સુરત : જન્મ દિવસે CM રૂપાણીની કોરોનાની સમીક્ષા, નિર્માણાધીન કોવિડ હોસ્પિટલમાં નિરીક્ષણ કર્યું

0
0

સુરત. સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી કિડની હોસ્પિટલમાં હાલ કોવિડના દર્દીઓ માટે ઉભી કરાઈ રહેલી બેડ વ્યવસ્થાનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે નિરીક્ષણ કર્યું હતું. કિડની હોસ્પિટલને કોરોના હોસ્પિટલ બનાવવાની મુખ્યમંત્રીએ જ જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 64મો જન્મ દિવસ છે. મુખ્યમંત્રીની સાથે સુરતની મુલાકાતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન પણ જોડાયા છે.

27 દિવસ બાદ ફરી સુરતની મુલાકાતે
સુરત શહેરમાં કોરોના સતત વકરી રહ્યો છે. ત્યારે રાજયના મુખ્યમંત્રી 27 દિવસ બાદ ફરી સુરત નવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે આવેલી સ્ટેમ સેલ કોવિડ-19 હોસ્પિટલની અને નજીકની કિડની બિલ્ડીંગમાં નિર્માણાધીન કોવિડ-19 હોસ્પિટલની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સુરત શહેર અને જિલ્લાની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાશે. જેમાં અધિકારીઓ અને ડોક્ટરો સાથે કોરોના મહામારીને નાથવા કરવામાં આવેલી કામગીરી અને આગળના આયોજન બાબતે રીવ્યું કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here