કોરોના રસીને જૂન 2021માં લોન્ચ કરવાનું લક્ષ્ય : ભારત બાયોટેક

0
4

ભારત બાયોટેકે કહ્યું છે કે કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે બનાવવામાં આવી રહેલી વેક્સીનને જૂન 2021માં લોન્ચ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ભારત બાયોટેકને દેશમાં ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી મળી ચુકી છે. નવેમ્બરના પહેલા એઠવાડિયાથી ફેઝ 3 ટ્રાયલ શરૂ થશે.

ભારત બાયોટેકને દેશમાં ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી

કોવિડ-19ની સ્વદેશી વેક્સીન બનાવી રહેલા ભારત બાયોટેકને દેશમાં ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી મળી ચુકી છે. નવેમ્બરના પહેલા અઠવાડિયાથી ફેઝ 3 ટ્રાયલ શરૂ થશે. બાયોટેકે જૂન 2021 સુધી આ વેક્સીનને લોન્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ભારત બાયોટેકના આ ઓફિશિયલ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ફેઝ 3ના ટ્રાયલના સફળ થયા બાદ કંપની જૂન 2021માં આ વેક્સીનને લોન્ચ કરશે. ભારત બાયોટેકના વેક્સીનના ફેઝ 3 ટ્રાયલમાં દેશના 25 લોકેશન પર 26 હજાર લોકોને શામેલ કરવામાં આવી રહ્યા છે.

દેશના ખૂણે ખૂણા સુધી વેક્સીન પહોંચાડવાની કેન્દ્રની તૈયારી

ભારતમાં કોવિડની ત્રીજી વેક્સીન ટ્રાયલના છેલ્લા તબક્કામાં છે. કેન્દ્ર સરકાર પણ દેશના દરેક ભાગ સુધી વેક્સીન પહોંચાડવાની તૈયારી કરી રહી છે. તેના માટે રાજ્યોમાંથી આ મહિનાના અંત સુધી એ લોકોની લિસ્ટ માંગાવવામાં આવી છે જેમને પહેલા વેક્સીન લગાવવામાં આવશે. હાલ દુનિયાના દરેક દેશો કોરોના વેક્સીનની રાહ જોઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here