Saturday, September 18, 2021
Homeકોરોના અપડેટ : 24 કલાકમાં દેશમાં 43,159 નવા સંક્રમિત નોંધાયા
Array

કોરોના અપડેટ : 24 કલાકમાં દેશમાં 43,159 નવા સંક્રમિત નોંધાયા

Current information on the COVID-19 pandemic | Festo Corporate

દેશમાં કોરોનાના કેસોમાં ફરી એક વખત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 43,159 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ દરમિયાન 38,525 લોકો સાજા થયા અને 640 દર્દીનાં મોત પણ થયાં. કેરળ સતત ચિંતામાં વધારો કરી રહેલું રાજ્ય છે. ત્યાં બુધવારે 22,056 લોકો સંક્રમિત નોંધવામાં આવ્યા હતા, જે દેશના કુલ નવા સંક્રમિતોના અડધાથી વધુ છે.

કોરોનાના વધતા કેસોને જોતાં કેન્દ્ર સરકારે કેરળમાં એક્સપર્ટ ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સરકાર રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રના નિર્દેશકની અધ્યક્ષતામાં 6 સભ્યની ટીમ કેરળ મોકલી રહી છે. આ ટીમ કોરોનાને નિયંત્રિત કરવા રાજ્ય સરકારને મદદ કરશે. કેરળ સરકારે વધતા કેસોને જોતાં 31 જુલાઇ અને 1 ઓગસ્ટે લોકડાઉનની ઘોષણા કરી છે.

દેશમાં કોરોના મહામારી આંકડામાં

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા:

43,159

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા:

38,525

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ:

640

અત્યારસુધીમાં કુલ કેસ:

3.15 કરોડ

અત્યારસુધી સાજા થયા:

3.06 કરોડ

અત્યારસુધીમાં કુલ મૃત્યુ:

4.22 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા:

3.97 લાખ

8 રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો…

દેશનાં 8 રાજ્યમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. એમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, તામિલનાડુ, મિઝોરમ, ગોવા અને પુડુચેરીનો સમાવેશ થાય છે. અહીં ગયા લોકડાઉનની જેમ જ કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે.

23 રાજ્ય/ કેન્દ્રશાસિત કેન્દ્રોમાં આંશિક લોકડાઉન…

દેશનાં 23 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. અહીં પ્રતિબંધો સાથે છૂટ પણ છે, જેમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાતનો સમાવેશ થાય છે.

પ્રમુખ રાજ્યોની સ્થિતિ…

1. કેરળ

બુધવારે અહીં 22,056 લોકો સંક્રમિત મળ્યા હતા. 17,761 લોકો સાજા થયા અને 131 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યારસુધીમાં 33.27 લાખ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે, તેમાંથી 31.60 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 16,458 લોકો મૃત્યુ પામ્યા છે. હાલ 1.49 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

2. મહારાષ્ટ્ર

બુધવારે અહીં 6,857 લોકો સંક્રમિત મળી આવ્યા હતા. 6,105 લોકો સાજા થયા અને 286 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યારસુધીમાં 62.82 લાખ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે, તેમાંથી 60.64 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 1.32 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. હાલ 82,545 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

3. ઉત્તરપ્રદેશ

બુધવારે અહીં 87 લોકો સંક્રમિત મળ્યા હતા. 116 લોકો સાજા થયા અને 1 વ્યક્તિનું મૃત્યુ થયું હતું. અત્યારસુધીમાં 17.08 લાખ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે, તેમાંથી 16.84 લાખ લોકો સાજા થયા છે જ્યારે 22,755 લોકો મૃત્યુ પામ્યા છે. હાલ 768 દર્દીની સારવાર ચાલી રહી છે.

4.દિલ્હી

બુધવારે અહીં 67 લોકો સંક્રમિત મળ્યા હતા. 61 લોકો સાજા થયા અને 3 વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. અત્યારસુધીમાં 14.36 લાખ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે, તેમાંથી14.10 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 25,049 લોકો મૃત્યુ પામ્યા છે. હાલ 573 દર્દીની સારવાર ચાલી રહી છે.

5.રાજસ્થાન

બુધવારે અહીં 30 લોકો કોરોના સંક્રમિત થયા હતા. આ દરમિયાન 40 લોકો પણ સાજા થયા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 9.53 લાખ લોકો સંક્રમિત થયા છે, તેમાંથી 9.44 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 8,953 દર્દીનાં મોત થયાં છે. હાલ 268 દર્દીની સારવાર ચાલી રહી છે.

6. ગુજરાત

બુધવારે રાજ્યમાં 28 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન 39 લોકો પણ સાજા થયા હતા. અત્યારસુધીમાં લગભગ 8.24 લાખ લોકો ચેપથી પ્રભાવિત થયા છે, તેમાંથી 8.14 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 10,076 દર્દીનાં મોત થયાં છે. અહીં 274 દર્દીની સારવાર ચાલી રહી છે.

7. મધ્યપ્રદેશ

બુધવારે અહીં 11 નવા કેસ નોંધાયા હતા અને 18 લોકો સાજા થયા હતા. 1 વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું. રાજ્યમાં અત્યારસુધીમાં 7.91 લાખ લોકો સંક્રમિત થયા છે, તેમાંથી 7.81 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 10,513 લોકોનાં મોત થયાં છે. હાલ 130 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments