દેશમાં કોરોનાની સ્થિતિ : છેલ્લા 24 કલાકમાં 23 હજારથી વધુ દર્દીઓ મળ્યા, તેમાંથી 61% માત્ર મહારાષ્ટ્રમાં

0
2

દેશમાં કોરોના સંક્રમિતોના આંકડા સતત ચિંતા વધારી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 23298 નવા દર્દીઓ મળ્યા છે. 15072 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે 119ના મોત થયા છે. નવા દર્દીઓમાં સૌથી વધુ 14317 મહારાષ્ટ્રમાં મળ્યા છે. તે કુલ સંક્રમિતોના લગભગ 69.4 ટકા છે. મહારાષ્ટ્રમાં પણ છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ પુના(2811) અને નાગપુર(2150)માં પ્રકાશમાં આવ્યા છે.

ગુરુવારે એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 9555નો વધારો થયો છે. તે 16 સપ્ટેમ્બર પછી સૌથી વધુ છે. ત્યારે 13781 એક્ટિવ કેસ વધ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં 1.13 કરોડ લોકો આ બીમારીનો ભોગ બની ચૂક્યા છે. તેમાંથી 1.09 કરોડ સાજા થયા છે. 1.58 લાખના મોત થયા છે. જ્યારે 1.95 લાખની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.

બીજો ડોઝ લઈ ચૂક્યા હેલ્થ વર્કર કોરોના પોઝિટિવ

મહારાષ્ટ્રમાં જાલના જિલ્લામાં 2 હેલ્થ વર્કર વેક્સિનના બંને ડોઝ લીધા પછી કોરોના પોઝિટિવ આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે વેક્સિન લીધા પછી બંનેમાં કોરોનાના હલકા લક્ષણ જોવા મળ્યા. તેમના સેમ્પલની તપાસ કરવામાં આવી તો બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એડિશનલ સિવિલ સર્જન પહ્મજા સરાફે કહ્યું કે બંને ડોઝ લીધા પછી 42 દિવસ પછી શરીરમાં એન્ટીબોડી ડેવલોપ થાય છે. આ કારણે વેક્સિન લગાવ્યા પછી કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ.

કોરોના અપડેટ્સ…

પંજાબના પટિયાલા જિલ્લામાં 11 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે નાઈટ કર્ફ્યુ લગાવવામાં આવશે. તેની શરૂઆત 12 માર્ચે થશે. આ દરમિયાન ઈમરજન્સી સર્વિસ, સરકાર અધિકારીઓ અને મેડિકલ સર્વિસ સાથે જોડાયેલા લોકોને છુટ રહેશે.

જલધંરના ડેપ્યુટી કમિશ્નરે તમામ મેરેજ હોલ, હોટલ અને બેન્કવેટ હોલને પોતાના ત્યાં થનાર પ્રોગ્રામના CCTV ફુટેજ સંભાળીને રાખવાના આદેશ આપ્યા છે. જેથી કોરોનાના કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધોના પાલન પર નજર રાખી શકાય.

મુંબઈના BKC જંબો વેક્સિનેશન સેન્ટરમાં ગુરુવારે 150 NSG કમાન્ડોને વેક્સિન લગાવવામાં આવી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબેનને ગુરુવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. PMએ સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની માહિતી આપી છે.

ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનના ઈમરજન્સી યુઝની મંજૂરી મળી ગઈ છે. સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી(SEC)એ તેની પર લાગેલી ક્લિનિકલ ટ્રાયલની શરતને પણ હટાવી દીધી છે. SECએ ભારતના ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCGI)ને તેની ભલામણ મોકલી છે.

જો કોવેક્સિનના ક્લિનિકલ ટ્રાયલને શરતમાંથી બહાર કરવામાં આવે છે તો લોકોએ તેને લેવા માટે સહમતી પત્ર આપવું પડશે નહિ.

6 રાજ્યોની સ્થિતિ

1. મહારાષ્ટ્ર

રાજ્યમાં બુધવારે 14317 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. 7193 લોકો સાજા થયા અને 57ના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 22 લાખ 66 હજાર 374 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 21 લાખ 6 હજાર 400 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 52667 દર્દીઓના મોત થયા છે. 1 લાખ 6 હજાર 70 દર્દીઓની સારવાર હાલ ચાલી રહી છે.

2. કેરળ

રાજ્યમાં બુધવારે 2133 લોકો કોરોના સંક્રમિત મળ્યા. 3753 લોકો સાજા થયા અને 13એ જીવ ગુમાવ્યો. અત્યાર સુધીમાં 10 લાખ 85 હજાર 663 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 10 લાખ 47 હજાર 226 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 4335 દર્દીઓના મોત થયા છે. 33785 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

3. મધ્યપ્રદેશ

રાજ્યમાં બુધવારે 530 નવા સંક્રમિતોની ઓળખ થઈ છે. 347 લોકો સાજા થયા અને 4ના મૃત્યુ થયા. અત્યાર સુધીમાં 2 લાખ 66 હજાર 573 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 2 લાખ 58 હજાર 598 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 3881 દર્દીઓના મૃત્યુ થયા છે. 4094 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

4. ગુજરાત

રાજ્યમાં બુધવારે 710 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 451 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 2 લાખ 75 હજાર 907 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 2 લાખ 67 હજાર 701 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 4418 દર્દીઓના મોત થયા છે. 3778 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

5. રાજસ્થાન

રાજ્યમાં બુધવારે 203 લોકો કોરોના સંક્રમિત થયા છે. 93 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 3 લાખ 22 હજાર 281 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાંથી 3 લાખ 17 હજાર 350 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 2789 દર્દીઓના મોત થયા છે. 2142 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

6. દિલ્હી

રાજધાની દિલ્હીમાં બુધવારે 409 લોકો કોરોના સંક્રમિત મળ્યા. 286 લોકો સાજા થયા અને 3એ જીવ ગુમાવ્યો. અત્યાર સુધીમાં 6 લાખ 42 હજાર 439 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 6 લાખ 29 હજાર 485 લોકો સાજા થયા છે. જ્યારે 10934 દર્દીઓના મોત થયા. 2020 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here