કોરોના સ્પ્રેડર : WHOએ કહ્યું- ભારતમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાવાનાં મુખ્ય કારણો ચૂંટણી અને કુંભ

0
5

દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાવાનાં મુખ્ય કારણો ગયા મહિને યોજાનારી ચૂંટણીઓ અને કુંભ જ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના રિપોર્ટ દ્વારા પણ આ વાત સાબિત થઈ છે. કોરોનામુદ્દે WHO દ્વારા બુધવારે જારી કરવામાં આવેલા એક અપડેટમાં જણાવ્યું છે કે ભારતમાં કોરોનાનું સંક્રમણ વધવા પાછળનાં ઘણાં સંભવિત કારણો છે.

જોકે WHOએ કોઈપણ કાર્યક્રમનું નામ આપ્યું નથી, પરંતુ કહ્યું હતું કે ઘણા ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવી એ સંક્રમણ વધવાનું એક કારણ પણ છે. આ કાર્યક્રમોમાં બેદરકારી દાખવવામાં આવી છે. WHOએ એમ પણ કહ્યું હતું કે સંક્રમણ વધવામાં આ કારણોએ કેટલી ભૂમિકા ભજવી એ અંગેની પરિસ્થિતિ સ્પષ્ટ નથી.

WHO જણાવે છે કે ભારતમાં કોરોનાનો B.1.617 વેરિએન્ટનું પ્રથમ વખત ઓક્ટોબર 2020માં સામે આવ્યો હતો. અહીં કોરોનાના કેસો અને મૃત્યુનો ફરીથી વધારાથી B.1.617 અને B.1.1.7 જેવા કેટલાક અન્ય બીજા વેરિએન્ટ સંબંધિત ઘણા અન્ય પ્રશ્નો ઊભા થયા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સાપ્તાહિક અપડેટમાં જણાવાયું છે કે ભારતના કોરોના પોઝિટિવ નમૂનાઓમાંથી 0.1%ને ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન શેરિંગ ઓલ ઈન્ફલ્યુએન્ઝા ડેટા (GISAID) પર અનુક્રમિત કરવામાં આવ્યા હતા. જેથી કોરોના વેરિએન્ટ શોધી શકાય. એમાં સામે આવ્યું હતું કે B.1.1.7 અને B.1.612 જેવા અનેક વેરિએન્ટને કારણે ભારતમાં કોરોનાના કેસ વધ્યા છે.

કોરોનાના B.1.617 વેરિએન્ટની વૃદ્ધિ વધુ

WHO અનુસાર, એપ્રિલના અંત સુધીમાં ભારતમાં કોરોનાના 21% કેસોમાં B.1.617.1 વેરિએન્ટ અને 7% માં B.1.617.2 મળી આવ્યો હતો. એ વાત પણ સામે આવી હતી કે અન્ય વેરિએન્ટની સરખામણીએ આ બંને વેરિએન્ટનો વૃદ્ધિદર ખૂબ જ વધારે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, ભારત પછી બ્રિટનમાં સૌથી વધુ B.1.617ના કેસ આવ્યા છે.

ગયા અઠવાડિયે વિશ્વભરમાં જેટલા કેસ આવ્યા એમાંથી 50% કેસ ભારતના હતા

દુનિયાભરમાં કોરોનાની સ્થિતિ વિશે વિશ્વ આરોગ્ય સંગઠન કહે છે કે ગયા અઠવાડિયામાં નવા કેસો અને મૃત્યુમાં થોડો ઘટાડો થયો છે. આ દરમિયાન 55 લાખ નવા કેસ આવ્યા અને 90,000 લોકોએ જીવ ગુમાવ્યો. કુલ કેસોમાંથી 50% કેસ અને 30% મૃત્યુ ભારતમાં જ થયાં છે. ગયા અઠવાડિયે દક્ષિણ-પૂર્વ એશિયામાં કુલ કેસના 95% કેસ ભારતના હતા અને કુલ મૃત્યુમાંથી 93% ભારતમાં જ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here