ચીનમાં કોરોના બેકાબૂ : વધુ ૮૯ લોકોના મોતથી ચકચાર

0
16

ચીનમાં કોરોનો વાયરસના કારણે ૮૯ લોકોના મોત થતાં મોતનો આંકડો વધીને ૮૧૫ ઉપર પહોંચી ગયો છે. આની સાથે જ આ વાયરસના કારણે મોતનો આંકડો હવે વર્ષ ૨૦૦૩માં આતંક મચાવનાર સાર્સ કરતા પણ ઉપર પહોંચી ચુક્યો છે. ૨૦૦૩માં સાર્સના કારણે પણ ૭૭૪ લોકોના મોત થયા હતા અને ૮૦૦૦થી વધુ લોકો અસરગ્રસ્ત થયા હતા. એકબાજુ કોરોના વાયરસના કારણે વૈશ્વિક સ્તર પર મોતનો આંકડો ૨.૨ ટકા છે જ્યારે સાર્સના કારણે આ આંકડો પ્રમાણમાં ઓછો રહ્યો હતો. થાઈલેન્ડ, ફ્રાંસ, સિંગાપોર સહિતના દેશોમાં વાયરસના ૪૦ નવા કેસ સપાટી ઉપર આવી ચુક્યા છે. બીજી બાજુ ચીનના નેશનલ હેલ્થ કમિશને જાહેરાત કરી છે કે, કોરોના વાયરસથી મોતનો આંકડો વધીને હવે ૮૧૫ ઉપર પહોંચ્યો છે જ્યારે અસરગ્રસ્તોની સંખ્યા ૩૭૧૯૮ સુધી પહોંચી ગઈ છે. કોરોના વાયરસના કારણે અલગથી હોસ્પિટલ બનાવી દેવામાં આવ્યા છે. ચીન સરકાર દ્વારા વાયરસના ફેલાવાને રોકવા માટે બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસો સપાટી પર આવી રહ્યા છે જે સાબિત કરે છે કે કઇ રીતે આ વાયરસે આતંક મચાવી દીધો છે.ચીનમાં ખતરનાક સાબિત થઇ રહેલા કોરોના વાયરસના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. ચીનમાં સાવેચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હવે કોરોના વાયરસ બેકાબુ છે.

કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. ચીનના જુદા જુદા શહેરોમાં ૬ કરોડથી વધારે લોકો હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.કોરોના વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે સાવચેતીના તમામ પગલા દુનિયાના દેશો લઇ રહ્યા છે.

બીજી બાજુ કોરાના વાયરસે આંતક મચાવી દીધા બાદથી ચીનમાંથી પોતાના નાગરિકોને ખસેડી લેવાનો સિલસિલો યથાવત રીતે જારી રહ્યો છે. નાના બાળકોને પણ સાવચેત રહેવા માટે કહેવામાં આવી રહ્યુ છે. બચાવ અને રાહત કામગીરીમાં આરોગ્ય કર્મચારીઓ એટલી હદ સુધી લાગેલા છે કે તેમને જાઇને સલામ કરી શકાય છે. કારણ કે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં જારદાર ઘટાડો થઇ રહ્યો છે.

ચીનમાં ભારે આતંક મચાવી રહેલા કોરોના વાયરસના કારણે લોકોની હાલત કફડી બનેલી છે. માસ્ક પહેરી પહેરીને તેમના ચહેરા પર ઘા થઇ ગયા છે. ઘાના નિશાન થઇ ગયા છે. નવા કેસોની સંખ્યા પણ રેકોર્ડ ગતિથી વધી રહી છે. સૌથી વધારે અસરગ્રસ્ત એવા વુહાનને દેશના બાકીના હિસાથી હાલ અલગ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચીને પણ હવે કબુલાત કરી છે કે ફ્લુ જેવા ઇન્ફેક્શનને રોકવા માટે કેટલીક તકલીફ થઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here