દેશમાં કોરોણાની સ્થિતિ : CM કેજરીવાલે કહ્યું- દિલ્હીમાં 51 લાખ લોકોની યાદી તૈયાર, તેમને પ્રથમ તબક્કામાં વેક્સિન આપવામાં આવશે

0
8

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે ફ્રન્ટ લાઇન વર્કર્સ અને આરોગ્ય કર્મચારીઓ સહિત 51 લાખ લોકોની યાદી તૈયાર કરી લીધી છે, જેમને પહેલા તબક્કામાં કોરોના વેક્સિન આપવામાં આવશે. તેમણે ગુરુવારે કહ્યું કે સરકારે પણ વેક્સિનને રિસીવ કરવા, સ્ટોર કરવા અને પ્રયોરોટી કેટેગરીના લોકોને વેક્સિનેશન માટેની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

તેમણે કહ્યું કે દિલ્હીમાં પ્રથમ તબક્કામાં વેક્સિનેશન માટે એક કરોડ બે લાખ વેક્સિનની જરૂર રહેશે, કેમ કે વેક્સિનના બે ડોઝ આપવા પડશે. જો કે અમારી પાસે 74 લાખ ડોઝને સ્ટોર કરવાની વ્યવસ્થા છે, જેને અમે આગામી એક સપ્તાહમાં વધારીને 1.15 કરોડ કરવા જઇ રહ્યા છીએ.

20 રાજ્યોમાં મૃત્યુદર નેશનલ એવરેજ 1.4%થી ઓછો

દેશના 28 રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 20માં કોરોનાથી થયેલા મૃત્યુના દરમાં નેશનલ એવરેજ 1.4%થી પણ ઘટ્યો છે. 3.2%ની સાથે પંજાબ ટોપ પર છે. 2.6%ની સાથે મહારાષ્ટ્ર બીજા નંબર પર છે. લક્ષદ્રીપ માત્ર એવો કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જ્યાં એક પણ કેસ નોંધાયો નથી.

દેશમાં બુધવારે 24 હજાર 236 કોરોનાના કેસ નોંધાયા હતા, 29 હજાર 364 દર્દીઓ સાજા થયા, જ્યારે 302 લોકોનાં મૃત્યુ નીપજ્યાં. આ રીતે, એક્ટિવ કેસ, એટલે કે, સારવાર ચાલી રહેલ દર્દીઓની સંખ્યામાં 5450નો ઘટાડો થયો.

અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 1 લાખ 23 હજાર લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાંથી 96.92 લાખ દર્દીઓ સાજા થયા છે, 1.46 લાખ દર્દીઓ મૃત્યુ પામ્યા છે, જ્યારે 2.81 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

કોરોના અપડેટ્સ…

મહારાષ્ટ્ર બાદ રાજસ્થાન અને કર્ણાટકમાં પણ ન્યૂ યેર પાર્ટી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ દરમિયાન ત્રણેય રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે. મહારાષ્ટ્રમાં મંગળવાર રાતથી જ નાઇય કર્ફ્યૂ લાગુ છે. કર્ણાટકમાં ગુરુવારે રાત્રે 11 વાગ્યાથી 2 જાન્યુઆરીની રાત સુધી અને રાજસ્થાનમાં 31 ડિસેમ્બરની રાતથી 1 જાન્યુઆરીની સવારે 6 વાગ્યા સુધી બધુ બંધ રહેશે.

મહારાષ્ટ્રમાં કન્ટેઇનમેન્ટ ઝોન બહાર કોરોના પ્રોટોકોલની સાથે ટૂરિસ્ટ પેલેસ ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે. વોટર સ્પોર્ટ્સ, નૌકા વિહાર, પાર્ક અને ઇંડોર એન્ટરટેનમેંટ એક્ટિવિટીને પણ મંજૂરી મળી ગઈ છે.

હૈદરાબાદમાં ફિલ્મ અભિનેતા રજનીકાંતના ક્રૂ ટીમના સાત લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ તેના કારણે શૂટિંગ અટકાવવામાં આવ્યું છે.

કેરળમાં દરરોજ વધુ 5 થી 6 હજાર કેસ સામે આવી રહ્યા છે. બુધવારે અહીં 6169 નવા કેસ નોંધાયા હતા, 4808 લોકો સાજા થયા, 22 દર્દીઓ મોતને ભેટ્યા હતા. અહીં અત્યાર સુધુમાં 7.21 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાં 6.55 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2893 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યા છે.

5 રાજયોની પરિસ્થિતી

1. દિલ્હી

અહીં બુધવારે 871 લોકોને કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું હતુ. 1585 લોકો સાજા થયા અને 18 લોકોના મૃત્યુ થયા હતા. અત્યાર સુધીમાં 6.19 લાખ લોકો સંકરમાનની ઝપેટમાં આવ્યા છે. જેમાં 6.01 લાખ લોકો સાજા થયા છે. 10 હજાર 347 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે આઠ હજાર દર્દીઓની સારવાર ચાલી રહી છે.

2. મધ્યપ્રદેશ

બુધવારે રાજ્યમાં 1007 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. 1223 લોકો સ્વસ્થ થયા અને 12 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 2.34 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાંથી 2.20 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 3514 લોકો મૃત્યુ પામ્યા છે. જેમાં 10 હજાર 766 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

3. ગુજરાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 958 કોરોના પોઝિટિવ મળ્યા હતા. 1309 લોકો સાજા થયા અને છ લોકોના મૃત્યુ થયા હતા. અત્યાર સુધીમાં 2.38 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 2.23 લાખ લોકો સાજા થયા છે. 4254 મૃત્યુ પામ્યા છે, જ્યારે 10 હજાર 940 દર્દીઓ સારવાર હેઠળ છે.

4. રાજસ્થાન

રાજ્યમાં બુધવારે 992 લોકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. આઠ લોકો મૃત્યુ પામ્યા અને 937 લોકો સાજા થયા હતા. અત્યાર સુધીમાં 3.01 લાખ લોકો સંક્રમિત થયા છે. આમાં 2642 દર્દીઓનાં મોત નીપજ્યાં છે, 2.87 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 1736ની સારવાર ચાલી રહી છે.

5. મહારાષ્ટ્

રાજ્યમાં બુધવારે 3913 નવા કોરોનાના કેસ સામે આવ્યા હતા. 7620 લોકો સાજા થયા અને 93 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં અહીં કોરોનાના 19.06 લાખ કેસ નોંધાયા છે. તેમાંથી 18.01 લાખ દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. 48 હજાર 969 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 54 હજાર 573 લોકો સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here