દેશમાં કોરોનાની સ્થિતિ : છેલ્લા 24 કલાકમાં 2.11 લાખ નવા કેસ, 3,841 લોકોનાં મોત

0
5

છેલ્લા 24 કલાકમાં દેશમાં 2 લાખ 11 હજાર 275 નવા કેસ નોંધાયા હતા. એના કરતાં વધુ, એટલે કે 2 લાખ 82 હજાર 924 દર્દી સાજા થયા હતા. 3,841 મૃત્યુ પામ્યા હતા. ચિંતાનો વિષય છે કે બે દિવસથી નવા કેસોમાં થોડો વધારો નોંધાઈ રહ્યો છે. આ પહેલાં 24 મેના રોજ 1.95 લાખ અને 25 મેના રોજ 2.08 લાખના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. બુધવારે 75,601 એક્ટિવ કેસ નોંધાયા હતા. હવે દેશમાં 24 લાખ 15 હજાર 7612 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

આ રાજ્યોમાં રિકવરી વધુ
રાજ્ય મુજબ રિકવરી વિશે વાત કરીએ તો છેલ્લા દિવસોમાં દેશનાં 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા કેસ કરતાં વધુ લોકોએ કોરોનાથી સાજા થયા છે. આમાં કર્ણાટક, કેરળ, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ જેવાં રાજ્યોનો સમાવેશ થાય છે.

આ સિવાય હરિયાણા, બિહાર, તેલંગણા, પંજાબ, આસામ, ઝારખંડ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પુડુચેરી, ચંદીગઢ, ત્રિપુરા, દાદરા-નગર હવેલી અને દમણ-દીવ, લક્ષદ્વીપ અને આંદામાન-નિકોબારમાં નવા કેસ કરતાં વધુ દર્દીઓ સાજા થયા છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

  • છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 2.11 લાખ
  • છેલ્લા 24 કલાકમાં કુલ રિકવરી: 2.82 લાખ
  • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 3,841
  • અત્યારસુધીમાં કુલ કેસ: 2.73 કરોડ
  • અત્યારસુધી સાજા થયા: 2.46 કરોડ
  • અત્યારસુધીમાં કુલ મોત: 3.11 લાખ
  • હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 24.15 લાખ

19 રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
દેશનાં 13 રાજ્યોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યાં પ્રતિબંધોની સાથે અંશતઃ રાહત પણ આપવામાં આવે છે, જેમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી સામેલ છે. અહીંયા છેલ્લા લોકડાઉન જેવાજ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

13 રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશનાં 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યાં પ્રતિબંધોની સાથે અંશતઃ રાહત પણ આપવામાં આવે છે, જેમાં પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.

આ ફોટો કોલકાતાનો છે. અહીંની એક સરકારી હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત દર્દીને દાખલ કરવા માટે લઈ જતા હેલ્થકેર કાર્યકરો.
આ ફોટો કોલકાતાનો છે. અહીંની એક સરકારી હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત દર્દીને દાખલ કરવા માટે લઈ જતા હેલ્થકેર કાર્યકરો.

કોરોનાં અપડેટ્સ

  • સૂત્રો અનુસાર, વેક્સિન ઉત્પાદક કંપની ફાઈઝરે ભારત સરકારને જણાવ્યું હતું કે તેની કોરોના વેક્સિન 12 અને તેથી વધુ વયના બધા લોકો પર અસરકારક છે. તેને એક મહિના કરતાં વધુ સમય માટે 2-8 ડીગ્રી તાપમાન પર પણ રાખી શકાય છે. ભારતમાં રસી લાવતાં પહેલાં બંને વચ્ચે લાઈબિલિટીઝ પ્રોટેકશન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
  • રાજસ્થાનના કોરોનાથી થતાં મૃત્યુ અંગે ચાલી રહેલી રાજકીય વાટાઘાટો વચ્ચે હવે ગેહલોત સરકારે મહામારી દરમિયાન થયેલાં તમામ મોતનું ઓડિટ કરવાનો નિર્ણય લીધો છે. આમાં કોરોના અને અન્ય કારણોને લીધે થયેલાં મોતની પણ તપાસ કરવામાં આવશે અને આ અંગે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ આદેશ આપ્યો છે.
  • IIT ખડગપુરે જોઇન્ટ એન્ટ્રન્સ પરીક્ષા (JEE) એડવાન્સ 2021 મુલતવી રાખી છે. દેશભરમાં કોરોનાની કથળેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષાઓ 3 જૂને યોજાવાની હતી. IIT ખડગપુર દ્વારા જારી કરવામાં આવેલી માહિતી અનુસાર પરીક્ષાની નવી તારીખ યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.

મુખ્ય રાજ્યોની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
બુધવારે 24,752 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 23,065 લોકો સાજા થયા અને 992 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 56.50 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. 52.41 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 91,341 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં 3.15 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

2. ઉત્તરપ્રદેશ
બુધવારે 3,176 લોકો પોઝિટિવ આવ્યા હતા. 10,540 લોકો સાજા થયા અને 193 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 16.80 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 15.98 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 19,712 દર્દી મૃત્યુ પામ્યા હતા. અહીં 62,271 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

3. દિલ્હી
દિલ્હીમાં બુધવારે 1,491 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 3,952 લોકો સાજા થયા અને 130 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં, 14.21 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 13.78 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 23,695 દર્દી મૃત્યુ પામ્યા છે. 19,148 અહીં સારવાર હેઠળ છે.

4. છત્તીસગઢ
બુધવારે, 2,829 લોકોને કોરોના પોઝિટિવ આવ્યા હતા. 5,767 લોકો સ્વસ્થ થયા અને 56 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 9.59 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 8.93 લાખ સાજા થઈ ગયા છે, જ્યારે 12,779 દર્દી મૃત્યુ પામ્યા છે. હાલમાં, 53,480 દર્દી સારવાર લઈ રહ્યા છે.

5. ગુજરાત
બુધવારે રાજ્યમાં 3,085 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 10,007 લોકો સાજા થયા અને 36 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 7.97 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 7.32 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 9,701 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 55,548 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

6. મધ્યપ્રદેશ
બુધવારે રાજ્યના 2,182 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 7,479 લોકો સ્વસ્થ થયા અને 72 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 7.71 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 7.20 લાખ સાજા થઈ ગયા છે, જ્યારે 7,758 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 43,265 દર્દી સારવાર લઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here