દેશમાં કોરોનાની સ્થિતિ : છેલ્લા 24 કલાકમાં લગભગ 44 હજાર કેસ નોંધાયા; એક્ટિવ કેસ 3 લાખને પાર

0
5

દેશમાં કોરોનાની ગતિ ફરી એકવાર ઝડપી બની રહી છે. છેલ્લા 24 કલાકમાં 43,815 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. આ આંકડો પાછલા 105 દિવસોમાં સૌથી વધુ છે. ગયા વર્ષે 25 નવેમ્બરના રોજ 44,699 કેસ સામે આવ્યા હતા. ગત દિવસે, 22,970 લોકો કોરોનાથી સાજા થયા હતા અને 196 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે મધ્યપ્રદેશમાં કોરોનાના વધતાં કેસને લઈને રવિવારે ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં લોકડાઉન લાગવાયું છે.

મધ્યપ્રદેશના ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં 32 કલાકનું સંપૂર્ણ લોકડાઉનના કારણે રસ્તાઓ સૂમસામ.

ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં કોરોનાના વધતાં કેસને લઈને લોકડાઉન લાગવાયું.

ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં કોરોનાના વધતાં કેસને લઈને લોકડાઉન લાગવાયું.

જ્યારે, દેશમાં કોરોનાની સારવાર કરાવી રહેલા દર્દીઓનો આંકડો (એક્ટિવ કેસ) પણ ઝડપથી વધી રહ્યા છે. ગત દિવસે એક્ટિવ કેસની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે. આ રીતે કોરોના ફાટી નીકળવાનો અંદાજો આ વાતથી જ લગાવી શકાય છે કે છેલ્લા 8 દિવસમાં એક લાખથી વધુ એક્ટિવ કેસોમાં વધારો થયો છે. 12 માર્ચે દેશમાં 1 લાખ 99 હજાર 22 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી, જે 20 માર્ચે વધીને 3 લાખ 6 હજાર 93 થઈ ગઈ છે.

અત્યાર સુધીમાં 1.15 કરોડ સંક્રમિત

દેશમાં અત્યાર સુધીમાં 1.15 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1.11 કરોડ સાજા થયા છે. 1.59 લાખ લોકોએ જીવ પોતાનો ગુમાવ્યો છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

અપડેટ્સ…

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધ્યા બાદ BMC એ એક પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્ર મુજબ, UK, યુરોપ, મધ્ય પૂર્વ, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલથી મુંબઇ આવવા પર 7 હોમ ક્વોરંટાઈન રહેવું પડશે.

પંજાબની તમામ શાળા-કોલેજો 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવી છે. આ સાથે કોલેજની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે. પંજાબ સરકારની માર્ગદર્શિકા અનુસાર રાજ્યમાં મેડિકલ અને નર્સિંગ કોલેજોને બાદ કરતાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે. સિનેમા હોલમાં 50% ક્ષમતાની મંજૂરી આપવામાં આવી છે.

રવિવારે મધ્ય પ્રદેશના ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં લોકડાઉન લાગવાયું છે. તે સોમવારે સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.

દરરોજ સૌથી વધુ કેસ નોંધાઈ રહેલા 11 રાજ્યો…

1. મહારાષ્ટ્ર: 

અહીં શનિવારે 27,126 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. કોરોનાની શરૂઆત પછીનો આ સૌથી મોટો આંકડો છે. છેલ્લા 24 કલાકમાં 13,588 દર્દીઓ સ્વસ્થ થયા અને 92 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધી 24.49 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 22.03 લાખ દર્દીઓ સાજા થયા છે. હાલમાં, 1.91 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

2. પંજાબ:

અહીં શનિવારે કોરોનાના 2,587 કેસ નોંધાયા હતા અને 1,011 દર્દીઓ સાજા થયા હતા અને 38 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.10 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 1.87 લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 6,280 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 16,988 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

3. કેરળ: 

શનિવારે, 2,078 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા અને 2,211 દર્દીઓ સાજા થયા અને 15 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 11.02 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 10.72 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે સંક્રમિત 4,483 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 25,008 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

4. કર્ણાટક:

શનિવારે અહીંયા 1,798 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને 1,030 દર્દીઓ સાજા થયા હતા અને 7 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.68 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 9.43 લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 12,432 સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં, 12,828 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

5. ગુજરાત: 

અહીં શનિવારે 1,565 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને 969 દર્દીઓ સાજા થયા હતા અને 6 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. રાજ્યમાં 4 મહિના પછી એક દિવસમાં આટલા કેસ નોંધાયા છે. આ પહેલા ગત વર્ષે 29 નવેમ્બરના રોજ 1564 દર્દીઓ મળી આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.84 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 2.74 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,443 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 6,737ની સારવાર ચાલી રહી છે.

6. મધ્યપ્રદેશ: 

શનિવારે અહીં 1,308 કેસ નોંધાયા હતા અને 571 દર્દીઓ સાજા થયા હતા અને 2 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.74 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. જેમાંથી 2.63 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3,903 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 7,344ની સારવાર ચાલી રહી છે.

7. છત્તીસગઢ : 

​​​​​​​શનિવારે 1,273 કેસ મળી આવ્યા હતા અને 7,693 દર્દીઓ સાજા થયા હતા અને 11 લોકો મૃત્યુ પામ્યા હતા. અહીં સતત ત્રીજા દિવસે એક હજારથી વધુ દર્દીઓ મળી આવ્યા છે. ગત દિવસે અહીં 1097 કેસ નોંધાયા હતા. હવે અહીં આજ સુધીમાં 3.23 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 3.11 લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 3,940 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં 7,693 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

8. તમિળનાડુ: 

અહીં શનિવારે 1,243 લોકોને કોરોના ચેસંક્રમણ લાગ્યું હતું અને 634 દર્દીઓ સાજા થયા હતા અને 8 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.65 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 8.45 લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 12,590 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 7,291 દર્દીઓ સારવાર હેઠળ છે.

9. હરિયાણા: 

​​​​​​​શનિવારે અહીં 821 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને 368 દર્દીઓ સાજા થયા હતા અને 3 મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.78 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી 2.71 લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 3,093 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં, 4,830 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

10. દિલ્હી: 

અહીં શનિવારે 813 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા અને 567 દર્દીઓ સાજા થયા હતા અને 2 મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 6.47 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 6.32 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10,955 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 3,409ની સારવાર ચાલી રહી છે.

11. રાજસ્થાન:

અહીં શનિવારે 445 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને 256 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.24 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 3.18 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,796 દર્દીઓ મૃત્યુ પામ્યા. 3,310ની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here