આઈપીએલમાં પાંચમા ક્રિકેટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો

0
2

આઈપીએલમાં રમી રહેલા ક્રિકેટરો બાયોબબલમાં હોવા છતા કોરોનાના સંક્રમણનો ભોગ બની રહ્યા છે.

આ ટુર્નામેન્ટનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે હવે આઈપીએલમાં પાંચમા ક્રિકેટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હી કેપિટલ્સ વતી રમતા ફાસ્ટ બોલર એનરિક નોર્ખિયાને કોરોનાનુ સંક્રમણ લાગ્યુ છે. આ પહેલા દિલ્હી કેપિટલના અક્ષર પટેલ, આરસીબીના દેવદત્ત પડિકક્લ અને ડેનિયલ સેમ્સ તથા કેકેઆરના નિતિશ રાણા પણ કોરોના પોઝિટિવ થઈ ચુકયા છે.

નોર્ખિયા તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાથી પાકિસ્તાન સામે વન ડે સિરિઝ રમીને ભારત આવ્યો છે. તે 6 એપ્રિલે ભારત આવ્યો હતો અને મુંબઈમાં ટીમ સાથે જોડાયો હતો. જોકે તેની સાથે જ આવેલા અન્ય એક ફાસ્ટ બોલર રબાડાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલમાં બંને પ્લેયર ક્વોરેન્ટાઈનમાં છે.

નાર્ખિયાના પોઝિટિવ થવાથી દિલ્હીને ફટકો પડ્યો છે. હવે તેણે 10 દિવસ આઈસોલેશનમાં રહેવુ પડશે અને પછી ટેસ્ટ કરાવવો પડશે. ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તે ટીમ સાથે જોડાઈ શકશે. જેનો મતબલ છે કે, નોર્ખિયા દિલ્હી માટે 10 દિવસમાં ચાર મેચો ગુમાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here