ગુજરાતમાં કોરોનાનો આતંક યથાવત્, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1152 કેસ

0
0

રાજ્યમાં કોરોનાનો આતંક યથાવત્ છે. દરરોજ 1 હજાર ઉપર કેસો નોંધાય રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા. ગુજરાતમાં સંક્રમિતોનો કુલ આંકડો 75 હજારની નજીક પહોંચી ચુક્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1154 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 18 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2715 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 977 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1154 કેસમાંથી સુરતમાં 272, અમદાવાદમાં 159, વડોદરામાં 120, રાજકોટમાં 95, ગાંધીનગરમાં 30, ભાવનગમાં 46 કેસો નોંધાયા છે.

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 23 લાખને પાર થઈ ચુક્યો છે અને ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1152 કેસ સાથે કુલ દર્દીઓનો આંકડો 74,390 પર પહોંચ્યો છે. રાજ્યના મહાનગરો સહિત નાના શહેરો અને ગામડાઓમાં પણ કોરોના ફેલાઈ ચુક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here