Thursday, August 5, 2021
Homeકોરોના વેક્સિન : વેક્સિનના બે ડોઝ સિવાય ત્રીજા ડોઝ માટે ટ્રાયલ શરૂ
Array

કોરોના વેક્સિન : વેક્સિનના બે ડોઝ સિવાય ત્રીજા ડોઝ માટે ટ્રાયલ શરૂ

વિશ્વમાં જેમ જેમ લોકો કોરોનાની વેક્સિન લઈ રહ્યા છે, તેમ દરેકના મનમાં એ સવાલ થાય છે કે આખરે આ વેક્સિન કેટલા સમય સુધી તેમને સુરક્ષા આપશે? શું આ વેક્સિન નવા પ્રકારના કોરોના એટલે કે કોરોનાવાઈરસના નવા વેરિઅન્ટની સામે અસરકારક હશે?

દુનિયાના તમામ સાયન્ટિસ્ટ તેનો જવાબ જાણવામાં વ્યસ્ત છે. એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે, ભવિષ્યમાં એવા પ્રકારના વેરિઅન્ટ પણ આવી શકે છે જે વર્તમાન વેક્સિનેશનની અસરને કમજોર કરી દે. આવી સ્થિતિમાં સાયન્ટિસ્ટ બે દિશામાં કામ કરી રહ્યા છે. પહેલી- વેક્સિનનો સંપૂર્ણ ડોઝ લીધાના લગભગ એક વર્ષ બાદ બૂસ્ટર તરીકે ત્રીજો ડોઝ આપવો અને બીજી-ખાસ વેરિઅન્ટ માટે ખાસ બૂસ્ટર ડોઝ તૈયાર કરવો.

અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થે બૂસ્ટર ડોઝની અસર જાણવા માટે તાજેતરમાં જ ફૂલી વેક્સિનેટેડ લોકોનું ક્લિનિક ટ્રાયલ શરૂ કર્યું છે. ફાઈઝરે પણ બંને વિકલ્પોની ચકાસણી માટે ટ્રાયલ શરૂ કર્યું છે. વેક્સિનના બંને ડોઝ લઈ ચૂકેલા વોલેન્ટિયર્સને બૂસ્ટર તરીકે તે જ વેક્સિનનો ત્રીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ ટ્રાયલમાં બીજા સમૂહને બીટા વેરિઅન્ટ માટે તૈયાર ખાસ વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. બ્રિટન અને દક્ષિણ આફ્રિકા વેક્સિનના ત્રીજા ડોઝ સિવાય ખાસ વેરિઅન્ટ માટે ખાસ બૂસ્ટર ડોઝ પર રિસર્ચ કરી રહ્યા છે.

તો જાણો, વેક્સિનેશનના આ દાવા અને બૂસ્ટર ડોઝ સંબંધિત સવાલોના જવાબ…

Q. આપણે દર વર્ષે ફ્લૂની વેક્સિન કેમ લેવી પડે છે, જ્યારે બાળપણમાં જ આપવામાં આવતી બે ઓરીની રસી આપણને આખી જિંદગી બચાવે છે?
વિવિધ પેથોજન આપણી ઈમ્યુન સિસ્ટમને વિવિધ રીતે અસર કરે છે. એક વખત ઓરી જેવી બીમારી થયા બાદ જીવનભર ફરીથી ઈન્ફેક્શનથી સુરક્ષા આપે છે, પરંતુ બાકીના વાઈરસ અથવા બેક્ટેકિયાના કિસ્સામાં આપણી ઈમ્યુનિટી સમયની સાથે ઘટી જાય છે.

ઓરીની રસી જીવનભર કામ કરે છે, તો ટિટનેસ વેક્સિન માત્ર એક વર્ષ સુધી. અમેરિકાની સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સ (CDC) ટિટનેસની રસી માટે દર વર્ષે બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપે છે.

ઝડપથી બદલાતો ઈન્ફલ્યુએન્ઝા વાઈરસઃ કેટલીકવાર વાઈરસ પોતાને પરિવર્તિત કરી શકે છે, જેનાથી નવા બૂસ્ટર ડોઝની જરૂર હોય છે. ઈન્ફલ્યુએન્ઝા વાઈરસ પોતાની અંદર એટલી વખત બદલાય છે કે તેના માટે દર વર્ષે નવી વેક્સિનની જરૂર રહેશે.

