ગુજરાતમાં કોરોના અનબ્રેકેબલ : 1020 પોઝિટિવ દર્દીઓ સાથે 25નાં મોત

0
6

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1120 કેસ નોંધાયા છે. તો આજે કુલ 25 દર્દીઓના મોત થયા છે.જેમાં સુરતમાં 11, અણદાવાદમાં 3, જામનગરમાં 3, જૂનાગઢમાં 4, વડોદરામાં 2, જ્યારે ભાવનગર અને રાજકોટમાં 1-1 લોકોના મોત થયા છ. આમ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2534 થઇ ચૂક્યો છે. તો હાલમાં 87 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 898 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 48 હજાર 359 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 245, અમદાવાદમાં 152 કેસ, વડોદરામાં 106 કેસ, રાજકોટમાં 87 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 20 હજાર 735 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 8 લાખ 54 હજાર 839 ટેસ્ટ કરવામા આવ્યા છે.

સુરતમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્મિલાબેન રાણાનું સારવાર દરમિયાન નિધન થયું છે. જેમા કોવિડની ગાઈડલાઈન પ્રમાણે પ્રોટોકોલ મુજબ તેમની અંતિમવિધિ કરવામાં આવી છે. મહત્વનું છે કે સવારના પાંચ વાગ્યાના સમય દરમિયાન હોસ્પિટલમાં તેમનું મોત થયું. અને છેલ્લા દસ દિવસથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.

સુરત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ભાઈ કોરોના પોઝિટિવ આવ્યા છે. સી.આર. પાટીલનાં ભાઈ પ્રકાશ પાટીલ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમના ડ્રાઈવર પણ કોરોનાના ભરડામાં આવ્યા છે. અમદાવાદ બાદ કોરોનાથી સુરતમાં વધુ લોકો સંક્રમિત થયા છે.

બારડોલીમાં નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર બાલકૃષ્ણ પાટીલનું કોરોનાને કારણે મોત થયું છે. બાલકૃષ્ણ પાટીલ બારડોલી મહારાષ્ટ્રિયન સમાજના પ્રમુખ પણ હતા. અને તેમના મોતને કારણે હાલ બારડોલી ભાજપમાં શોકનો માહોલ ફેલાયેલો છે.