કોરોના અપડેટ અમદાવાદ : અમદાવાદમાં વધુ 5 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા કુલ આંકડો 43એ પહોંચ્યો

0
7

અમદાવાદ. ગુજરાતમાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો 105ને પાર થયો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે. આજે વધુ 5 પોઝિટિવ કેસ સાથે શહેરમાં 43 કેસો નોંધાયા છે. અમદાવાદના 5 કેસમાં 2 બાપુનગર, 1 જમાલપુર, 1 નવરંગપુરા અને 1 આંબાવાડી હીરાબાગના છે. શહેરમાં ગીચ વિસ્તાર અને ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળ્યો છે.

7 દર્દીઓ SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગઈકાલે કાલુપુર ભંડેરી પોળના એક પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમાં 7 વર્ષની બાળકી પણ સામેલ છે. હાલ આ તમામે તમામ SVP હોસ્પિટલમાં સારવારમાં છે. તમામ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. બાકીના બે કેસો બાપુનગરના છે જેમાં એક 17 વર્ષીય કિશોર અને 65 વર્ષીય વૃદ્ધ સામેલ છે. કાલુપુરના મલેક શાહ મસ્જિદના 68 વર્ષીય દર્દીની દિલ્હી હિસ્ટ્રી સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here