કોરોના અપડેટ રાજકોટ : ભાવનગરમાં વધુ બે પોઝિટિવ રિપોર્ટ આવતા કોરોનાના 16 કેસ થયા, રાજકોટમાં 19 શંકાસ્પદ

0
26
  • 19 પૈકી 6 બાળકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા
  • શહેરના 12, ગ્રામ્યના 5 અને  અન્ય જિલ્લાના 2 દર્દીનો સમાવેશ
  • મોરબી પોઝિટિલ દર્દીના સંપર્કમાં અમરેલીના 30 લોકો આવ્યા હતા

રાજકોટ : ભાવનગરમાં આજે કોરોના વાઇરસના વધુ બે પોઝિટિવ રિપોર્ટઆવ્યા છે. આથી કોરોના પોઝિટિવ કેસનો આંકડો 16 પર પહોંચ્યો છે.  રાજકોટમાં કોરોના વાઇરસના આજે 8 એપ્રિલે 19 શંકાસ્પદ કેસ નોંધાયા છે. 19 પૈકી 6 બાળકોમાં પણ લક્ષણો જોવા મળ્યા છે. તમામના સેમ્પલ લઇ પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. 19 કેસોમાં શહેરના 12, ગ્રામ્યના 5 અને  અન્ય જિલ્લાના 2 દર્દીનો સમાવેશ થાય છે. આ તમામનો રિપોર્ટ સાંજ સુધીમાં આવશે. કોરોના વાઇરસને લઇને રાજકોટમાં પોલીસ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે  રાજકોટમાં બે કોન્સ્ટેબલમાં તાવ જણાતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઉપરાંત ત્રણ પોલીસ કર્મચારીને બીપી વધારે આવ્યું હતું.

મોરબી પોઝિટિલ દર્દીના સંપર્કમાં અમરેલીના 30 લોકો આવ્યા હતા

મોરબીમાં કોરોના પોઝિટિવ દર્દીની  સાથે અમરેલી જિલ્લાના 30 લોકો દિલ્હી તબલીઘ જમાતના કાર્યક્રમમાં સાથે હતા.  30 પૈકી 22 ખાંભા તાલુકાના તાતણીયા ગામના રહેવાસી છે.  આ તમામની આરોગ્ય તપાસ કરતા કોઇનામાં કોરોના ના લક્ષણો જોવા મળ્યા નથી. આથી તમામને હોમ ક્વોરન્ટીન કરાયા છે. જિલ્લામાં અલગ અલગ 79 લોકોને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર અલર્ટ બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here