રાજકોટ : ભાવનગરમાં ભાઇ-બહેનને કોરોના, જામનગરમાં 12 અને ભાવનગરમાં 2 દર્દી સાજા થયા, પોરબંદરના MPને ક્વોરન્ટીન કરવા કોંગ્રેસની માંગ

0
0

રાજકોટ. ભાવનગર જેસરના ઉગલવાણ ગામના બે ભાઇ-બહેન કોરોનાની ઝપટમાં આવી ગયા છે. જેમાં નૈતિક જગદીશભાઈ નકુમ (ઉ.વ.6) અને કિંજલ જગદીશભાઈ નકુમ (ઉ.વ.7)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંને અગાઉ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા અને સુરતથી બસમાં સાથે આવ્યા હતા. જેને સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા હતા. બંનેના સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા બંનેના રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. ભાવનગરમાં પોઝિટિવ કેસની સંખ્યા109 થઇ છે. જ્યારે ભાવનગરમાં વધુ બે દર્દીએ કોરોના પર જીત મેળવી છે. તેમાં યાસ્મિબેન મહેબુબભાઇ પરમાર (ઉં.વ.45) અને મહેતાબ મહેબુબભાઇ પરમાર (ઉં.વ.15)નો સમાવેશ થાય છે. જામનગરમાં એક જ દિવસમાં એક સાથે 12 દર્દીઓએ કોરોના સામે જીત મેળવતા રજા આપવામાં આવી હતી. પોરબંદરના સાંસદ રમેશ ધડુકને ક્વોરન્ટીન કરવા ગોંડલ કોંગ્રેસે માંગ કરી છે.

રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ કલેક્ટર ઓફિસમાં ધરણા પર બેઠા

પોરબંદરના MPને ક્વોરન્ટીન કરવા કોંગ્રેસની માંગ

પોરબંદરના સાંસદ રમેશ ધડુકને ક્વોરન્ટીન કરવા કોંગ્રેસે માંગ કરી છે. ગોંડલ શહેર કોંગ્રેસ દ્વારા ગોંડલ ડેપ્યુટી કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરી છે. રમેશ ધડુક થોડા દિવસ પહેલા સુરતથી પરત ગોંડલ આવ્યા હોવાથી ક્વોરન્ટીન કરવા માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા સુરતથી પરત ધોરાજી આવતા તેમને  ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. લોકોના હિતને ધ્યાનમાં રાખી ક્વોરન્ટીન કરવામાં આવે તેવી માંગ કરી છે. ગોંડલમાં કોરોનાના 1 SRP જવાન સહિત 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.રાજકોટ જિલ્લામાં કન્ટેનમેન્ટ વિસ્તારને લઈ મહત્વનો નિર્ણય આવી શકે છે. ગોંડલ, ધોરાજી અને ઉપલેટાને લઈ મહત્વનો નિર્ણય આવી શકે છે. છેલ્લા થોડા સમયથી કોરોના કેસો આવતા  નિણર્ય લેવાશે. ગોંડલ, ધોરાજી અને ઉપલેટામાં કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરાશે. હાલ કોરોના કેસ આવતા આરોગ્ય નિયમ અનુસાર ગલીઓ બંધ કરાઇ છે.

ગોંડલ કોંગ્રેસ દ્વારા વર્ષ 2020માં ગરીબ બાળકોને શાળા પ્રવેશમાં અન્યાય થયો હોય રાજ્યપાલને રજૂઆત કરી

રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ભાવેશભાઈ ભાસાએ રાજ્યપાલને પત્ર લખી જણાવ્યું હતું કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ બાળકોને- 2020માં પ્રવેશ બાબતે અન્યાય થયો છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત દર વર્ષે ગરીબ બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ હાલ મહામારી કોરોના (કોવીડ-19) ની મહામારીમાં આ બાબતે સરકાર દ્વારા કોઇ પણ પ્રકારની ગાઇડલાઇન બહાર પાડેલ નથી. જેથી કરી ગરીબી નહીં પણ ગરીબ મુક્ત ગુજરાત થતુ દેખાય છે. ગરીબોને અન્યાય થાય છે. વધુમાં શિક્ષણ સંસ્થાઓ કોરોનાની આડમાં ગરીબ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય ભારતનું ભવિષ્ય એવા બાળકનો ભોગ લેવાય તો જ ખરા અર્થમાં સંવેદનશીલ સરકાર કહેવાય. બાકી તો ભાજપ સરકાર ફક્તને ફક્ત જાહેરાતોની જ સરકાર જ માને છે. આજે પરપ્રાંતીયો હોય, મજૂરો હોય કે ખેડૂતો હોય કે વિદ્યાર્થીઓ દરેકની હાલત દિન પ્રતિદિન કફોડી બનતી જાય છે. અને મોંધવારી બેરોજગારીમાં લોકો આત્મહત્યા તરફ આગળ વધી રહ્યા છે. તો આ અંગે તાકીદે ઘટતું કરવા અંતમાં માંગ કરી હતી.

રાજકોટમાં 88 સેમ્પલમાંથી 70 નેગેટિવ

રાજકોટમાં લેવાયેલા 88 સેમ્પલમાંથી 70 નેગેટિવ આવ્યા છે. જ્યારે 18ના રિપોર્ટ બાકી છે. 88 સેમ્પલમાંછી 76 શહેરના, 9 ગ્રામ્યના અને 3 અન્યા જિલ્લાના સેમ્પલનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લામાં કુલ 80 કેસ નોંધાયા છે. જેમાં 58 દર્દીઓ સાજા થયા છે. જ્યારે એકનું મોત નીપજ્યું છે. ભાવનગરમાં 107 કેસ નોંધાયા છે. રેલવે અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનના અભાવે શાપરમાં શ્રમિકોએ આતંક મચાવ્યો હતો..

વોર્ડ નં.1માં હોમિયોપેથીક દવાનું વિતરણ કરાયું

કોરોના વાઇરસથી ફેલાયેલ રોગ કોવીડ-19ની વૈશ્વિક મહામારી અંતર્ગત દેશભરમાં માર્ચ-2020થી લોકડાઉન અમલમાં છે. ત્યારે શહેરીજનો આ જીવલેણ રોગચાળા સામે પોતાની રોગપ્રતિકારક શક્તિ જાળવી શકે તે સંદર્ભ વોર્ડ નં.1માં ભારતીય જનતા પાર્ટી, ફેડરેશન ઓફ જનરલ પ્રેકટીશનર્સ એસોસિએશન અને ઓલ રાજકોટ સેલ્ફ ફાયનાન્સ હોમિયોપેથિક કોલેજ એસોસિએશન દ્વારા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે, સુરક્ષા દ્રઢ બને તે સંદર્ભ દવાનું વિતરણ આજરોજ કરવામાં આવ્યું હતું.

શ્રમિકોને લઇને કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરી, શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધરણા પર બેઠા

રાજકોટ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, એમુક દિવસો પહેલા શ્રમિકોની ટ્રેન અંગે શહેર કોંગ્રેસે કલેક્ટર કચેરીએ યાદી આપી હોવા છતાં હુ પરવાનગી મળી નથી. અત્યારે મંજૂરી મહીં અપાઇ તો કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવાની ચીમકી આપી હતી. કોંગ્રેસના આગેવાનો ટ્રેનના ભાડા માટે કલેક્ટરને ચેક આપવા સાથે લઇને આવ્યા હતા. શહેર કોંગ્રેસના પૂવ પ્રમુખ મહેશ રાજપુત કચેરીમાં ધરણા પર બેઠા હતા. જો કે બાદમાં પોલીસે ટીંગાટોળી કરી તેની અટકાયત કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here