કોરોના ઉપડૅટ : કોરોનાની વાસ્તવિક સ્થિતિ ચકાસવા રેપીડ નહીં RT PCR ટેસ્ટ વધારો

0
5

ગુજરાતમાં કોવિડ-19 વાઈરસના ચેપની સ્થિતિ ચકાસવા માંડ 40થી 50 ટકા જ RT PCR ટેસ્ટ થઈ રહ્યા છે. કોરોના માટે એન્ટીજન ટેસ્ટ સંપૂર્ણ અક્સીર નથી. લક્ષણો હોય છતાંયે ઘણા ખરા કિસ્સામાં એન્ટીજન ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવી શકે છે. આથી, ભારત સરકારના ગૃહ સચિવ અજય ભલ્લાએ ગુજરાત સરકારને પત્ર લખીને ઓછામાં ઓછા 70 ટકા RT PCR ટેસ્ટ કરવા સુચના આપી છે.

RT PCR અને એન્ટીજન ટેસ્ટની વિગતો જ નથી
ભારત સરકારના ગૃહ વિભાગની સૂચના બાદ આરોગ્ય વિભાગમાં તપાસ કરતા અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ જેવા મહાનગરો, નાના શહેરો તેમજ આંતરાજ્ય ચેકપોસ્ટ ઉપર તંબુઓ લગાવીને થતા થતા એન્ટીજન ટેસ્ટનો પૂરેપૂરો ડેટા ભારત સરકારના પોર્ટલમાં પણ અપલોડ ન થતો હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં, નાગરીકો માટે વેબસાઈટ ઉપર ઉપલબ્ધ આરોગ્ય વિભાગના ગુજરાત કોવિડ-19 પોર્ટલ ઉપર જે ટેસ્ટ ના આંકડા આપવામાં આવે છે. તેમાં નાગરિકોના થતા ટેસ્ટના ખર્ચમાં RT PCR અને એન્ટીજન ટેસ્ટનું પ્રમાણ કેટલુ છે તેનો કોઈ વિગતો મુકવામાં આવી નથી.

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 10 હજારને પાર કરી ગયો છે
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 10 હજારને પાર કરી ગયો છે

ફરજિયાત RT PCR ટેસ્ટ કરવાની સૂચના
કોરોનાના ટેસ્ટિંગની કામગીરી અંગે આરોગ્ય વિભાગના ટોચના અધિકારીએ કહ્યુ કે, ગત વર્ષે એઈમ્સના ડાયરેક્ટર અમદાવાદ આવ્યા ત્યારે પણ તેમણે લક્ષણો છતાં અને એન્ટીજન ટેસ્ટ નેગેટિવ હોય ત્યારે ફરજિયાત RT PCR ટેસ્ટ કરવાની સૂચના આપી હતી. તેથી ચેપગ્રસ્તનો રિપોર્ટ જાણીને સારવારમાં કોઈ તકલીફ પડતી નથી. બાકી જ્યાં સુધી બે પ્રકારના ટેસ્ટના ડેટાની વાત છે તે મ્યુ. કોર્પોરેશન, પાલિકા-પંચાયત અને જિલ્લા તંત્ર સીધા જ પોર્ટલમાં અપલોડ કરે છે.

શું છે ગુજરાતની સ્થિતિ?
ગુજરાતમાં કોરોના હવે માતેલોસાંઢ બન્યો છે. કોરોનાના નવા કેસો રોજ ઓલટાઈમ હાઈ બનાવી રહ્યાં છે. છેલ્લા 36 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 10 હજારને પાર કરી ગયો છે અને હાલ 11528 એક્ટિવ કેસ છે. સાથે જ અત્યાર સુધીમાં 3 લાખ 866ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,492 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 84 હજાર 846 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

24 કલાકમાં 1,36,737 લોકોનું રસીકરણ થયું
ગઈકાલે રાજ્યમાં 24 કલાકમાં 1,36,737 લોકોનું રસીકરણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,26, 396 લોકોનું રસીકરણ થયું છે. આમ અત્યાર સુધી 45 લાખ 66 હજાર 141 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 29 હજાર 222 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 51 લાખ 95 હજાર 363નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here