Q. કોરોના વેક્સિન બીજી બીમારીઓની વેક્સિનની તુલનામાં જલ્દી કેમ બિનઅસરકારક થઈ જશે?
કોરોનાની વર્તમાન વેક્સિનની અસરના સમયને લઈને અત્યારે કોઈ દાવો કરી શકાય તેમ નથી કેમ કે મોટી સંખ્યામાં સામાન્ય લોકોએ વેક્સિન લેવાનું થોડા મહિના પહેલા જ શરૂ કર્યું છે.

અમેરિકામાં યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિનના વેક્સિન નિષ્ણાત અને HIVના બૂસ્ટર ટ્રાયલનું નેતૃત્વ કરનાર ડૉ. કર્સ્ટન લાઈકના જણાવ્યા પ્રમાણે, અમે ક્લિનિક ટ્રાયલ્સમાં એ પણ નથી જાણી શક્યા કે કોરોના વેક્સિનના એક વર્ષ બાદ આપણો ઈમ્યુન રિસ્પોન્સ કેવો હશે? જો કે, શરૂઆતના સંકેતો પ્રોત્સાહક છે. સંશોધકોએ વોલેન્ટિયર્સના લોહીનું સતત પરીક્ષણ કરી રહ્યા છે અને તેમના શરીરમાં કોરોનાવાઈરસને નિશાન બનાવતી એન્ટિબોડીઝ અને ટી-સેલ્સને તપાસી રહ્યા છે.

લોકોના શરીરમાં એન્ટિબોડી અને ટી-સેલ્સનું સ્તર ઘટી રહ્યું છે, પરંતુ ધીમે ધીમે. આવી સ્થિતિમાં એવું કહી શકાય છે કે વેક્સિન સુરક્ષા લાંબા સમય સુધી ટકી શકે છે. એવા લોકો જેમને ઈન્ફેક્શન થયા બાદ વેક્સિન લીધી હોય, તેમની સુરક્ષા વધારે સમય સુધી રહેશે.

માર્શફીલ્ડ ક્લિનિક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સેન્ટર ફોર ક્લિનિકલ એપિડેમિયોલોજી એન્ડ પોપ્યુલેશન હેલ્થના ડાયરેક્ટર ડૉ. એડવર્ડ બેલોંગિયાના જણાવ્યા પ્રમાણે, એ વાતની વધારે સંભાવના છે કે કોરોનાના મૂળ સ્ટ્રેનની વિરુદ્ધ ઈમ્યુનિટી ઘણા વર્ષો સુધી બની રહેશે. જો આવું થયું તો કદાચ કોવિડ-19 બૂસ્ટર ડોઝની જરૂર નહીં પડે.

Q. શું કેટલીક કોરોના વેક્સિન લાંબા સમય સુધી ચાલશે અને કેટલીક નહીં?
આવું થઈ શકે છે. વૈજ્ઞાનિકોને ખબર છે કે અલગ અલગ ટેક્નોલોજીથી બની રહેલી વેક્સિનની અસર જુદી જુદી હશે. દુનિયાની કેટલીક શક્તિશાળી વેક્સિનમાંથી મોર્ડના અને ફાઈઝર-બાયોએનટેક સામેલ છે. બંને વેક્સિન mRNA મોલિક્યૂલ્સ પર આધારિત છે. તેમજ નિષ્ક્રિય વાઈરસ (ઈનએક્ટિવેટેડ વાઈરસ) પર આધારિત ચીનની સિનોફાર્મા વેક્સિનની અસર થોડી ઓછી છે.

પેન્સિલવેનિયા યુનિવર્સિટીના ઈમિનોલોજિસ્ટ સ્કોટ હેન્સલીના જણાવ્યા પ્રમાણે, આવું કેમ છે તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી થયું. RNA પર આધારિત રસી અપેક્ષાકૃત નવી છે, તેથી તેના દ્વારા બનતી પ્રતિરોધક ક્ષમતાનો ઊંડાણ પૂર્વક અભ્યાસ કરવામાં નથી આવ્યો.

