રાજકોટ : જેતપુરમાં 20 વર્ષના યુવાનને કોરોના રિપોર્ટ પોઝિટિવ , જિલ્લામાં સંખ્યા 85 થઇ

0
7

રાજકોટ જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજકોટના જેતપુરમાં 20 વર્ષીય યુવાનને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવાનને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં 76 અને ગ્રામ્યમાં 9 મળી જિલ્લામાં અત્યાર સુધીમાં સંખ્યા 85 થઇ છે. રાજકોટમાં 92 સેમ્પલમાંછી 62 નેગેટિવ, એક પોઝિટિવ અને 29ના રિપોર્ટ આવવાના બાકી છે.

અમરેલી જિલ્લા કલેક્ટર આયુષ ઓકે સુચનો જાહેર કર્યા 

રાજ્ય સરકાર દ્વારા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં દાખલ થવા માટેની ઈ-પાસ સિસ્ટમ રદ કરી હોવાથી લોકો જિલ્લાઓ વચ્ચે પાસ વગર મુસાફરી કરી શકશે. પરંતુ તમામ લોકોએ નિયત ચેકપોસ્ટ ઉપરથી જ પસાર થવાનું રહેશે. અહીં તેમનું મેડિકલ સ્ક્રિનીંગ કે ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન મુજબ 65થી વધુ ઉંમરના વડીલો, 10 વર્ષથી નીચેના બાળકો, સગર્ભા બહેનો તેમજ ગંભીર બીમારી ધરાવતા લોકોને મેડિકલ ઈમરજન્સી સિવાય બહાર નીકળવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. બે જિલ્લા વચ્ચે અથવા તો જિલ્લાની અંદર 19 કલાકથી 7 કલાક સુધી મેડિકલ ઈમરજન્સી સિવાયની તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ છે. ટુ વ્હીલર પર વાહનચાલક સિવાય બીજો વ્યક્તિ અને ફોર વ્હીલરમાં ડ્રાઈવર સહિત 3 વ્યક્તિઓથી વધુ મુસાફરી કરી શકશે નહીં. જાહેર જનતાને આ તમામ સુચનોનું પાલન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.

રાજકોટમાં પાણીના લાઇન તૂટતા ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો

રાજકોટના રેલનગર વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. સવાર સવારમાં પાણીની લાઇનમાં ભંગાણ થતાં લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. 3 કિલોમીટર સુધી પાણીની રેલમછેલ થતાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.