કોરોના અપડેટ ગુજરાત : રાજ્યમાં કોરોનાના દર્દીનો આંકડો 432એ પહોંચ્યો, તમામ નવા 54 પોઝિટિવ કેસ હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા

0
42

ગાંધીનગર : રાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં નવા 54 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 31 કેસ અમદાવાદમાં, 18 કેસ વડોદરામાં, 3 કેસ આણંદમાં, સુરત અને ભાવનગરમાં 1-1 નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 432એ પહોંચ્યો છે. જ્યારે 19 લોકોના મોત નીપજ્યા છે. તો 33 લોકો સાજા થયા છે. આણંદ જિલ્લાના ખંભાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે.  નોંધનીય છેકે, ક્લસ્ટર કરવામા આવેલા વિસ્તારોની સાથે સાથે હવે ભરૂચ જેવા નવા જિલ્લાઓમાં પણ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે.

શરદી-તાવ-કફ ધરાવતાં 60,000 લોકો સર્વેમાં બહાર આવ્યા

હાલ ગુજરાતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સર્વે કરી રહ્યાં છે તે દરમિયાન 60,000 લોકો તાવ-શરદી-કફ જેવાં ઇન્ફ્લુએન્ઝા બિમારીના લક્ષણોવાળા જણાયાં હતાં. તો શ્વસનતંત્રની ગંભીર બિમારીઓ ધરાવતાં પણ કેટલાંક લોકો ધ્યાને આવ્યાં છે. આવાં લોકો પર આરોગ્યવિભાગની ખાસ નજર રહેશે. આ તમામ દર્દીઓને સંપૂર્ણપણે હોમ ક્વોરન્ટાઇનનું પાલન કરવાની સલાહ અપાઇ છે.

Corona Gujarat Live more positive cases found in state

ગુજરાતમાં કુલ 432 પોઝિટિવ કેસ, 19ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 288 07 10
વડોદરા 77 02 07
સુરત 28 04 05
ભાવનગર 23 02 02
રાજકોટ 18 00 04
ગાંધીનગર 14 01 04
પાટણ 14 01 00
કચ્છ 04 00 00
ભરૂચ 07 00 00
આણંદ 05 00 00
પોરબંદર 03 00 01
ગીર-સોમનાથ 02 00 00
મહેસાણા 02 00 00
છોટાઉદેપુર 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 01 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 01 00 00
કુલ આંકડો 432 19 33

 

હોટસ્પોટમાં સેચ્યુરેશન થઇ ગયું છે, હવે નવા વિસ્તારો પર ફોકસ રહેશે

અમદાવાદનો કુલ આંકડો 197એ પહોંચ્યો છે. અમદાવાદમાં શુક્રવાર સવારથી સાંજના છ કલાક સુધીમાં 539 સર્વે કરાયાં હતાં તે પૈકી 44 લોકો કોરોના પોઝિટિવ જણાયાં હતાં. આમ લગભગ કુલ શંકાસ્પદ લોકો પૈકી 10 ટકા લોકો પોઝિટિવ જણાય છે. હજુ પણ આ વિસ્તારોમાં કામગીરી યથાવત્ રહેશે, પરંતુ હવે નવાં વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે. શહેરોમાં જે વિસ્તારોમાં કોઇ કેસ નોંધાયો નથી તેવા વિસ્તારોમાં પણ ટેસ્ટિંગ કરીને ત્યાં પણ રોગના અટકાવ માટેની કામગીરી કરવામાં આવશે.

સોલા સિવિલને ટેસ્ટ માટે પરવાનગી મળી

અમદાવાદની એસવીપી હોસ્પિટલ બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલને પણ કોરોના માટેના ટેસ્ટિંગની પરવાનગી મળી ગઇ છે. આ સેન્ટર પર રોજના 150 ટેસ્ટ થઇ શકશે. હાલ કોરોના પોઝિટિવ દર્દીઓને સોલા સિવિલમાં પણ રાખવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here