કોરોના અપડેટ ગુજરાત : ક્લસ્ટરિંગ કરવાથી કેસમાં વધારો, તબલીઘથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધ્યા, રાજ્યમાં 16 નવા કેસ સાથે કુલ પોઝિટિવ 144 થયાઃ જયંતિ રવિ

0
18
  • અમદાવાદમાં જમાલપુર APMCનું શાક માર્કેટ જેતલપુરમાં શરૂ કરાયું
  • રાજ્યમાં દર ત્રીજો દર્દી લોકલ ટ્રાન્સમિશન, 129માંથી 78 લોકલ સંક્રમિત
  • જામનગર, સુરત અને અમદાવાદમાં અનેક વિસ્તારો સંપૂર્ણ ક્વૉરન્ટીન

અમદવાદ. રાજ્યમાં સતત ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ વધી રહ્યાં છે. અત્યારસુધીમાં રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે. કોરોનાની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. તબલીઘમાંથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે. ક્લસ્ટરકિંગ કર્યું હોવાથી કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 144 કેસ થયા છે. અમદાવાદમાં 11 નવા કેસ જ્યારે સુરત, મહેસાણા અને પાટણમાં એક-એક નવા કેસનોંધાયા છે. રાજ્યમાં કુલ 144 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 11 દર્દીઓના મૃત્યુ થયા છે તો 21 દર્દીઓ સાજા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્ય માટે એ બાબત પણ હવે ચિંતા ઉપજાવે તેવી છે કે રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે. કુલ 144 પોઝિટિવ કેસમાંથી 85 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે. જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં સાચવેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યું છે.

સૌથી વધુ કેસ અમદાવાદમાં 
રાજ્યના કુલ 144 પોઝિટિવ કેસમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. જિલ્લાવાર આંકડાઓ જોઇએ તો અમદાવાદમાં 64 પોઝિટિવ અને 5ના મોત, સુરતમાં 17 પોઝિટિવ અને 2ના મોત, ગાંધીનગરમાં 13 પોઝિટિવ, ભાવનગરમાં 13 પોઝિટિવ અને 2ના મોત, વડોદરામાં 10 પોઝિટિવ અને 1નું મોત, રાજકોટમાં 10 પોઝિટિવ કેસ, પોરબંદરમાં 3 પોઝિટિવ, ગીર સોમનાથમાં 2 પોઝિટિવ, કચ્છમાં 2 પોઝિટિવ, મહેસાણામાં 2 પોઝિટિવ, પાટણમાં 2 પોઝિટિવ,  પંચમહાલમાં એક પોઝિટિવ અને એકનું મોત, છોટાઉદેપુર અને જામનગરમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગુજરાત અપડેટ

રાજકોટમાં વધુ 10 શંકાસ્પદ વ્યક્તિઓના ટેસ્ટ લેબમાં મોકલાયા, 10માં ત્રણ બાળકોનો પણ સમાવેશ
સ્થાનિકને કોરોના પોઝિટિવ આવતા અમદાવાદના દાણીલીમડા વિસ્તારને ક્લસ્ટર ક્વૉરન્ટીન કરાયો
રાજકોટ પોલીસે ડ્રોનમાં સ્પીકર લગાવી લોકોને સંદેશો આપવા નવતર પ્રયોગ કર્યો

ગુજરાતમાં કુલ 144 પોઝિટિવ કેસ, 11ના મોત, 21 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 64 05 06
સુરત 17 02 05
ગાંધીનગર 13 00 02
ભાવનગર 13 02 00
રાજકોટ 10 00 03
વડોદરા 10 01 05
પોરબંદર 03 00 00
ગીર-સોમનાથ 02 00 00
કચ્છ 02 00 00
મહેસાણા 02 00 00
પંચમહાલ 01 01 00
મોરબી 01 00 00
પાટણ 02 00 00
છોટાઉદેપુર 01 00 00
જામનગર 01 00 00
કુલ આંકડો 144 11 21

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here