દેશના પાંચ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ

0
0

5 રાજ્યની સ્થિતિ

1. દિલ્હી

અહીં મંગળવારે 677 લોકો કોરોના સંક્રમિત થયા હતા. 940 લોકો સાજા થયા અને 21 લોકોનાં મોત થયા. અત્યારસુધીમાં સંક્રમણના 6.24 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 6.08 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 10 હજાર 523 દર્દીનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 5 હજાર 838 દર્દીની સારવાર ચાલી રહી છે.

2. મધ્યપ્રદેશ

અહીં છેલ્લા 24 કલાકમાં 865 નવા સંક્રમિતોની ઓળખ થઈ છે. 1060 દર્દી સાજા થયા અને 13 લોકોનાં મોત થયાં. અહીં અત્યારસુધીમાં કોરોના સંક્રમણના 2.40 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 2.27 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે અને 3595 લોકોના મોત થઈ ચૂક્યાં છે. હવે 9387 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત

અહીં બુધવારે 799 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો. 834 દર્દી સાજા થયા અને સાત લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં સંક્રમણના 2.44 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 2.30 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 4302 લોકોનાં મોત થયાં છે, જ્યારે 9879ની સારવાર ચાલી રહી છે.

4. રાજસ્થાન

અહીં છેલ્લા 24 કલાકમાં 770 કોરોના સંક્રમિતોની ઓળખ થઈ. 1142 દર્દી સાજા થયા. 6 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 3.07 લાખ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 2.95 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 2689 લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 9 હજાર 835 દર્દીની સારવાર ચાલી રહી છે.

5. મહારાષ્ટ્ર

અહીં બુધવારે 3537 લોકો સંક્રમિત થયા. 4913 લોકો સાજા થયા અને 90 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 19.28 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 18.24 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે.49 હજાર 463 લોકોનાં મોત થયાં, જ્યારે 53 હજાર 66 દર્દીની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here