ગુજરાતમાં કોરોનાની સ્થિતિ : ૨૪ કલાકમાં ૪૬૦ નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 2 હજારને પાર

0
8

ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા વધારાનો ક્રમ યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૬૦ નવા કેસ નોંધાયા છે. ૧૭ દિવસ બાદ એક્ટિવ કેસનો આંક પણ હવે ૨ હજારને પાર થઇ ગયો છે. હાલમાં ૨,૧૩૬ એક્ટિવ કેસ છે જ્યારે ૩૮ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ-વડોદરા એમ બંને જિલ્લામાં કોરોનાના ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે. દૈનિક કેસનો આંક ૧૦૦ને પાર થયો હોય તેવું અમદાવાદમાં ૨૧ જાન્યુઆરી જ્યારે વડોદરામાં ૧૫ જાન્યુઆરી બાદ પ્રથમવાર બન્યું છે. રાહતની એકમાત્ર વાત એ છે કે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન વડોદરા શહેરમાંથી ૯૯-ગ્રામ્યમાંથી ૧૦ સાથે ૧૦૯ નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ અમદાવાદ શહેરમાં ૯૯-ગ્રામ્યમાં ૨ સાથે ૧૦૧, સુરત શહેરમાં ૬૮-ગ્રામ્યમાં ૬ સાથે ૭૪ જ્યારે રાજકોટ શહેરમાં ૫૫-ગ્રામ્યમાં ૧૨ સાથે ૬૭ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ એક્ટિવ કેસનો આંક અમદાવાદમાં ૫૯૩, સુરતમાં ૪૧૨ અને વડોદરામાં ૨૮૬ થઇ ગયો છે. બરાબર એક સપ્તાહ અગાઉ ૧૯ ફેબુ્રઆરીના અમદાવાદમાં ૫૪૦ એક્ટિવ કેસ હતા. આમ, એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં ૧૦%નો વધારો નોંધાયો છે. રાજ્યમાંથી અન્યત્ર ભાવનગરમાં ૧૩, ગાંધીનગરમાં ૧૦, કચ્છમાં ૯, જુનાગઢમાં ૮, જામનગર-ખેડા-પંચમહાલ-છોટા ઉદેપુરમાં ૬, સાબરકાંઠા-મહેસાણામાં ૫, મોરબીમાં ૪, ગીર સોમનાથ-દેવભૂમિ દ્વારકામાં ૩, બોટાદ-વલસાડ-આણંદ-સુરેન્દ્રનગર-અમરેલી-ભરૃચમાં ૨ જ્યારે બનાસકાંઠા-દાહોદ-નર્મદામાં ૧-૧ નવા કેસ નોંધાયા હતા. ડાંગ અને પાટણ એમ બંને જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક ૪૪૦૮ જ્યારે મૃત્યુદર ૧.૬૦% છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૭૩, વડોદરામાંથી ૬૧, સુરતમાંથી ૬૦, રાજકોટમાંથી ૪૪ એમ રાજ્યભરમાંથી કુલ ૩૧૫ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૬૨,૪૮૭ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૬૭.૫૭% છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૦,૧૨૭ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૧૬ કરોડ છે. હાલમાં ૧૭,૮૧૯ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

ગુજરાતમાં એક્ટિવ કેસની સ્થિતિ

જિલ્લો              ૧૭ ફેબુ્    ૨૬ ફેબુ્

અમદાવાદ           ૫૪૦       ૫૯૩

વડોદરા               ૧૪૭       ૨૮૬

સુરત                  ૩૦૪       ૪૧૨

રાજકોટ               ૧૫૮       ૧૮૭

કચ્છ                   ૪૪         ૬૧

ગાંધીનગર             ૩૮         ૪૮

જામનગર              ૬૦         ૪૭

મહીસાગર             ૩૩         ૪૧

ગીર સોમનાથ         ૫૦         ૪૦

જુનાગઢ                ૨૪         ૩૯

ગુજરાતમાં            ૧,૭૦૩     ૨,૧૩૬

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here