Wednesday, September 22, 2021
Homeદેશમાં કોરોનાની સ્થિતિ : છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1.52 લાખ કેસ નોંધાયા,...
Array

દેશમાં કોરોનાની સ્થિતિ : છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1.52 લાખ કેસ નોંધાયા, 90 હજાર લોકો સાજા થયા

કોરોનાની બીજી લહેર દિવસેને દિવસે ખતરનાક બની રહી છે. શનિવારે દેશમાં 1 લાખ 52 હજાર 565 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. મહામારી શરૂ થયા પછી એક દિવસમાં પહેલીવાર આટલા વધુ સંક્રમિત લોકો સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં, 90,328 લોકો સાજા થયા અને 838 લોકો મૃત્યુ પામ્યા. આ વર્ષે બીજી વખત, એક જ દિવસમાં 800થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ 8 એપ્રિલે 802 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

દેશમાં એક્ટિવ કેસ એટલે કે કોરોના માટેની સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પાછલા દિવસમાં તેમાં 61,329નો વધારો થયો છે અને એક્ટિવ કેસનો આંક 11 લાખ 2 હજાર 370 પર પહોંચી ગયો છે.

દિલ્હીમાં નવા પ્રતિબંધો જાહેર કરાયા

દિલ્હીમાં વધી રહેલા કોરોના કેસના પગલે નવા પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા હતા. તે 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે. દિલ્હીમાં હવે અંતિમ સંસ્કારમાં મહત્તમ 20 લોકો અને લગ્ન સમારોહમાં 50 લોકો જ સામેલ થઈ શકશે.

રેસ્ટોરાં અને બાર પણ તેમની બેઠક ક્ષમતાની 50% ક્ષમતા સાથે કાર્ય કરશે. મેટ્રોમાં પણ એક કોચમાં બેસવાની ક્ષમતાના ફક્ત 50% જ મુસાફરી કરી શકશે. બસોમાં પણ એક સમયે 50% ક્ષમતા સાથે જ મુસાફરો મુસાફરી કરી શકશે. સિનેમા, થિયેટર અને મલ્ટિપ્લેક્સ પણ 50% ક્ષમતા સાથે જ ચાલશે.

ફ્લાઇટ દ્વારા મહારાષ્ટ્રથી દિલ્હી આવતા તમામ મુસાફરોએ પ્રવાસ પહેલા લગભગ 72 કલાક જુનો RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. તેમજ જે લોકો મહારાષ્ટ્રથી નેગેટિવ રિપોર્ટ વિના જ આવશે, તેઓને 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.

રાજકીય-સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ

દિલ્હીમાં તમામ પ્રકારના સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, એકેડમી, સાંસ્કૃતિક, ધાર્મિક અને તહેવારોના મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ સ્વિમિંગ પુલો પણ બંધ કરી દેવાયા છે. આ દરમિયાન માત્ર તે જ સ્વિમિંગ પૂલ ખુલ્લા રહેશે, જ્યાં ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેચની તાલીમ લઈ રહ્યા છે. સ્ટેડિયમમાં રમતગમતના કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવશે, પરંતુ દર્શકો જઇ શકશે નહીં.

દિલ્હીમાં લોકડાઉન માટેની તૈયારી નથી: કેજરીવાલ

મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે હાલમાં દિલ્હીમાં લોકડાઉન લાદવામાં આવશે નહીં, પરંતુ કેટલાક પ્રતિબંધો લાદવામાં આવશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે સરકાર હાલ દિલ્હીમાં કોઈ લોકડાઉન કરવાની તૈયારી કરી રહી નથી. જો કેન્દ્ર સરકાર તમામ પ્રતિબંધોને દૂર કરે અને પૂરતી વેક્સિન આપે, તો આપણે આખી દિલ્હીને 2-3 મહિનામાં વેક્સિન આપી દઈશું, જેનાથી કોરોનાની તીવ્રતાનો અંત આવશે.

અત્યાર સુધીમાં 1.33 કરોડ લોકોને સંક્રમણ લાગ્યું

અત્યાર સુધીમાં 1 કરોડ 33 લાખ 55 હજારથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1 કરોડ 20 લાખ 78 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે. 1 લાખ 69 હજાર 305 દર્દીઓ મૃત્યુ પામ્યા. હવે અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.

કોરોના અપડેટ્સ…

રિકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બે દિવસમાં તે 91.76% થી ઘટીને 90.4% પર આવી ગયો. છેલ્લા ત્રણ અઠવાડિયામાં તેમાં આશરે 8% નો ઘટાડો નોંધાયો છે. છટ્ટીસગઢમાં સૌથી નીચો 79.1% અને મહારાષ્ટ્રમાં 82.2% દર્દીઓ રિકવર થયા છે.

પ્રયાગરાજના પૂર્વ સાંસદ શ્યામા ચરણ ગુપ્તાનું શનિવારે સવારે નિધન થયું હતું. આ માહિતી તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપવામાં આવી છે. થોડા દિવસો પહેલા પરિવાર સહિત તેઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ પછી તેની સારવાર દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી રહી હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ બન્યા છે. તેમને નાગપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગયા સોમવારે ભાગવત હરિદ્વાર ગયા હતા જ્યાં તેમણે કુંભ મેળામાં ભાગ લીધો હતો. તેમણે ગંગામાં ડૂબકી પણ લગાવી હતી.

ઈસ્ટ કોસ્ટ રેલ્વે કહે છે કે 10 એપ્રિલથી દેશમાં ક્યાંયથી ઓડિશા આવતા મુસાફરો માટે RT-PCR નેગેટિવ રિપોર્ટ (72 કલાકથી વધુનો નહીં) અથવા બીજી ડીઝ લીધાનું પ્રમાણપત્ર હોવું જરૂરી રહેશે. માન્ય દસ્તાવેજો વિના 7 દિવસ સુધી ક્વોરેન્ટાઇન રહેવું પડશે.

મુખ્ય રાજયોની પરિસ્થિતી

1. મહારાષ્ટ્ર

શનિવારે અહીં 55,411 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 53,005 દર્દીઓ સાજા થયા અને 309 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 33.43 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 27.48 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 57,638 મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ 5.36 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

2. છત્તીસગઢ

શનિવારે રાજ્યમાં 14,098 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 4983 લોકો સ્વસ્થ થયા અને 81 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 4.32 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 3.42 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4735 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 85,902 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સંક્રમણની સરખામણીએ એક્ટિવ દર અહીં દેશમાં સૌથી વધુ છે. હાલમાં અહીં 18.4% એક્ટિવ દર્દીઓની સારવાર કરવામાં આવે છે.

3. ઉત્તરપ્રદેશ

શનિવારે 12,748 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 2207 લોકો સાજા થયા અને 46 લોકો મૃત્યુ પામ્યા. અહીં સુધીમાં 6.76 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6.08 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 9,085 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. અહીં 58,801 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

4. દિલ્હી

શનિવારે રાજ્યમાં 7,897 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 5,716 લોકો સાજા થયા અને 39 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યાર સુધીમાં 7.14 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6.74 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 11,235 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યાં 28,773 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

5. ગુજરાત

શુક્રવારે રાજ્યમાં કોરોનાના 5,011 નવા કેસ નોંધાયા હતા. 2525 લોકો સાજા થયા અને 49 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 3.42 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી3.12 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4746 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. અહીં 25,129 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

6. મધ્યપ્રદેશ

રાજ્યમાં શનિવારે 4,986 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 2,741 લોકો સાજા થયા અને 24 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યાર સુધીમાં 3.32 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી 2.95 લાખ લોકો સાજા થયા છે. 4160 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 32, 707 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments