દેશમાં કોરોનાની સ્થિતિ : શુક્રવારે 1.65 લાખ નવા સંક્રમિતો મળ્યા, 3400થી વધુ મોત

0
1

દેશમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ શાંત થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશની અંદર 1 લાખ 65 હજાર 186 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમાંથી 2 લાખ 73 હજાર 806 દર્દી સાજા થયા, ત્યારે 3,460 લોકોનાં મોત નીપજ્યાં છે. નવા સંક્રમિતોની વાત કરીએ તો આ આંક 46 દિવસમાં સૌથી ઓછો છે. આની પહેલાં 13 એપ્રિલના રોજ 1 લાખ 85 હજાર 306 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.

મૃત્યુઆંક યથાવત…

જોકે કોરોનાને કારણે મૃત્યુઆંકમાં ઘટાડો જોવા મળતો નથી. છેલ્લા 24 કલાકમાં 3460 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મે મહિનામાં દરરોજ સરેરાશ 3500થી 4 હજાર મૃત્યુઓ રેકોર્ડ કરાઇ રહ્યા છે. રાહતના સમાચાર એ છે કે આ મહામારીમાં સાજા થનારા આંકમાં પણ વધારો આવ્યો છે. શુક્રવારના રોજ 2 લાખ 73 હજાર દર્દીએ કોરોનાને પરાસ્ત કર્યો છે.

એક્ટિવ કેસોમાં ઘટાડો નોંધાયો…

આની સાથે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. શુક્રવારે દેશમાં 1 લાખ 12 હજાર 167 એક્ટિવ કેસ ઓછા થયા છે. ગત 19 દિવસમાં 15 લાખથી વધુ એક્ટિવ કેસ ઓછા થયા છે. 9 મેના રોજ સૌથી વધુ 37.41 લાખ એક્ટિવ કેસ હતા. અત્યારે એ ઘટીને 22.15 લાખ થઇ ગયો છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

ગત 24 કલાકમાં કુલ નવા કેસઃ

1.65 લાખ

ગત 24 કલાકમાં કુલ સાજા થયાઃ

2.73 લાખ

ગત 24 કલાકમાં કુલ મોતઃ

3,460

અત્યારસુધી કુલ સંક્રમિતઃ

2.77 કરોડ

અત્યારસુધી સાજા થયાઃ

2.51 કરોડ

અત્યારસુધી કુલ મોતઃ

3.22 લાખ

સારવાર હેઠળ દર્દીઓની કુલ સંખ્યાઃ

22.14 લાખ

19 રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો

દેશનાં 13 રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યાં પ્રતિબંધોની સાથે અંશતઃ રાહત પણ આપવામાં આવે છે, જેમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી સામેલ છે. અહીં છેલ્લા લોકડાઉન જેવા જ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

13 રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન

દેશનાં 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યાં પ્રતિબંધોની સાથે અંશતઃ રાહત પણ આપવામાં આવે છે, જેમાં પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.

અપડેટ્સ…

દિલ્હીની એપોલો હોસ્પિટલમાં જૂનના બીજા સપ્તાહથી રશિયાની સ્પુતનિક V વેક્સિનના ડોઝ આપવાનું શરૂ થશે.

ઉત્તરપ્રદેશના મેરઠમાં બ્લેક ફંગસના 147 કેસ સામે આવ્યા, જેમાંથી 11 નવા કેસ છે. 88 દર્દી સારવાર હેઠળ.

દિલ્હીમાં બ્લેક ફંગસના 153 નવા કેસ સામે આવ્યા. ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલે મહામારી એક્ટ અંતર્ગત એક રેગ્યુલેશન બહાર પાડ્યું છે, જેમાં બ્લેક ફંગસના કેસો અંગે જાણ કરવાનો ઉલ્લેખ કરાયો છે. આની પહેલાં મુખ્યમંત્રી કેજરીવાલે પણ જણાવ્યું હતું કે અત્યારસુધી બ્લેક ફંગસના 620 કેસ સામે આવ્યા છે.

પ્રમુખ રાજ્યોની સ્થિતિ…

1. ગુજરાત

શુક્રવારના રોજ અહીં 2,521 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, જેમાંથી 7,965 દર્દીએ કોરોનાને પરાસ્ત કર્યો છે, જ્યારે 27 લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યારસુધી રાજ્યમાં 8.03 લાખ લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 7.50 લાખ દર્દી સાજા થયા, તો 9,761 દર્દીનાં મોત નીપજ્યાં છે. 43,611 લાખ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

2. મહારાષ્ટ્ર

શુક્રવારના રોજ અહીં 20,740 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, જેમાંથી 31,671 દર્દીએ કોરોનાને પરાસ્ત કર્યો છે, જ્યારે 973 લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યારસુધી રાજ્યમાં 56.92 લાખ લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 53.07 લાખ દર્દી સાજા થયા, તો 93,198 દર્દીનાં મોત નીપજ્યાં છે. 2.89 લાખ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

3. ઉત્તર પ્રદેશ

શુક્રવારના રોજ અહીં 2,276 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, જેમાંથી 8,145 દર્દીએ કોરોનાને પરાસ્ત કર્યો છે, જ્યારે 154 લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યારસુધી રાજ્યમાં 16.57 લાખ લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 16.13 લાખ દર્દી સાજા થયા, તો 20,053 દર્દીનાં મોત નીપજ્યાં છે. 52,244 દર્દી હાલ સારવાર હેઠળ છે.

4. દિલ્હી

શુક્રવાર 1,141 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 2,799 લોકો સ્વસ્થ થયા અને 139 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 14.23 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. આમાં 13.85 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 23,951 દર્દી મૃત્યુ પામ્યા છે. હાલમાં 14,581 દર્દી સારવાર લઈ રહ્યા છે.

5. રાજસ્થાન

શુક્રવારે રાજ્યના 2,648 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 11,177 લોકો સાજા થયા અને 78 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 9.33 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 8.63 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 8,181 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 62,499 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

6. મધ્યપ્રદેશ

શુક્રવાર રાજ્યમાં 1,854 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 5,796 લોકો સાજા થયા અને 63 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 7.75 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 7.33 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 7,891 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 34,322 દર્દી સારવાર લઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here