Thursday, September 23, 2021
Homeદેશમાં કોરોનાની સ્થિતિ : ભારતમાં એક જ દિવસમાં 3.15 લાખ કેસ નોંધાયા
Array

દેશમાં કોરોનાની સ્થિતિ : ભારતમાં એક જ દિવસમાં 3.15 લાખ કેસ નોંધાયા

ખુબ જ દુખદ અને ચિંતાજનક સમાચાર છે. નવા દર્દીઓના મામલે ભારતે અમેરિકાને પણ પાછળ ધકેલી દીધું છે. દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં રેકોર્ડ 3 લાખ 15 હજાર 552 કેસ નોંધાયા છે. અત્યાર સુધી કોઈ એક દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓની આ સંખ્યા સૌથી વધુ છે. આ અગાઉ 8 મી જાન્યુઆરીએ અમેરિકામાં 3 લાખ 7 હજાર લોકો પોઝિટિવ મળ્યા હતા.

એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ મૃત્યુ

મૃત્યુના મામલે પણ છેલ્લા બે દિવસથી ડરાવનારા આંકડા સામે આવી રહ્યા છે. બુધવારે રેકોર્ડ 2,101 લોકોનાં મોત થયાં. મૃત્યુનો આ આંકડો અત્યાર સુધીનો સૌથી વધુ છે. આ પહેલા મંગળવારે 2,021 મૃત્યુ નોંધાયા હતા. ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં એક દિવસમાં આટલા બધા મૃત્યુ થઈ રહ્યા છે. અન્ય તમામ દેશોમાં એક હજાર કરતા પણ ઓછા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

24 કલાકમાં રેકોર્ડ 1.33 લાખ એક્ટિવ કેસ વધ્યા

બુધવારે દેશમાં એક્ટિવ કેસ વધવામાં પણ રેકોર્ડ આંકડો સામે આવ્યો છે. એક દિવસમાં 1.33 લાખ એક્ટિવ કેસ વધ્યા હતા. આ પહેલા સૌથી વધુ 18 એપ્રિલના રોજ 1.29 લાખ અને મંગળવારે 1.25 લાખ એક્ટિવ કેસ વધ્યા હતા. હવે આખા દેશમાં 22.84 લાખ દર્દીઓ એવા છે જેઓ સારવાર લઇ રહ્યા છે. આને જ એક્ટિવ કેસ કહેવામાં આવે છે. જો કે, 1.79 લાખ લોકો પણ સ્વસ્થ થયા. આ પણ એક દિવસમાં સાજા થનાર લોકોનો સૌથી મોટો આંક છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા…

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા:

3.15 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ:

2,101

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 

1.79 લાખ

અત્યાર સુધીમાં કુલ સંક્રમિત થયા: 

1.59 કરોડ

અત્યાર સુધી સાજા થયા: 

1.34 કરોડ

અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 

1.84 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા:

22.84 લાખ

આ 12 રાજ્યોમાં સૌથી વધુ દર્દીઓમાં વધારો

મહારાષ્ટ્રમાં 67,468, ઉત્તર પ્રદેશમાં 33,106, દિલ્હીમાં 24,638, કર્ણાટકમાં 23,558, કેરળમાં 22,414, રાજસ્થાનમાં 14,622, છત્તીસગઢમાં 14,519, મધ્યપ્રદેશમાં 13,107, ગુજરાતમાં 12,553, બિહારમાં 12,222, તામિલનાડુમાં 11,681, પશ્ચિમ બંગાળમાં 10,784 લોકો કોરોનાપોઝિટિવ મળી આવ્યા હતા.

કોરોના અપડેટ્સ…

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંક કોરોના પોઝિટિવ થયા છે. બુધવારે તેણે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી હતી. 6 દિવસ પહેલા એટલે કે 14 એપ્રિલના રોજ પોખરિયાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિક્ષણ મંત્રાલય અને CBSEના અધિકારીઓ સાથે પ્રધાનમંત્રી કાર્યાલયમાં બેઠક કરી હતી.

કોંગ્રેસના સાંસદ શશી થરૂર કોરોના પોઝિટિવ થયા છે. તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તપાસ અને દોઢ દિવસની રાહ જોયા પછી મારો રિપોર્ટ આવ્યો છે. મારી બહેન અને 85 વર્ષના માતાને પણ સંક્રમણ લાગ્યું છે.

છત્તીસગઢના મુખ્યપ્રધાન ભુપેશ બધેલ અને કેરળના CM પી વિજ્યને બુધવારે વેક્સિનેશન અંગે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે 1 મે થી 18 વર્ષથી ઉપરના લોકોને પણ મફત વેક્સિન આપવામાં આવશે. રાજ્ય સરકાર આનો ખર્ચ ઉઠાવશે.

સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમસિંહ તમાંગે રાજ્યમાં 18 થી 45 વર્ષની વયના લોકોને નિ .શુલ્ક વેક્સિન આપવાની જાહેરાત પણ કરી છે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટે બુધવારે કોવિશીલ્ડ વેક્સિનના નવા દર નક્કી કર્યા છે. સીરમે જણાવ્યું હતું કે કોવિશીલ્ડ વેક્સિન ખાનગી હોસ્પિટલોને 600 રૂપિયામાં અપાશે. આ પહેલા, આ હોસ્પિટલોને વેક્સિન 250 રૂપિયામાં આપવામાં આવી રહી હતી. રાજ્યો માટે વેક્સિનના ભાવ 400 રૂપિયા રહેશે અને કેન્દ્રને પહેલાંની જેમ 150 રૂપિયામાં વેક્સિન મળવાનું ચાલુ રહેશે.

કેન્દ્ર સરકારે કહ્યું હતું કે રેમડેસિવિર ઇન્જેક્શનનું ઉત્પાદન બમણું કરવામાં આવી રહ્યું છે. હવે દર મહિને 38 લાખ વાયલથી 74 લાખ વાયલનું ઉત્પાદન કરવામાં આવશે. સરકાર પાસે આ માટે 20 એડિશનલ મેન્યુફેક્ચરિંગ સાઇટને મંજૂરી આપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટી અધ્યક્ષ અધિર રંજન ચૌધરી પણ કોરોના પોઝિટિવ થયા છે. તેમણે કહ્યું કે તેઓ વર્ચુઅલ ચૂંટણી પ્રચાર ચાલુ રાખશે. ટીએમસીના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્ય પ્રધાન મદન મિત્રાને પણ સંક્રમણ લાગ્યું છે. તેમને કોલકાતાની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીના પિતા પાન સિંહ ધોની અને માતા દેવકી દેવી કોરોના પોઝિટિવ થયા છે. બંનેને રાંચીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરો અનુસાર, બંનેની સ્થિતિ હવે સારી છે. તેમનું ઓક્સિજન લેવલપણ સામાન્ય છે. સીટી સ્કેન કરવામાં આવ્યું છે, જે બતાવે છે કે સંક્રમણ હજી ફેફસામાં પહોંચ્યું નથી.

બ્રિટન બાદ હવે જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગાએ પણ ભારતની મુલાકાત રદ કરી દીધી છે. સુગા આવતા સપ્તાહે ભારત અને ફિલિપાઇન્સની મુલાકાતે જવાના હતા. જાપાની મીડિયા અનુસાર, દેશમાં વધતા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન દ્વારા બંને દેશોની મુલાકાત રદ કરવામાં આવી છે. વડાપ્રધાન બન્યા બાદ તેમની આ પહેલી ભારત મુલાકાત હતી.

24 થી 30 એપ્રિલની વચ્ચે UK જનારી એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ જણાવ્યુ છે કે આ દરમિયાન દિલ્હી અને મુંબઇથી UK જવા માટે ઓછામાં ઓછી એક ફ્લાઇટ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મુખ્ય રાજયોની પરિસ્થિતી

1. મહારાષ્ટ્ર

બુધવારે અહીં 67,468 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 54,985 દર્દીઓ સ્વસ્થ થયા અને 568 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 40.27 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 32.68 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 61,911 મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ 6.95 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

2. ઉત્તરપ્રદેશ

બુધવારે અહીં 33,106 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 14,198 લોકો સ્વસ્થ થયા અને 187 લોકો મૃત્યુ પામ્યા. અહીં સુધીમાં 9.42 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6.89 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10,346 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 2.42 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

3. દિલ્હી

બુધવારે રાજ્યમાં 24,638 લોકો કોરોના પોઝિટિવ મળી અવાયા હતા. 24,600 લોકો સાજા થયા અને 249 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યાર સુધીમાં 9.30 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 8.31 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 12,887 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીં 85,364 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

4. છત્તીસગઢ

​​​​​​​બુધવારે રાજ્યના 14,519 લોકોને કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ દરમિયાન 15,940 લોકો સાજા થયા અને 183 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં 1.22 લાખ લોકોની સારવાર ચાલી રહી છે. કુલ 5.88 લાખમાંથી 4.59 લાખો લોકો સાજા થયા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 6,467 પર પહોંચી ગયો છે.

5. મધ્યપ્રદેશ

​​​​​​​બુધવારે રાજ્યમાં 13,107 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતુ. 9,035 લોકો સાજા થયા અને 75 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યાર સુધીમાં 4.46 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાં 3.59 લાખ લોકો સાજા થયા છે 4,788 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 82,268 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

6. ગુજરાત

​​​​​​​બુધવારે રાજ્યમાં 12,553 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 4,802 લોકો સાજા થયા અને 125 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યાર સુધીમાં 4.40 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 3.50 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 5,740 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 84,126 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments