કોરોના અપડેટ અમદાવાદ : કોરોના પોઝિટિવના વધુ 10 કેસ નોંધાયા, આંકડો 55એ પહોંચ્યો

0
6

અમદાવાદ. અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 10 પોઝિટિવ કેસ સામે આવતા આંકડો 55એ પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ અમદાવાદના છે. શહેરમાં શનિવારે કોરોનાના કારણે વૃદ્ધ મહિલાનું એસવીપી હોસ્પિટલમાં મોત થયું હતું અને વધુ 7 પોઝેટિવ કેસ નોંધાયા હતા. તમામ નવા કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. અત્યારસુધી શહેરમાં પોઝિટવ કેસની સંખ્યા 55 થઈ છે. જ્યારે મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો છે.

લોકો કારણ વિના બહાર હશે તો તેમની સામે કલમ 188 હેઠળ ગુનો નોંધાશે

લૉકડાઉન છતાં સંખ્યાબંધ લોકો રસ્તા પર બિનજરૂરી ફરતા હોવાથી કોરોનાનો ચેપ વધુ ઝડપથી ફેલાઈ શકે એવી ભીતિ હોવાથી પોલીસ કમિશનરે વધુ કડક પ્રતિબંધો લગાવ્યા છે. શનિવારે મધ્ય રાત્રિથી 14 એપ્રિલ સુધી શહેરની હદમાં જરૂરી કામગીરી માટે નિયત કરેલી વ્યક્તિઓ સિવાય જે લોકો કારણ વિના બહાર અવર જવર કરતા હશે તેમની સામે કલમ 188 હેઠળ ગુનો નોંધાશે. તેમજ તેમના વાહન પણ જપ્ત કરી લેવામાં આવશે.

સોસાયટીના સીસીટીવી ફુટેજમાં પણ દેખાયા તો પોલીસ ગુનો નોંધશે

રાજ્યમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં કેસો વધતા પોલીસ દ્વારા લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. પોલીસ ડ્રોન, રોડ પર સીસીટીવી ફૂટેજ વગેરેથી લોકો દેખાય તો ગુનો નોંધે જ છે પરંતુ હબે સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ જોઈને પણ ગુનો નોંધી રહીં છે. વસ્ત્રાપુરના નીલદીપ એપાર્ટમેન્ટમાં પોલીસે સીસીટીવી ફૂટેજ જોતા પાર્કિગમાં ચાર લોકો બેઠા હતા. જેમની સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. જ્યારે સ્વાગત એપાર્ટમેન્ટના ધાબા પર બેસી કેરમ રમતાં 4 શખ્સની પણ ધરપકડ કરી હતી.

પોલીસ ડ્રોન, રોડ પર પેટ્રોલિંગ-ચેકિંગ તેમજ સીસીટીવી ફુટેજથી નજર રાખે છે

વસ્ત્રાપુર વિસ્તારમાં પોલીસ ડ્રોન, રોડ પર પેટ્રોલિંગ-ચેકિંગ તેમજ સીસીટીવી ફુટેજથી નજર રાખે છે ત્યારે હવે સોસાયટીમાં જઈ સીસીટીવી ફૂટેજ જોઈ રહી છે. નીલદીપ એપાર્ટમેન્ટમાં સીસીટીવી ફૂટેજ જોતા ચાર શખ્સ સાંજના સમયે પાર્કિગમાં બેઠેલા જણાતા આસપાસમાં તેમની વિશે પૂછપરછ કરી હતી. ફ્લેટમાં જ રહેતા નયન શાહ, યગ્નેશ શાહ, અમિત શાહ અને મહેશ પટેલ હોવાનું જાણવા મળતા પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે વસ્ત્રાપુર સ્વાગત એપાર્ટમેન્ટ પાસે પોલીસ ડ્રોન ઉડાડી તપાસ કરતી હતી ત્યારે ફ્લેટના ધાબા પર ચાર લોકો કેરમ રમતા દેખાયા હતા જેથી પોલીસે ઓળખ કરી કૃણાલ, જયનીત ગોસ્વામી, ધૈર્ય શાહ અને હર્ષ નામના વ્યક્તિ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

સેટેલાઇટ પોલીસે કારમાં જોતા 5 લોકો અંદર બેઠા હતા

સસેટેલાઇટ પોલીસ રામદેવનગર ચાર રસ્તા પાસે નાકાબંધી પોઇન્ટ પર હાજર હતી ત્યારે ઇસ્કોન તરફથી રાજકોટ પાસિંગની એક કાર આવી હતી. સેટેલાઇટ પોલીસે કારમાં જોતા 5 લોકો અંદર બેઠા હતા. પોલીસે કારચાલકને લોકડાઉન દરમ્યાન બહાર નીકળવા અંગે પૂછતાં કોઈ કારણ આપ્યું ન હતું. જેથી કારમાં બેઠેલા પતિ પત્ની અંકિત પરીખ અને સ્વેતા પરીખ (રહે. શુભ લક્ષ્મી ટાવર, નારણપુરા), કેવિન પટેલ, જાનકી ભટ્ટ અને જીગ્નેશ પુરોહિત સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here