Home રાજકોટ કોરોના અપડેટ રાજકોટ : ભાવનગરમાં મૃતક વૃદ્ધના સંપર્કમાં આવેલી 35 વર્ષની મહિલા...

કોરોના અપડેટ રાજકોટ : ભાવનગરમાં મૃતક વૃદ્ધના સંપર્કમાં આવેલી 35 વર્ષની મહિલા અને 26 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ

0
4
  • ભાવનગમાં બે વધુ પોઝિટિવ કેસ આવતા આંકડો 11 પર પહોંચ્યો 
  • રાજકોટમાં આજે શંકાસ્પદ 7 દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા

રાજકોટ. ભાવનગરમાં કોરોના વાઇરસના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. 65 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 4 એપ્રિલે મૃતક વૃદ્ધની પત્ની અને પુત્રવધૂને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા બંનેને શહેરની સર ટી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા હતા. આજે 5 એપ્રિલે વૃદ્ધના સંપર્કમાં આવેલી 35 વર્ષની મહિલા અને 26 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. 

રાજકોટમાં આજે શંકાસ્પદ 7 દર્દીના સેમ્પલ લેવાયા 

રાજકોટમાં આજે શંકાસ્પદ 7 દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે મોકલાયા છે. જેમાં રાજકોટ શહેરના 3, ગ્રામ્યનો 1 અને અન્ય જિલ્લાના 3 કેસ નોંધાયા છે. સાત દર્દીમાંથી 4 પુરૂષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે.

ભાવનગરના પાંચ વિસ્તારને ક્વોરન્ટીન ઝોન જાહેર કરાયા છે

ભાવનગરમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસમાં વધારો થતો જાય છે. આથી ભાવનગરના ભીલવાડા, કરચલીયાપરા, વડવા, કણબીવાડ અને ભરતનગર એમ 5 વિસ્તારને ક્વોરન્ટીન ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરે આ વિસ્તારોને ક્વોરન્ટીન ઝોન જાહેર કર્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App