કોરોના અપડેટ અમદાવાદ : કોરોના પોઝિટિવના રેકોર્ડબ્રેક 50 કેસો નોંધાયા, કુલ આંક 133 પર પહોંચ્યો

0
51
  • દાણીલીમડા, આસ્ટોડિયા, ઘોડાસર વિસ્તારમાંથી 50 કેસ પોઝિટિવ
  • કોટ વિસ્તારમાં બનાવેલી કોરોના ચેકપોસ્ટ પર થર્મલગનનો અભાવ, બીજા જ દિવસે અવ્યવસ્થા સર્જાઈ

અમદાવાદ : શહેરમાં કોરોના પોઝિટિવનો બુધવારે એકેય કેસ નોંધાયો ન હતો. જો કે આજે ગુરૂવારે એક સાથે રેકોર્ડબ્રેક 50 કેસો નોઁધાયા હતા.તમામ ક્લસ્ટર ક્લોરન્ટીન થયેલા વિસ્તારોના છે. બુધવારે 600 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.  જિલ્લા અને શહેરમાં કોરોના પોઝિટિવના કુલ 133 કેસો નોંધાયા છે. નોઁધાયેલા કેસો દાણીલીમડા, આસ્ટોડિયા, ઘોડાસર વિસ્તારમાં સામે આવ્યા છે.

કોરોના ચેકપોસ્ટ પર થર્મલગનનો અભાવ

શહેરના કોટ વિસ્તારમાં બનાવાયેલી કોરોના ચેકપોસ્ટ પર મ્યુનિસિપલ તંત્રની અવ્યવસ્થા સર્જાઈ છે. આજે વહેલી સવારથી એલિસબ્રિજ, આસ્ટોડિયા દરવાજા અને ખાડીયા રાયપુર દરવાજા પાસેની ચેકપોસ્ટ પર લોકોને ચેક કરવાની થર્મલ ગન ન હોવાના કારણે એકપણ વ્યક્તિને તપાસવામાં નથી આવી રહ્યો. પેરામેડીકલ સ્ટાફ વહેલી સવારથી ચેક પોઇન્ટ પર હાજર છે પરંતુ થર્મલગન ન હોવાથી તેઓ ચેક નથી કરી રહ્યા. પેરામેડિકલ સ્ટાફના કર્મીઓ થર્મલગનની રાહ જોઈ રહ્યા છે. આજે વહેલી સવારથી કેટલીક કોરોના ચેકપોસ્ટ પર આ કામગીરી અટકી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ગઈકાલે જ આ ચેકપોસ્ટોની મુલાકાત લઈ તમામ સુવિધાઓની તપાસ કરી હતી. જો કે આજે સવારે જ અવ્યવસ્થા સર્જાઈ છે.

બુધવારે શહેરમાં કોરોનાનો એક પણ પોઝેટિવ કેસ નોંધાયો નથી

અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 83 પોઝેટિવ કેસ છે. જેમાંથી સાત લોકોને અત્યારસુધી રજા આપવામાં આવી છે અને પાંચ દર્દી મૃત્યુ પામ્યા છે. બુધવારે શહેરમાં કોરોનાનો એક પણ પોઝેટિવ કેસ નોંધાયો નથી. સોમવાર અને મંગળવારે કુલ 28 કેસ પોઝેટિવ નોંધાયા હતા. સોમવાર અને મંગળવારે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી 200ના રિપોર્ટ આવ્યા હતા. 6 પોઝિટિવ અને 194 નેગેટિવ આવ્યા છે. બુધવારે વધુ 600 સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે કાલુપુર રેલવે સ્ટેશનની સામે હજ હાઉસમાં નવું ક્વોરન્ટાઈન સેન્ટર ઊભું કરાયું, 50 લોકોને રાખી શકાય એટલી ક્ષમતા, નિકોલમાં જે લોકોને રખાયા હતા તેમાંથી જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તેમને અહીંયા ક્વોરન્ટાઈનમાં મુકાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here