કોરોનાની સારવાર, સન ફાર્માએ બજારમાં લોન્ચ કરી આ દવા

0
8

કોરોના વાયરસની સારવાર માટે સસ્તી દવા બજારમાં આવી ગઇ છે. દવા બનાવનારી પ્રમુખ કંપની સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝે કોરોના વાયરસ બીમારીના હળવા લક્ષણોવાળા મામલાની સારવાર માટે એન્ટીવાયરલ દવા ફેવિપિરાવિર દવાને ફ્લૂગાર્ડ બ્રાન્ડથી રજૂ કરી છે. જેની કિંમત પ્રતિ ટેબલેટ 35 રૂપિયા છે. સનફાર્માએ શેર બજારને જણાવ્યું છે કે, ફ્લૂગાર્ડ આ અઠવાડિયાથી બજારમાં ઉપલબ્ધ થશે. ફેવિપિરાવિર એકમાત્ર ઓરલ એન્ટી વાયરલ સારવાર છે, જેને ભારતમાં હળવાથી મધ્યમ કોરોના રોગના સંભાવિત સારવાર હેતુથી મંજૂર કરવામાં આવી છે.

સનફાર્મા ઈન્ડિયાના બિઝનેસ CEO કીર્તિ ગનોરકર અનુસાર, તેઓ ફ્લૂગાર્ડને વધારેમાં વધારે દર્દીઓ સુધી પહોંચાડવા માટે એક બજેટલક્ષી કિંમતે રજૂ કરી રહ્યા છે. જેથી તેમના પર આર્થિક બોજો પડે નહીં. ભારતમાં રોજ 50 હજારથી વધારે કોરોનાના કેસો સામે આવી રહ્યા છે અને એવામાં સ્વાસ્થ્ય સેવાથી જોડાયેલા લોકો માટે ઉપચારના વધારે વિકલ્પોને રજૂ કરવાની જરૂર છે. આ દવાની રજૂઆતની સાથે કંપનીએ 2019-20ની પોતાની વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે, તેઓ પોતાના ક્ષેત્રમાં બજારની સરખામણીમાં વધારે ઝડપથી વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેના માટે તેઓ સપ્લાઇ ચેનને મજબૂત બનાવવા અને વિક્રેતાઓની સાથે મળીને કામ કરવા પર ભાર આપી રહ્યા છે. જેથી સપ્લાઇ સતત બની રહે.

કંપનીના MD દીલિપ શાંઘવી અનુસાર, સન ફાર્મા આવનારા વર્ષમાં R&Dમાં રોકાણ ચાલુ રાખશે. વૈશ્વિક જેનરિક ઉદ્યોગમાં કંપનીની મજૂત સ્થિતિ અને ભવિષ્ય માટે નિરંતર રોકાણથી જ આ કોશિશ કરવામાં આવશે કે આ ક્ષેત્રમાં તેમની સ્થિતિ યોગ્ય બની રહે.

આ પહેલા હેટેરો નામની દવા નિર્માતા કંપનીએ કોરોનાની સારવાર માટે ફેવિપિર નામની ગોળી બજારમાં ઉતારી હતી. જેની કિંમત પ્રત્યેક ટેબલેટ 59 રૂપિયા છે. આ ગોળી હળવા અને મધ્યમ કોરોના પીડિતોની સારવાર માટે કારગર રહેશે. DCGIએ કંપનીને ફેવિપિરાવિર દવા બનાવવા અને તેની માર્કેટિંગની પરવાનગી આપી છે. કંપનીએ ભારતમાં તેને ફેવિપિર નામથી બજારમાં ઉતારી છે.

ઉલ્લેખનીય છે કે, DCGIએ ડઝનો કંપનીના ફેવિપિરાવિરના અલગ અલગ વર્ઝનને મંજૂરી આપી દીધી છે. જેમાં Glenmark, Cipla, Hetero, Brinton Pharmaceuticals અને Jenburkt જેવી ફાર્મા કંપનીઓનો સમાવેશ થાય છે. જેમાં ગ્લેનમાર્કના તો ક્લિનિકલ ટ્રાયલના ડેટા પણ યોગ્ય નહોતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here