દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુરુવારે એક્ટિવ કેસમાં 1474નો ઘટાડો થયો હતો. દેશમાં હવે કોરોનાના 2 લાખ 80 હજાર 373 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આમાંના 78% કેસ ફક્ત 10 રાજ્યોમાં છે. તેમાં કેરળ (60,157), મહારાષ્ટ્ર (54,891), ઉત્તરપ્રદેશ (16,299), પશ્ચિમ બંગાળ (15,193), છત્તીસગઢ (15,153), કર્ણાટક (13,610), રાજસ્થાન (11,671), ગુજરાત (10,741), મધ્યપ્રદેશ (10,676) અને તમિલનાડુ (9,217) સામેલ છે.
દેશમાં હવે માત્ર ફક્ત 2.8% એક્ટિવ કેસ છે. કેરળ અને હિમાચલમાં સૌથી વધુ 7.7% દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. કેરળમાં અત્યારસુધીમાં 7 લાખ 26 હજાર 688 કેસ નોંધાયા છે, જેમાં 63 હજાર 157 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં 53 હજાર 766 કોરોના કેસ નોંધાયા હતા, જેમાંથી 48 હજાર 151 લોકો સાજા થયા હતા અને 887 લોકોએ જીવ ગુમાવ્યો. રાજ્યમાં હાલમાં 4 હજાર 681 એક્ટિવ કેસ છે.
છેલ્લા 24 કલાકમાં 23 હજારથી વધુ કેસ સામે આવ્યા
ગુરુવારે દેશમાં કોરોનાના 23 હજાર 444 કેસ સામે આવ્યા હતા, 24 હજાર 555 દર્દી સાજા થયા, જ્યારે 337 લોકોનાં મોત નીપજ્યાં. અત્યારસુધીમાં કુલ 1 કરોડ 1 લાખ 47 હજાર 468 લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાંથી 97.17 લાખ દર્દી સાજા થયા છે, 1.47 લાખ દર્દી મૃત્યુ પામ્યા છે, જ્યારે 2.80 લાખ દર્દી સારવાર લઈ રહ્યા છે.
કોરોનાં અપડેટ્સ…
કેન્દ્ર સરકારે વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરવાની તૈયારીઓ તેજ કરી છે. વેક્સિનેશન ડ્રાઈવની ટ્રાયલ માટે પંજાબને પસંદ કરવામાં આવ્યું છે. અહીંના બે જિલ્લા લુધિયાણા અને શહીદ ભગતસિંહ નગરનાં 5-5 સ્થળોએ 28 અને 29 ડિસેમ્બરે વેક્સિનેશન ડ્રાઈવની ટ્રાયલ થશે. રાજ્યના માહિતી વિભાગે આ બાબતની માહિતી આપી.
પંજાબમાં શહીદી સભા મનાવવા માટે 25થી 27 ડિસેમ્બર સુધી નાઈટ કર્ફ્યૂ હટાવવામાં આવ્યો છે. આ પહેલાં રાજ્ય સરકારે 5 જાન્યુઆરી સુધી રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કર્યો હતો.
બ્રિટનમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેનને લઈને ભારત સરકારે ત્યાં જનારી વંદે ભારતની ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ઉડ્ડયન વિભાગ દ્વારા આ માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
ઉત્તરાખંડ સરકારે 10 અને 12 સુધીના વિદ્યાર્થીઓનું શિયાળુ વેકેશન રદ કર્યું છે. ગુરુવારે આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અમે ફ્રન્ટલાઇન વર્કર્સ અને આરોગ્યકર્મચારીઓ સહિત 51 લાખ લોકોની યાદી તૈયાર કરી લીધી છે, જેમને પ્રથમ તબક્કામાં કોરોના વેક્સિન આપવામાં આવશે.
1. દિલ્હી
રાજધાની દિલ્હીમાં ગુરુવારે 1063 નવા કેસ સામે આવ્યા હતા. 1120 લોકો સાજા થયા અને 37 લોકો મોતને ભેટ્યા હતા. અત્યારસુધીમાં 6 લાખ 20 હજાર 681 લોકો સંક્રમણની ઝપેટમાં આવ્યા છે, જેમાં 6 લાખ 2 હજાર 388 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10 હજાર 384 દર્દી મૃત્યુ પામ્યા છે. 7909 દર્દી સારવાર હેઠળ છે.
2. મધ્યપ્રદેશ
ગુરુવારે રાજ્યમાં 1038 નવા કોરોનાના કેસ મળી આવ્યા. 1118 લોકો સ્વસ્થ થયા અને 10 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 2 લાખ 35 હજાર 369 લોકોને સંક્રમણ લાગ્યું છે. એમાંથી 2 લાખ 21 હજાર 169 લોકો સાજા થયા છે, જ્યારે 3524 દર્દી મૃત્યુ પામ્યા છે. હાલમાં 10 હજાર 676 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.
3. ગુજરાત
ગુરુવારે રાજ્યમાં 990 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 1181 લોકો સાજા થયા અને 8 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 2 લાખ 39 હજાર 195 લોકોને સંક્રમણ લાગ્યું છે. એ પૈકી 10 હજાર 741 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. 2 લાખ 24 હજાર 192 લોકો સાજા થયા છે. સંક્રમણથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે વધીને 4262 થઈ ગઈ છે.
4. રાજસ્થાન
રાજયમાં ગુરુવારે 1001 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. 970 લોકો સાજા થયા અને 8 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 3 લાખ 2 હજાર 709 લોકો સંક્રમણની ઝેપેટમાં આવ્યા છે, જેમાં 11 હજાર 671 દર્દી સારવાર હેઠળ છે, જ્યારે 2 લાખ 88 હજાર 388 લોકો સાજા થયા છે. જ્યારે 2650 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
5. મહારાષ્ટ્ર
રાજયમાં ગુરુવારે 3580 નવા કેસ સામે આવ્યા હતા. 3171 લોકો સાજા થયા અને 89 લોકો મોતને ભેટ્યા હતા. અત્યારસુધીમાં 19 લાખ 9 હજાર 951 લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 18 લાખ 4 હજાર 871 લોકો સાજા થયા છે, જ્યારે 54 હજાર 891 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.