Tuesday, January 18, 2022
Homeદેશમાં કોરોનાની સ્થિતિ : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2.40 લાખ કેસ...
Array

દેશમાં કોરોનાની સ્થિતિ : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2.40 લાખ કેસ નોંધાયા, 3736 દર્દીઓનાં મોત

દેશમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી થવાની શરૂઆત થઈ છે. શનિવારે દેશના 2 લાખ 40 હજાર 766 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. દેશમાં 35 દિવસ બાદ નવા કેસ 2.5 લાખથી ઓછા નોંધાયા છે. આ પહેલા 16 એપ્રિલના રોજ 2 લાખ 34 હજાર 2 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું.

જો કે, મહામારીને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ચિંતાનું કારણ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 3,736 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે રાહતની વાત છે કે આ દરમિયાન 3 લાખ 54 હજાર 825 લોકો પણ સ્વસ્થ પણ થયા છે.

આ રીતે એક્ટિવ કેસની સંખ્યા એટલે કે દેશમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં એક લાખ 17 હજાર 877નો ઘટાડો જોવા મળ્યો. હાલમાં દેશમાં 28 લાખ 403 કોરોનાના દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા…

છેલ્લાં 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા:

2.40 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 

3.54 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ:

3,736

અત્યાર સુધીમાં કુલ કેસ: 

2.65 કરોડ

અત્યાર સુધી સાજા થયા: 

2.34 કરોડ

અત્યાર સુધીમાં કુલ મૃત્યુ:

2.99 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 

28 લાખ

19 રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો

દેશનાં 19 રાજ્યમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. તેમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી સામેલ છે. અહીં અગાઉના લોકડાઉન જેવા જ કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

13 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન

દેશનાં 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે, એટલે કે અહીં પ્રતિબંધો તો છે જ, જો કે છૂટ પણ છે. એમાં પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.

ફોટો દિલ્હીના કોમનવેલ્થ ગેમ્સ વિલેજમાં બનાવવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે.
ફોટો દિલ્હીના કોમનવેલ્થ ગેમ્સ વિલેજમાં બનાવવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે.

અપડેટ્સ…

ભારતમાં મે મહીનાના અંત સુધી રશિયાની કોવિડ-19 વેક્સિન સ્પૂતનિક-વી ની 30 લાખ ડોઝ પહોંચવાની આશા છે. જ્યારે, જૂન સુધીમાં 50 લાખ ડોઝ સપ્લાય કરવામાં આવશે. રશિયામાં ભારતીય રાજદૂત ડી બાલા વેંકટેશ વર્માએ કહ્યું કે સ્પૂતનિક-Vનું ઓગસ્ટથી ભારતમાં ઉત્પાદન શરૂ થાય તેવી સંભાવના છે. તેમણે કહ્યું કે રશિયાએ સિંગલ ડોઝ સ્પૂતનિક લાઈટ માટે પણ પ્રસ્તાવ મૂક્યો છે, તેને હાલમાં ભારતમાં મંજૂરી મળવાની બાકી છે. સ્પૂતનિક-V વેક્સિનની આયાત છે. હૈદરાબાદની કંપની ડો. રેડ્ડીઝ લેબોરેટરી દ્વારા કરવામાં આવી રહી છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) મુજબ, કોરોનાની બીજી લહેરમાં સંક્રમણની ઝપેટમાં આવવાથી 420 ડોકટરો મૃત્યુ પામ્યા છે. તેમાં દિલ્હીના 100 ડોકટરો સામેલ છે. આ ઉપરાંત બિહારમાં 96, ઉત્તરપ્રદેશમાં 41 ડોકટરોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. આંધ્રપ્રદેશમાં 26, આસામમાં 3, ગુજરાતમાં 31, ગોવામાં 2, હરિયાણામાં 2, મહારાષ્ટ્રમાં 15 અને મધ્યપ્રદેશમાં 13 ડોકટરોએ જીવ ગુમાવ્યા છે. સૌથી ઓછો આંક પંજાબ અને પુડુચેરીમાં છે, અહીં એક-એક ડોકટર મૃત્યુ પામ્યા છે.

મુખ્ય રાજયોની પરિસ્થિતિ…

1. મહારાષ્ટ્ર

શનિવારે 26,133 લોકો પોઝિટિવ સામે આવ્યા હતા. 40,294 લોકો સાજા થયા અને 682 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 55.53 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. આમાંથી, 51.11 લાખ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 87,300 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 2.2૨ લાખ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

2. ઉત્તરપ્રદેશ

શનિવારે 5,964 લોકોને સંક્રમણ લાગ્યું હતુ. 17,540 લોકો સાજા થયા અને 218 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 16.65 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 15.51 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 18,978 દર્દીઓએ દજીવ ગુમાવ્યો હતો. અહીં 94,482 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

3. દિલ્હી

દિલ્હીમાં શનિવારે 2,260 લોકોની કોરોના પોઝિટિવ નોંધાયા હતા. 6,453 લોકો સાજા થયા અને 182 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 14.15 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાં 13.60 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 23,013 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 31,308 અહીં સારવાર હેઠળ છે.

4. છત્તીસગઢ

શનિવારે 4,328 લોકોને કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 9,631 લોકો સ્વસ્થ થયા અને 103 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.45 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. જેમાં 8.61 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 12,495 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

5. ગુજરાત

​​​​​​​શનિવારે રાજ્યમાં 4,205 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 8,445 લોકો સાજા થયા અને 54 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 7.84 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6.95 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 9,523 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 80,127 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

6. મધ્યપ્રદેશ

શનિવારે રાજ્યમાં 3,844 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 9,327 લોકો સ્વસ્થ થયા અને 89 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 7.60 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 6.91 લાખ સાજા થયા છે, જ્યારે 7,483 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 62,053 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular