કોરોના અપડેટ :​​​​​​ વ્યારા રેફરલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેવા આવેલા જીવિત દર્દીને મૃત જાહેર કરાયો

0
3

તાપી જિલ્લાના વ્યારા રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરોની ગંભીર બેદરકારી સામે આવી છે. કોરોનાની સારવાર લેવા આવેલા વ્યક્તિને જીવીત હોવા છતાં પણ મૃત જાહેર કરી દેવાતા ગંભીર ભૂલ સામે આવી છે. શનિવારે સવારે કોરોના પોઝિટિવ આવતા ધીરજલાલ નરોત્તમદાસ પંચોલી સવારે વ્યારાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ થયા હતા. ગણતરીના કલાકો બાદ ડોક્ટર દ્વારા તેમના પરિવારજનોને ફોન કરીને જાણ કરાઈ કે ધીરજલાલ પંચોલીનું મોત થયું હોવાનું કહેવાયું હતું. બાદમાં પરિવારજનોએ મૃતદેહ જોવાની માંગ કરી હતી. પરંતુ મૃતદહનો ફોટો પરિવારને ડોક્ટરે બતાવતા તે દર્દી જીવિત હોવાનું અને મોત કોઈ અન્યનું થયું હોવાનું ખુલ્યું હતું.

મૃતદેહ બતાવવાનો પણ ઈન્કાર કરાયેલો
વ્યારાના રેફરલ હોસ્પિટલના ડોક્ટરોએ દર્દીને મૃત ઘોષિત કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.સવારે જ સારવાર માટે દાખલ થયા બાદ ગણતરીના કલાકોમાં ડોક્ટરોનો ફોન આવતા પરિવાર જનોએ તેમના અન્ય સંબંધીઓને પણ ધીરજલાલ પંચોલીના મોત અંગેના સમાચાર આપી દીધા હતા. તેમના સબંધીઓ રેફરલ હોસ્પિટલની બહાર એકત્રિત થઈ ગયા હતા. પરિવારના લોકોને શંકા જતા તેમણે મૃતક ધીરજલાલ પંચોલીનો મૃતદેહ જોવા માટે આગ્રહ કર્યો હતો. પરંતુ કોરોના પોઝિટિવ હોવાથી ડોક્ટરોએ તેમનો મૃત દેહને બતાવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.

ફોટો બતાવતા સમગ્ર મામલો સામે આવ્યો
પરિવારના લોકોએ ડોક્ટર અને તેમનો મૃતદેહ બતાવવાનો આગ્રહ કરતાં આખરે ડોક્ટરે તેમનો ફોટો પરિવારજનોને મોકલ્યો હતો.ત્યાં સુધીમાં ધીરજ લાલ પંચોલીના મૃત જાહેર કરવાનો ડોક્ટરને સહી વાળું સર્ટિફિકેટ પણ પરિવારને આપી દેવામાં આવ્યું હતું. ડોક્ટરોએ મોકલેલા ફોટો જોયા બાદ પરિવારજનોએ ઓળખ કરી કે આ વ્યક્તિ અમારા સ્વજન નથી એટલે કે ધીરજલાલ પંચોલી નથી. પરિવારજનો સમજી ગયા કે ડોક્ટરો દ્વારા કોઈ મોટી ભૂલ થઈ રહી છે. ત્યારબાદ ડોક્ટરોએ તપાસ કરી તો માલૂમ પડ્યું કે ધીરજલાલ પંચોલીને બદલે અન્ય કોઈની દર્દીનું કોરોના સારવાર દરમિયાન મોત થયું છે.

નિઝરના વ્યક્તિનું મોત થયા બાદ જીવિતને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં.
નિઝરના વ્યક્તિનું મોત થયા બાદ જીવિતને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં.

નિઝરના દર્દીનું મોત થયું હતુ
ડોક્ટરે તપાસ કરી કે, ધીરજલાલ પંચોલીનું મોત નથી થયું તો જે દર્દીનું મોત થયું છે તે કોણ છે. ત્યારે સાચી હકીકત બહાર આવી હતી. મૃતક વ્યક્તિનું નામ રતન શ્યામ ભાઈ પટેલ હતું.જેઓ નિઝર તાલુકાના રહેવાસી હતા. રતનભાઇ કોરોના સંક્રમિત થતા તેમને રેફરલ હોસ્પિટલમાં આજે સવારે જ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

સંબંધીઓને ડોક્ટરોએ મૃત થયા અંગેનું સર્ટી પણ આપી દીધું હતું.
સંબંધીઓને ડોક્ટરોએ મૃત થયા અંગેનું સર્ટી પણ આપી દીધું હતું.

સર્ટી પણ બનાવી દેવાયું હતુ
તાપી જિલ્લાના વ્યારા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર ને લઈને કેટલા ગંભીર છે. મૃતક વ્યક્તિનો મૃતદેહ તેના પરિવારજનોને કોરોનાના કારણે બતાવવામાં આવ્યો ન હતો તો દર્દીના પરિવારજનો ડોક્ટરોની વાતનો સ્વીકાર કરીને તેને અંતિમ ક્રિયા કરી નાખ્યું હોત તો કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થઇ શકે છે, તે આપણે સૌ સમજી શકીએ છે. વ્યારા રેફરલ હોસ્પિટલના જે ડોક્ટરે ધીરજ પંચોલી જીવિત હતા તેમને મૃત જાહેર કરીને તેમનું સર્ટીફીકેટ બનાવી દીધું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here