કોરોના અપડેટ : રવિવારે કોરોનાના નવા 1,01,265 નવા દર્દી મળ્યા

0
2

ભારતમાં રવિવારે કોરોનાના નવા 1,01,265 નવા દર્દી મળ્યા. આ આંકડો 7 એપ્રિલ પછી એટલે કે 61 દિવસ બાદ 1 લાખ થયો છે. સંક્રમણની બીજી લહેરમાં અમેરિકામાં આવું થવામાં પૂરા 100 દિવસ લાગ્યા હતા. તે હિસાબે ભારતને બીજી લહેરમાંથી બહાર આવવામાં અમેરિકાથી 39 દિવસ ઓછા લાગ્યા. દર્દીઓ પણ અમેરિકાથી 22.6 લાખ ઓછા મળ્યા છે. અમેરિકામાં બીજી લહેરના 100 દિવસમાં 1.82 કરોડ દર્દી મળ્યા જ્યારે ભારતમાં બીજી લહેરના 61 દિવસમાં 1.56 કરોડ કેસ મળ્યા છે.

નવા દર્દીઓ ઘટવાનું મોટું કારણ સંક્રમણદર (ટેસ્ટ પોઝિટિવિટી રેટ)માં થયેલો ચાર ગણો ઘટાડો છે. દેશમાં 7 દિવસનો સરેરાશ સંક્રમણદર 6.6% થઇ ચૂક્યો છે, જે મહિના અગાઉ 6 મેએ 26% સુધી પહોંચી ગયો હતો. WHOના જણાવ્યાનુસાર સંક્રમણદર 5%થી નીચે આવે એટલે મહામારી કાબૂમાં આવી ગઇ છે તેમ કહી શકાય. ભારતમાં હવે ત્રીજી લહેરનું જોખમ છે. આઇસીએમઆરના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવનું માનવું છે કે માસ્ક, બે હાથના અંતર અને વધુમાં વધુ રસીકરણથી ત્રીજી લહેર રોકી શકાય તેમ છે.

દેશમાં 75% કેસ હવે તમિલનાડુ સહિત ફક્ત 5 રાજ્યોમાં મળી રહ્યાં છે
દેશના 75% નવા કેસ હવે ફક્ત 5 રાજ્યો તમિલનાડુ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં મળી રહ્યાં છે. આ રાજ્યોમાં 5 જૂને 79 હજાર દર્દી મળી રહ્યા હતા. ઉપરાંત તમામ રાજ્યોમાં નવા કેસ 10 હજારથી નીચે આવી ચૂક્યા છે. 28 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરરોજ 2 હજારથી ઓછા દર્દી મળવા લાગ્યા છે. જોકે મૃત્યુમાં મોટો ઘટાડો હજુ બાકી છે. હાલ દરરોજનો આંકડો 2500થી વધુ યથાવત્ છે.

સ્થિતિ હવે 2020ના પિક જેવી, ત્યારે આ સ્થિતિનો સામનો કરવામાં આપણને 139 દિવસ થયા હતા
16 સપ્ટેમ્બર 2020ના રોજ દેશમાં પહેલી લહેર દરમિયાન દરરોજના દર્દીઓની સરેરાશનું સર્વોચ્ચ સ્તર 97,860 હતું. આ આંકડો 1 ફેબ્રુઆરીએ ન્યૂનતમ સ્તર 8635 પર પહોંચ્યો. તેમાં કુલ 139 દિવસ, એટલે કે સાડા 4 મહિના લાગ્યા.

સક્રિય કેસ હવે 14 લાખ, બે મહિનામાં 62% ઘટ્યા
દેશમાં 9 મેના રોજ સૌથી વધુ 37.41 લાખ સક્રિય દર્દી હતા. હવે 14 લાખ છે. પહેલી લહેરમાં 17 સપ્ટેમ્બર 2020ના રોજ સક્રિય દર્દીઓની મહત્તમ સંખ્યા 10.18 લાખ હતી. આ સ્તરે પહોંચવામાં 3-4 દિવસ લાગી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here