દેશમાં કોરોનાની સ્થિતિ : છેલ્લા 24 કલાકમાં 1.79 લાખ નવા કેસ નોંધાયા, 2.64 લાખ સાજા થયા

0
7

દેશમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 79 હજાર 535 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 2 લાખ 64 હજાર 182 દર્દી સાજા થયા હતા, જ્યારે 3,556 લોકોનાં મૃત્યુ થયાં છે. નવા દર્દીઓની સંખ્યા છેલ્લા 54 દિવસમાં સૌથી ઓછી હતી. આ પહેલાં 13 એપ્રિલના રોજ 1 લાખ 85 હજાર 306 નવા દર્દી મળ્યા હતા.

28 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નવા દર્દીઓ કરતાં સાજા થયેલા દર્દીની સંખ્યા વધારે છે. માત્ર તામિલનાડુ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લદાખ અને મિઝોરમમાં સ્વસ્થ થયા છે તેમની સંખ્યા નવા દર્દીઓ કરતાં ઓછી રહી છે. ગુરુવાર સુધીમાં દેશમાં 28,323 એક્ટિવ કેસ ઓછા થયા છે. હવે 23 લાખ 27 હજાર 541 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા…

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 

1.79 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ રિકવર થયા: 

2.64 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 

3,556

અત્યારસુધીમાં કુલ કેસ: 

2.75 કરોડ

અત્યારસુધી સાજા થયા: 

2.48 કરોડ

અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 

3.18 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 

23.27 લાખ

19 રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો…

દેશનાં 13 રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યાં પ્રતિબંધોની સાથે અંશતઃ રાહત પણ આપવામાં આવે છે, જેમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી સામેલ છે. અહીં છેલ્લા લોકડાઉન જેવા જ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

13 રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન…

દેશનાં 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યાં પ્રતિબંધોની સાથે અંશતઃ રાહત પણ આપવામાં આવે છે, જેમાં પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.

અપડેટ્સ…

રશિયાની સ્પુતનિક Vની વેક્સિન જૂનના બીજા અઠવાડિયાથી એપોલો હોસ્પિટલમાં આપવાનું શરૂ થશે.

ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં બ્લેક ફંગસ (મ્યુકોરમાઇકોસિસ)ના 147 કેસ નોંધાયા છે. આમાંથી 11 નવા છે. બ્લેક ફંગસના 88 દર્દીની સારવાર ચાલુ છે.

દિલ્હીમાં બ્લેક ફંગસ (મ્યુકોરમાઇકોસિસ)ના 153 નવા કેસ નોંધાયા છે. ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલે મહામારી અધિનિયમ હેઠળ એક નિયમન જારી કર્યું છે, જેના હેઠળ બ્લેક ફંગસના કેસની જાણ કરવી જરૂરી છે.

મુખ્ય રાજ્યોની સ્થિતિ…

1. મહારાષ્ટ્ર

ગુરુવારે 21,273 લોકો પોઝિટિવ આવ્યા હતા. 34,370 લોકો સાજા થયા અને 884 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 56.72 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાંથી 52.76 લાખ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 92,225 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 3.01 લાખ દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

2. ઉત્તરપ્રદેશ

ગુરુવારે 3,176 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 6,995 લોકો સાજા થયા અને 187 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 16.83 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 16.05 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 19,899 દર્દી મૃત્યુ પામ્યા હતા. અહીં 58,267 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

3. દિલ્હી

દિલ્હીમાં ગુરુવારે 1,072 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 3,725 લોકો સ્વસ્થ થયા અને 117 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં, 14.22 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 13.82 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 23,812 દર્દી મૃત્યુ પામ્યા છે. 19,148 અહીં સારવાર હેઠળ છે.

4. છત્તીસગઢ

ગુરુવારે, 2,824 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 6,815 લોકો સ્વસ્થ થયા અને 69 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 9.62 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. આમાં 9 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 12,848 દર્દી મૃત્યુ પામ્યા છે. હાલમાં 49,420 દર્દી સારવાર લઈ રહ્યા છે.

5. ગુજરાત

ગુરુવારે રાજ્યના 2,869 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 9,302 લોકો સાજા થયા અને 33 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 8 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 7.42 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 9,734 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 49,082 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

6. મધ્યપ્રદેશ

ગુરુવારે રાજ્યમાં 1,977 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 6,845 લોકો સાજા થયા અને 70 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 7.73 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 7.27 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 7,827 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 38,327 દર્દી સારવાર લઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here