Home ગાંધીનગર  ગાંધીનગર : સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના દર્શન જાહેર સ્વાસ્થ્યની સુરક્ષાને લઈ અનિશ્ચિત મુદ્દત...

ગાંધીનગર : સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના દર્શન જાહેર સ્વાસ્થ્યની સુરક્ષાને લઈ અનિશ્ચિત મુદ્દત સુધી બંધ રાખવામાં આવશે : સંચાલકો નો નિર્ણય

0
30

ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના દર્શન જાહેર સ્વાસ્થ્યની સુરક્ષાને લઈ અનિશ્ચિત મુદ્દત સુધી બંધ રાખવામાં આવશે. આ પહેલા અટકળો ચાલી હતી કે, 22 સપ્ટેમ્બરના રોજ અક્ષરધામ મંદિરમાં દર્શન ખુલશે. જો કે આ અંગે સ્પષ્ટતા કરતા સ્વામિનારાયણ અક્ષરધામના સંચાલકોએ જણાવ્યું છે કે જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે અક્ષરધામના દર્શન અનિશ્ચિત મુદત સુધી બંધ રાખવામાં આવશે, જેની સર્વે ભાવિકો-દર્શનાર્થીઓએ નોંધ લેવા નમ્ર વિનંતિ છે. ઉલ્લેખનીય છે કે, 19 માર્ચથી જ સ્વામિનારાયણ અક્ષરધામનાં દર્શન, આરતી, અભિષેક, સત્સંગ વગેરે બધું જ દર્શનાર્થી ભક્તો તથા મુમુક્ષુઓ માટે બંધ રાખવામાં આવ્યા છે.

દર વર્ષે 25 લાખથી વધુ દર્શનાર્થીઓ દર્શનનો લાભ લે છે
સમગ્ર વિશ્વમાં ગુલાબી પથ્થરમાં તૈયાર કરેલા મંદિરો ભાગ્યે જ જોવા મળે છે, ત્યારે રાજ્યમાં આવેલા ગાંધીનગરના અક્ષરધામ મંદિરને 1 હજાર વર્ષના આયુષ્ય સાથે તૈયાર કરવામાં આવ્યું છે. આ મંદિરમાં દર વર્ષે 25 લાખથી વધુ દર્શનાર્થીઓ દર્શનનો લાભ મેળવે છે. સાથે સાથે મંદિરમાં તૈયાર કરવામાં આવેલા મ્યૂઝિયમની પણ લાખો લોકો મુલાકાત લે છે. 23 એકરમાં બનેલા આ અક્ષરધામ મંદિરના નિર્માણમાં 1.60 લાખ ઘનફૂટ રાજસ્થાનનો ગુલાબી સેન્ડ સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 30 ઓક્ટોબર, 1992ના રોજ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકાયું હતું. શિલ્પશાસ્ત્રના નિયમો મુજબ અને લોખંડના ઉપયોગ વગર આ મંદિર બનાવવામાં આવ્યું છે. 64 કલાત્મક શિલ્પ છે. 15 એકરમાં ઉદ્યાન છે.

1000 વર્ષનું આયુષ્ય ધરાવતા ગુલાબી પથ્થરથી નિર્માણ
અક્ષરધામ મંદિર સંપૂર્ણ ગુલાબી પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે. છ હજાર મેટ્રિક ટન પત્થરનો ઉપયોગ થયો.જેની પાછળ 80 લાખ માનવ કલાકો ખર્ચાયા. અક્ષરધામ માત્ર ગુલાબી પથ્થરથી જ બનાવવાનો નિર્ણય પ્રમુખ સ્વામીનો જ હતો.જ્યારે અક્ષરધામની ડિઝાઇન નક્કી થતી હતી ત્યારે RCC સ્ટ્રક્ચરની ડિઝાઇન પણ બાપા સમક્ષ મુકવામાં આવી હતી. આ સમયે પ્રમુખ સ્વામી મહારાજે આરસીસી સ્ટ્રક્ચરનું આયુષ્ય કેટલું તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. એન્જિનિયરો તરફથી 100 વર્ષ જેટલું આયુષ્ય ભાખવામાં આવ્યુ હતું. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ હજારો વર્ષ સુધી મંદિરને કોઇ ઉની આંચ આવે નહી તેવું સ્ટ્રક્ચર ઇચ્છતા હતા. આખરે પથ્થરથી મંદિર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. રાજસ્થાનનના બંસીપહાડપુર ગામનો ગુલાબી પથ્થર પસંદ કરવામાં આવ્યો. પથ્થરનું વૈજ્ઞાનિક ઢબે પૃથ્થકરણ કરવામાં આવતા તેનું ઓછામાં ઓછું આયુષ્ય 1 હજાર વર્ષ હોવાનો રિપોર્ટ આવ્યો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App