અમદાવાદ : AMCના પૂર્વ વિપક્ષ નેતા બદરુદ્દીન શેખ અને તેની પત્નીને કોરોના, ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારના સેમ્પલ લેવાયા

0
49
  • MLA ગ્યાસુદ્દીન શેખ અને ધારાસભ્ય શૈલેષ પરમાર કોરોનાગ્રસ્ત MLA ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવ્યા હતા
  • કાલપુરમાં એક જ પરિવારના 8 સભ્યોને કોરોના થયો
  • શહેરમાં આજે વધુ 42 પોઝિટિવ કેસ સામે આવ્યાં, કુલ આંકડો 404એ પહોંચ્યો, મોત 14
  • સવારે 6 વાગ્યાથી કોટ વિસ્તાર અને દાણીલીમડામાં કરફ્યુ શરૂ, RAF, BSF સહિતની ટીમો તૈનાત

ગ્યાસુદ્દીન શેખના સેમ્પલ લઈ રહેલા હેલ્થ વર્કર

અમદાવાદ. અમદાવાદમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 42 કેસો સામે આવ્યા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 404 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમા 14 લોકોના મોત નિપજ્યા છે અને 14 લોકો સાજા થઈને ઘરે પરત ગયા છે. આજના 42 કેસોમાં 24 પુરુષ તેમજ 18 મહિલાઓ છે. તેમજ ઈમરાન ખેડાવાલા બાદ આજે AMCના પૂર્વ વિપક્ષ નેતા બદરુદ્દીન શેખ અને તેની પત્નીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોર્પોરેટર બદરુદ્દીન શેખે બે દિવસ પહેલા શંકાસ્પદ લક્ષણ જણાતા સામેથી ટેસ્ટ કરાવ્યો હતો જે આજે પોઝિટિવ આવ્યો હતો. તો બીજી બાજુ કોરોનાના દર્દી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના પણ આજે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા.

કાલપુરમાં એક જ પરિવારના 8 સભ્યોને કોરોનાઃ મ્યુનિસિપલ કમિશનર નેહરા

શહેરમાં આજે કરફ્યુ અને કોરોનાની સ્થિતિ અંગે અપડેટ આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, કોટ વિસ્તારમાં કરફ્યુ લગાવ્યા બાદ સેમ્પલની કામગીરી ઝડપી બનાવી છે. કાલપુરમાં એક જ પરિવારના 8 સભ્યોને કોરોના થયો છે. દરરોજ 700થી 800 સેમ્પલ લેવામાં આવે છે. તંત્રની 50થી વધુ ટીમો કામે લાગી છે. બહેરામપુરા અને દૂધેશ્વરમાં નવા ત્રણ કેસ સામે આવ્યા છે. મુખ્યમંત્રીના આરોગ્યની પણ તપાસ થઈ રહી છે અને હાલ મુખ્યમંત્રી એકદમ સ્વસ્થ છે. ઈમરાન ખેડાવાલાની હાલત સ્થિર છે જ્યારે ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારના સેમ્પલ કોરોના ટેસ્ટ માટે મોકલાયા છે.

Corona Ahmedabad LIVE, Curfew started in Kot area and Danilimda

અમદાવાદ અપડેટ્સ

ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા ૩૦ લોકોના સેમ્પલ લેવાયા
જમાલપુર સ્થિત દેવળીવાડા ફ્લેટ સેનિટાઇઝ કરાયો છે

ઇમરાન ખેડાવાલાના ડ્રાઇવર અને ભત્રીજાને હોમ ક્વોન્ટીન કરાયા
કોટ વિસ્તારમાં જવાના તમામ રસ્તા પર બેરિકેડ લગાવી બ્લોક કરી દેવામાં આવ્યાં

કોટ વિસ્તાર અને દાણીલીમડામાં કેસોની સંખ્યા વધુ હોવાથી આજથી કોટ વિસ્તાર અને >> દાણીલીમડા સહિત 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યુ લગાવવામાં આવ્યો

વહેલી સવારથી સ્થાનિક પોલીસ, RAF અને BSFની ટીમોએ પેટ્રોલિંગ શરૂ કર્યું

શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન ખેડાવાલા સાથે એક જ કારમાં ગાંધીનગર ગયા હતા

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમાર 14 એપ્રિલે ઈમરાન ખેડાવાલા સાથે એક જ કારમાં બેસી ગાંધીનગર ગયા હતા. ત્યાર બાદ રાત્રે ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ ખેડાવાલાના સંપર્કમાં આવ્યા હોવાથી ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here