Monday, October 18, 2021
Homeઅમદાવાદ શહેરમાં AMTS અને BRTSના કર્મચારીઓનો કોરોના ટેસ્ટ શરૂ
Array

અમદાવાદ શહેરમાં AMTS અને BRTSના કર્મચારીઓનો કોરોના ટેસ્ટ શરૂ

કોરોના રોગની મહામારી આજે વિશ્વ આખા માટે એક પડકાર બની છે ત્યારે રાજ્યનુ સમગ્ર તંત્ર દિવસ રાત ખડે પગે ફરજ બજાવે છે. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ પણ અમદાવાદ જિલ્લામાં આ રોગનું સંક્રમણ ન વધે તે માટે સર્વગ્રાહી પગલાં લીધા છે. અમદાવાદ શહેરની ફરતે ગામડાઓમાં પ્રવેશ થાય છે એવી 8 ચેક પોસ્ટ પર લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહી છે.

ત્યારે તંત્રએ હવે વધુ તકેદારી માટે શહેરમાં AMTS અને BRTS કર્મચારીઓના કોરના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એએમટીએસમાં કુલ ત્રણ હજાર જેટલા કર્મચારીઓ છે. જોકે શનિવારે 339 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બે કર્મચારી પોઝીટીવ આવ્યા હતા. જે બંને વર્કશોપમાં કાર્ય કરે છે.

જણાવી દઈએ, અમદાવાદ શહેરમાંથી ગામડાઓમાં થતી અવરજવરને નિયંત્રિત કરવા ગામડાઓમાં પ્રવેશ તો નિયંત્રિત કરાયો જ છે પરંતુ જીવનજરૂરી ચીજવસ્તુઓ તથા અન્ય જરૂરિયાતની વસ્તુઓની હેરફેર કરતા લોકોને પણ ગામડાઓમાં પ્રવેશ સમયે સ્ક્રિનિંગ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. અમદાવાદ શહેર આસપાસ શીલજ સર્કલ, સનાથલ ચોકડી, હાથીજણ, બાકરોલ, કમોડ, અસલાલી બ્રિજ, વકીલ બ્રિજ બોપલ, તથા કણભા એમ આઠ સ્થળોએ ચેક પોસ્ટ ઊભી કરાઇ અવરજવર કરતા લોકોને સ્ક્રીનિંગ કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments