પતિ-પુત્રી સહિત બધાને હોસ્પિટલ લઇ જવાયા,

- Advertisement -

રાજકોટ : રાજકોટ જે વૃદ્ધાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તેના પરિવારને સાડીનો શો રૂમ છે. તેના પતિ, પુત્રી પત્ર શોરૂમમાં બેસતા હતા. આથી તમામને હોસ્પિટલ ખસેડાયા છે.  આ શો રૂમમાં રાજ્ય બહારના અને વિદેશ લોકો પણ ખરીદી માટે આવતા હતા.  બીજી તરફ હરિદ્વારમાં  કથા ચાલતી હોય તે સાંભળવા માટે કેશોદના 70 યાત્રિકો ગયા હતા. હરિદ્વારમાં ફસાયેલા લોકોને પરત પોરબંદરના સાસંદ રમેશ ધડુક દ્વારા લાવવામાં આવ્યા છે. આ માટે બે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.  હરિદ્વારથી દિલ્હી લાવવામાં આવ્યા હતા અને સાસંદના બંગલે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાંથી બધાને કેશોદ સહીસલામત ખસેડ્યા હતા.

રાજકોટમાં લોકડાઉનને પૂરેપૂરૂ સમર્થન

24 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસ દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેની ગંભીરતા આજે 25 માર્ચે રાજકોટમાં જોવા મળી રહી છે. લોકો સવારે દૂધ લઇને ઘરમાં જતા રહ્યા હતા. તેમજ વધુ ત્રણ કેસ પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ પણ ચિંતિત છે. આ પોઝિટીવ કેસના દર્દીઓ શહેર બહાર પણ ગયા નહોતા.  હજી કોરોન્ટાઇન કરાયેલા પોઝિટીવ દર્દીના પુત્રનો રિપોર્ટ આવવાનો બાકી છે. નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડે જણાવ્યું હતું કે, લોકો ખરીદી પણ અંતર રાખીને કરે. રાજકોટની વૃદ્ધાના પોઝિટીવ કેસથી શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો

પોરબંદરના સાંસદે બે બસની વ્યવસ્થા કરી હરિદ્વારમાં ફસાયેલા લોકોને ઘરે સહી સલામત પહોંચાડ્યા

રીક્ષામાં લોકડાઉનને લઇ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ 

શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 7 રીક્ષામાં લોકડાઉન હોય લોકોએ ઘરની બહાર ન નીકળવાની અપીલ  કરવામાં આવી રહી છે. લોકો એકઠા થવું નહીની અપીલ કરવામાં આવી રહી છે. લોકડાઉનના બીજા દિવસે શહેરમાં રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. તેમજ કોઇ નીકળ્યું હોય તો પોલીસ તેને એટકાવી રહી છે અને પૂછપરછ બાદ જ જવા દેવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular