Thursday, October 28, 2021
Homeકોરોના અપડેટ વર્લ્ડ : 16 લાખ પોઝિટિવ કેસ, 95 હજાર 731ના મોત,...
Array

કોરોના અપડેટ વર્લ્ડ : 16 લાખ પોઝિટિવ કેસ, 95 હજાર 731ના મોત, ટ્રમ્પે કહ્યું-અમેરિકામાં 20 લાખથી વધારે ટેસ્ટ થયા

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના સંક્રમણના 16 લાખથી વધારે કેસ નોંધાયા છે. 95 હજાર 731 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્રણ લાખ 57 હજાર લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા અપવામાં આવી છે. અમેરિકામાં સૌથી ખરાબ અસર જોવા મળી રહી છે. અહીં ચાર લાખ 68 હજાર 799 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 16 હજાર 697 લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોનાના કારણે અમેરિકાની અર્થવ્યવસ્થાને ખરાબ અસર પડી છે. અહીં એક કરોડ 68 હજાર લોકો બેરોજગાર થઈ ગયા છે. રેસ્ટોરાં અને દુકાનો બંધ હોવાથી જરૂરી સામાનની અછત સર્જાઈ છે. આ સ્થિતિને જોઈને સરકારે ફૂડ બેન્કના માધ્યમથી રાશન અને ખાવાની બીજી વસ્તુઓ આપવાની શરૂઆત કરી છે. દક્ષિણ આફ્રિકામાં સંક્રમણને રોકવા માટે બે સપ્તાહનું લોકડાઉન વધારાયું છે.

અમેરિકામાં 20 લાખથી વધારે ટેસ્ટ  થયા : ટ્રમ્પ
વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ બ્રિફિંગમાં કહ્યું કે અમેરિકામાં અમે અત્યાર સુધીમાં ખૂબ જ મુશ્કેલ અને સટીક 20 લાખ ટેસ્ટ કરાવ્યા છે. તેઓએ વધુમાં કહ્યું કે દેશ જોઈ રહ્યો છે કે અમે શું કરી રહ્યા છીએ. અમારું ટેસ્ટિંગ ઓપરેશન ખૂબ જ આગળ ચાલી રહ્યું છે. આ ખૂબજ મુશ્કેલ અને બીજાની તુલનામા સર્વોત્તમ છે. જોકે વધુ મોટા પ્રમાણમાં કોરોના વાઈરસનું ટેસ્ટિંગ નહીં થાય અને મને આશા છે કે આની જરુર પણ નહીં પડે.

એક દિવસમાં ન્યૂયોર્કમાં 581 મોત, અમેરિકામાં 1900 મોત

ગુરુવારે ન્યૂયોર્કમાં વધુ 581 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 7521 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ન્યૂયોર્કમાં કુલ 87725 કેસ નોધાયા છે અને 4778 લોકોના મોત થયા છે. અમેરિકામાં 24 કલાકમાં 1900 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ મૃત્યુઆંક 17 હજાર નજીક પહોંચી ગયો છે.

ઈટાલીમાં 18 હજાર અને સ્પેનમાં 15 હજારથી વધારે મોત

ઈટાલીમાં કોરોના વાઈરસના કુલ કેસ 1 લાખ 43 હજાર 626 નોંધાયા છે અને 18 હજાર 279 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે સ્પેનમાં એક લાખ 53 હજાર 222 કેસ નોંધાયા છે અને 15 હજાર 447 લોકો મોતને ભેટ્યા છે. ફ્રાન્સ અને જર્મનીમાં પણ એક લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.

ચીનમાં 42 નવા કેસ નોંધાયા

ચીનમાં 42 નવા કેસ નોંધાયા છે. તેમા 38 દર્દી બહારથી આવ્યા છે. અહીં કુલ કેસ 81907 થયા છે. બુધવારે ચીનમાં  63 કેસ નોંધાયા હતા.

કયા દેશમાં આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 4,68,799 16,697
સ્પેન 1,53,222 15,447
ઈટાલી 1,43,626 18,279
જર્મની 1,18,235 2,607
ફ્રાન્સ 1,17,749 12,210
ચીન 81,907 3,336
ઈરાન 66,220 4,110
બ્રિટન 65,077 7,978
તુર્કી 42,282 908
બેલ્જિયમ 24,983 2,523
સ્વિત્ઝરલેન્ડ 24,051 948
નેધરલેન્ડ 21,762 2,396
કેનેડા 20,765 509
બ્રાઝીલ 18,176 957
પોર્ટુગલ 13,956 409
ઓસ્ટ્રિયા 13,244 295
દ.કોરિયા 10,450 208
રશિયા 10,131 76
ઈઝરાયલ 9,968 86
સ્વિડન 9,141 793
ભારત 6,803 227
આયરલેન્ડ 6,574 263
નોર્વે 6,219 108
ઓસ્ટ્રેલિયા 6,152 52

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments