અમદાવાદ : કોરોનાનો કહેર સાબરમતી જેલ તરફ વળ્યો, 9 કેદીઓ ભોગ બન્યા, નવા કેદીનો રિપોર્ટ કરાવી જેલમાં લવાય છે

0
6

અમદાવાદ. કોરોના વાઇરસનો ફેલાવો માત્ર શહેરમાં જ નહીં સાબરમતી જેલમાં પણ થયો છે. જો કે જેલમાં રહેતા કેદીઓ પણ સંક્રમણમાં આવતા જેલતંત્ર એ તૈયારીઓ કરી કેદીઓમાં વધુ ન ફેલાય તેની તકેદારી રાખી છે. સાબરમતી જેલમાં 9 કેદીઓ કોરોના પોઝિટિવનો ભોગ બન્યા છે જેમાં 3 કેદીઓ પેરોલ પરથી આવ્યા હતા તેમને બહારથી ચેપ લાગ્યો છે. હાલમાં 4 કેદીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કેદીઓએ જેલમાં રહી કોરોના સામે લડવા માટે કોર્પોરેશન અને હોસ્પિટલ તંત્રને મદદ કરી છે.

કોરોનાને લઈને રાજ્યની 28 જેલમાં સાવચેતીના પગલા લીધા છે. તમામ જેલોમાં કુલ 15000 કેદી છે જે લોકોની કોરોનાથી લઈ સુરક્ષાનુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા 2000 થી વધુ કેદી મુક્ત કરવામાં આવ્યા છે. જેલના ઉદ્યોગોમાં અત્યાર સુધી 2 લાખ માસ્ક બનાવાયા છે. ઉપરાંત 500 જેટલી PPE કિટ બનાવી છે. કેમિકલ વિભાગ બરોડા જેલ ખાતે સેનેટાઈઝર પણ બનાવ્યા છે. જેલમા કોરોનાનુ સંક્રમણ ન ફેલાય તે માટે નિયમ મુજબ કાર્યવાહી કરવામા આવે છે. જેલમાં આવતા તમામ નવા કેદીના કોરોના રિપોર્ટ કરવામા આવે છે પછી જ તેને જેલમાં લાવવામાં આવે છે.

પશ્ચિમ ઝોનમાં સ્ટેડિયમ વોર્ડમાં આવેલું હિન્દ હાઇપર માર્કેટ

કોર્પોરેશનને હિન્દ હાઇપર માર્કેટ સીલ કરી

શહેરમાં લોકડાઉનના નિયમો તોડતા દુકાનદાર અને મોલ સામે કોર્પોરેશન તંત્રએ લાલ આંખ કરી છે. પશ્ચિમ ઝોનમાં આવેલા સ્ટેડિયમ વોર્ડમાં હિન્દ હાઇપર માર્કેટને કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે સીલ મારી દીધું છે. કોર્પોરેશનએ માત્ર હોમ ડિલિવરીની છૂટ આપી હોવા છતાં ગ્રાહકોને દુકાનમાં પ્રવેશ આપ્યો હતો જેને લઇ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

Corona Ahmedabad LiVE, Ahmedabad has the highest number of corona cases in the state

શહેરમાં દરરોજ અંદાજે 250થી વધુ કોરોનાના દર્દીઓ સામે આવે છે

રાજ્યમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં દરરોજ નોંધાતા કોરોના પોઝિટિવના કેસોમાં 50 ટકાથી વધારે કેસો માત્ર અમદાવાદના હોય છે. આમ અમદાવાદમાં દરરોજ અંદાજે 250થી વધુ કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 340 નવા કેસ સામે આવ્યા છે જેમાંથી 261 કેસો માત્ર અમદાવાદના જ છે. અને દર્દી 14ના મોત થયા છે જ્યારે 135 દર્દી ડિસ્ચાર્જ થયા છે.આમ અત્યાર સુધીમાં કુલ 7,171 કેસ અને મૃત્યુઆંક 479 થયો છે. તેમજ 2,382 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે.

સોમવારથી લોકડાઉન-4 શરૂ

સોમવારથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં લોકડાઉન-4 શરૂ થઈ રહ્યું છે, ત્યારે લોક ડાઉન હળવું કરવાની સાથે કામ ધંધા-રોજગાર પણ શરૂ થવાના છે, જેમાં સરકારના વિવિધ કોટ્રાક્ટના કામો પણ શરૂ થશે, પણ તેની સાથે રાજ્યના મંત્રીઓને પણ ઘરની બહાર નીકળી પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here