Wednesday, September 29, 2021
Homeકોરોના : સંક્રમિત દર્દીના આંસુઓથી પણ ફેલાઈ શકે વાઈરસ
Array

કોરોના : સંક્રમિત દર્દીના આંસુઓથી પણ ફેલાઈ શકે વાઈરસ

Coronavirus found in patient's eyes - The Washington Post

કોરોના સંક્રમિત વ્યક્તિઓના આંસુઓથી પણ વાઈરસનું સંક્રમણ ફેલાવવાનો ખતરો છે. એવામાં આંખના ડોક્ટરે વધુ સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. અમૃતસરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજે એક રિસર્ચમાં આ દાવો કર્યો છે. આ સ્ટડી માટે દર્દીઓનો RT-PCR રિપોર્ટ આવે તેના 48 કલાકની અંદર આંસુઓના નમૂના લેવામાં આવ્યા હતા.

રિસર્ચના જણાવ્યા મુજબ, ઓક્યુલર મેનિફેસ્ટેશન કે તે વગરના રોગીઓના આંસુ કોરોના ઈન્ફેક્શનનું સંભવિત કારણ હોઈ શકે છે. ઓક્યુલર મેનિફેસ્ટેશન તે લક્ષણ છે, જે શરીરમાં થતા કોઈ પણ રોગના કારણે આંખ પર અસર કરી શકે છે.

120 દર્દીઓ પર કરવામાં આવ્યો સ્ટડી

અમૃતસરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજે કોરોનાના 120 દર્દીઓ પર સ્ટડી કર્યો છે. રિપોર્ટમાં એ વાત પ્રકાશમાં આવી છે કે 60 દર્દીઓમાં આંસુઓ દ્વારા વાઈરસ શરીરના બીજા હિસ્સાઓમાં પહોંચી ગયો છે. જ્યારે 60 દર્દીઓમાં એવુ થયુ નથી. 40 રોગીઓમાં કન્જક્ટિવલ હાઈપરમિયા, 38માં ફોલિક્યુલર રિએક્શન, 35માં કેમોસિસ, 20 રોગીઓમાં મ્યુકોઈડ ડિસ્ચાર્જ અને 11ને ઈચિંગની સમસ્યા હતી.

કન્જેક્ટિવાયટલ સેકરેશનથી દૂર થશે સંક્રમણ

જ્યારે ઓક્યુલર મેનિફેસ્ટેશન વાળા લગભગ 37 ટકા દર્દીઓમાં કોરોનાવાઈરસના આંશિક લક્ષણ મળ્યા. બાકીના 63 ટકામાં સંક્રમણના ગંભીર લક્ષણ મળ્યા. રિપોર્ટ મુજબ, લગભગ 17.5 ટકા દર્દી જેમના આંસુનો RT-PCR ટેસ્ટ થયો તે પણ કોરોના પોઝિટિવ નીકળ્યા. 11 રોગીઓ(9.16%)માં ઓક્યુલર મેનિફેસ્ટેશન હતું અને 10(8.33%)ને આવી કોઈ ફરિયાદ ન હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમિત દર્દી કન્જેક્ટિવાયટલ સેક્રેશન(સ્ત્રાવ)માં સંક્રમણને દૂર કરી શકે છે.

મેડિકલ સ્ટાફ અને ડોક્ટર રહે અલર્ટ

આ રિસર્ચ ડો.પ્રેમપાલ કૌર, ડો.ગૌરાંગ સહગલ, ડો.શૈલપ્રીત, કેડી સિંહ અને ભાવકરણ સિંહએ કર્યો છે. સ્ટડી રિપોર્ટ મુજબ, કોરોનાથી સંક્રમિત દર્દીઓના આસું તેમની દેખરેખમાં લાગેલા મેડિકલ સ્ટાફ માટે સંક્રમણનો સ્ત્રોત બની શકે છે.

એવામાં મેડિકલ સ્ટાફ અને આંખના ડોક્ટર માટે વધુ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. તેમને ખાસ કરીને આંખ, નાક અને મોઢાની તપાસ કરતી વખતે સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments