દેશમાં કોરોનાની સ્થિતિ : ગત 24 કલાકમાં 2.59 લાખ દર્દીઓ સંક્રમિત મળી આવ્યા, 3.57 લાખ સાજા થયા

0
6

દેશમાં કોરોના સંક્રમણનો ગ્રાફ વધુ નીચે જઈ રહ્યો છે. ગત 24 કલાકમાં કોરોનાનાં 2.59 લાખ દર્દીઓ સામે આવ્યા હતા, જ્યારે 3.57 લાખ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કર્યો હતો. જોકે, મહામારીને કારણે મૃત્યુ પામેલા દર્દીઓનો આંક ફરીથી 4 હજારને પાર પહોંચી ગયો છે. ગુરૂવારે 4,208 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આવી જ રીતે એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 1.02 લાખનો ઘટાડો નોંધાયો છે.

ગુરૂવારે 34 દિવસોમાં સામે આવતા કેસોની તુલનામાં સૌથી ઓછા પોઝિટિલ કેસ સામે આવ્યા હતા. આની પહેલા 16 એપ્રિલનાં રોજ 2.34 લાખ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. સૌથી રાહતની વાત એ છે કે 8 દિવસમાં પોઝિટિવ આવતા દર્દીઓ કરતા સાજા થનારાઓની સંખ્યા વધારે છે. જેનાથી એક્ટિવ કેસ એટલે કે સારવાર હેઠળ જેટલા પણ દર્દીઓ છે, એની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં 9 મેનાં રોજ સૌથી વધુ 37.41 લાખ એક્ટિવ કેસ હતા. 11 દિવસમાં આ કેસ ઘટીને 30.22 લાખ થઈ ગયા હતા.

દેશમાં કોરોના મહામારીનાં આંકડાઓ…

ગત 24 કલાકમાં કુલ સંક્રમિતોઃ

2.56 લાખ

ગત 24 કલાકમાં કુલ સાજા થયાઃ

3.52 લાખ

ગત 24 કલાકમાં કુલ મોતઃ

4,416

અત્યારસુધી સંક્રમિત દર્દીઓની સંખ્યાઃ

2.60 કરોડ

અત્યારસુધી સાજા થયાઃ

2.27 કરોડ

અત્યારસુધી કુલ મોતઃ

2.91 કરોડ

અત્યારે સારવાર હેઠળઃ

30.24 લાખ

19 રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો

દેશનાં 19 રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન. જેમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, કર્નાટક, કેરળ, તમિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડ્ડિચેરી સામેલ છે. અહીંયા કડક પ્રતિબંધો લગાવ્યા છે.

13 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન

દેશનાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન જેવા પ્રતિબંધો લગાવાયા છે. અહીંયા પ્રતિબંધોની સાથે છૂટ પણ આપવામાં આવી છે. જેમાં પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આન્ધ્ર પ્રદેશ અને ગુજરાત સામેલ છે.

પ્રમુખ રાજ્યોમાં કોરોનાની પરિસ્થિતિ

1. ગુજરાત

અહીંયા ગુરૂવારે 4,773 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જ્યારે 8,308 દર્દીઓ સાજા થયા હતા તો અન્ય 64 દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. અત્યારસુધી રાજ્યમાં 7.76 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી કુલ 6.77 લાખ દર્દીઓ સાજા થયા છે, ત્યારે 9,404 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હજુ 89,018 દર્દીઓ સારવાર હેઠળ છે.

2.મહારાષ્ટ્ર

અહીંયા ગુરૂવારે 29,911 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જ્યારે 47, 371 દર્દીઓ સાજા થયા હતા તો અન્ય 984 દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. અત્યારસુધી રાજ્યમાં 54.97 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી કુલ 50.26 લાખ દર્દીઓ સાજા થયા છે, ત્યારે 85,355 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હજુ 3.83 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે.

3. ઉત્તર પ્રદેશ

અહીંયા ગુરૂવારે 6,681 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જ્યારે 13,590 દર્દીઓ સાજા થયા હતા તો અન્ય 236 દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. અત્યારસુધી રાજ્યમાં 16.51 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી કુલ 15.16 લાખ દર્દીઓ સાજા થયા છે, ત્યારે 18,588 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હજુ 1.16 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે.

4. દિલ્હી

અહીંયા ગુરૂવારે 3,231 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જ્યારે 7,831 દર્દીઓ સાજા થયા હતા તો અન્ય 233 દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. અત્યારસુધી રાજ્યમાં 14.09 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી કુલ 13.47 લાખ દર્દીઓ સાજા થયા છે, ત્યારે 22,579 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હજુ 40,214 દર્દીઓ સારવાર હેઠળ છે.

5. છત્તીસગઢ

અહીંયા ગુરૂવારે 5,212 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જ્યારે 9,501 દર્દીઓ સાજા થયા હતા તો અન્ય 113 દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. અત્યારસુધી રાજ્યમાં 9.36 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી કુલ 8.42 લાખ દર્દીઓ સાજા થયા છે, ત્યારે 12,295 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હજુ 81,466 દર્દીઓ સારવાર હેઠળ છે.

6. મધ્યપ્રદેશ

અહીંયા ગુરૂવારે 4,952 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જ્યારે 9,746 દર્દીઓ સાજા થયા હતા તો અન્ય 88 દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. અત્યારસુધી રાજ્યમાં 7.52 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી કુલ 6.72 લાખ દર્દીઓ સાજા થયા છે, ત્યારે 7,315 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હજુ 72,725 દર્દીઓ સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here