ડૉ. હેન્સલીને ઉંદરો પર જુદા જુદા પ્રકારની વેક્સિન આપવા પર આ અંતર જોવા મળ્યું. બંને પ્રકારની વેક્સિનથી બનતી એન્ટિબોડીઝમાં વધારે અંતર જોવા મળ્યું. એ વાતની પણ સંપૂર્ણ આશંકા છે કે કેટલીક વેક્સિનની અસર ઝડપથી નષ્ટ થઈ જશે.

Q. કેવી રીતે ખબર પડશે કે આપણી વેક્સિનની અસર ઓછી થઈ રહી છે?
વૈજ્ઞાનિકો એવા બાયોલોજિક માર્કર એટલે કે પેથોલોજિકલ પરીક્ષણો શોધી રહ્યા છે જે એ વાત દર્શાવે છે કે વેક્સિન હવે કોરોનાવાઈરસને રોકવા માટે સક્ષમ નથી. આવી સ્થિતિમાં માર્કરથી તમારા શરીરમાં એન્ટિબોડીઝનું એક ચોક્કસ પ્રમાણ જાણી શકાશે, જે ઓછું હોવા પર માનવમાં આવશે કે તમને ઈન્ફેક્શનનું જોખમ વધારે છે. કેટલાક પ્રારંભિક અભ્યાસથી જાણવા મળ્યું છે કે, આવા જૈવિક માર્કર અસ્તિત્વમાં છે, વૈજ્ઞાનિકો તેને શોધવા માટે રિસર્ચ કરી રહ્યા છે.

Q. કોરોનાવાઈરસના વેરિઅન્ટ્સનું શું થશે?
વેરિઅન્ટ્સને રોકવા માટે આપણને બૂસ્ટરની જરૂર પડશે, પરંતુ તે હજી સ્પષ્ટ નથી. તાજેતરના મહિનામાં નવા વેરિઅન્ટ્સના સામે આવવાથી બૂસ્ટર પર રિસર્ચ ઝડપી થઈ ગયું છે. કેટલાક વેરિઅન્ટ્સમાં એવા મ્યુટેશન થયા છે જેના કારણે તે ઝડપથી ફેલાય છે. કેટલાક વેરિઅન્ટ્સમાં એવા મ્યુટેશન પણ થઈ શકે છે જે વેક્સિનની અસરને ધીમી કરી શકે છે. અત્યારે વૈજ્ઞાનિકોની પાસે આ વાતની મર્યાદિત જાણકારી છે કે વર્તમાન કોરોના વેક્સિન વિવિધ વેરિઅન્ટ્સની વિરુદ્ધ કેવી રીતે કામ કરે છે.

ઉદાહરણ તરીકે, ગત મહિને કતારમાં સંશોધકોએ ફાઈઝર-બાયોએનટેકની વેક્સિન પર એક રિસર્ચ પ્રકાશિત કર્યું. આ રિસર્ચ ડિસેમ્બરથી માર્ચની વચ્ચે કતારમાં એક લાખ નાગરિકો પર કરવામાં આવ્યું હતું.

ક્લિનિકલ ટ્રાયલ્સથી જાણવા મળ્યું કે, કોરોનાના મૂળ વાઈરસની વિરુદ્ધ વેક્સિનની એફિકેસી 95% હતી. પરંતુ સૌથી પહેલા બ્રિટનમાં મળેલા આલ્ફા વેરિઅન્ટની સામે તેની એફિકેસી 89.5% થઈ ગઈ.

તેમજ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકમાં મળેલા બીટા વેરિઅન્ટની વિરુદ્ધ વેક્સિનની એફિકેસી માત્ર 75% જોવા મળી. જો કે, બંને વેરિઅન્ટ્સથી સંક્રમિત દર્દીઓને ગંભીર થવાથી અથવા મૃત્યુને રોકવાના કિસ્સામાં વેક્સિનની એફિકેસી 100% જોવા મળી.

વેક્સિનેશનથી વેરિઅન્ટનો ફેલાવો પણ અટક્યોઃ સાયન્ટિસ્ટના જણાવ્યા પ્રમાણે, જો કોરોનાના કેટલાક વેરિઅન્ટ્સ વર્તમાન વેક્સિનની અસર નથી થવા દેતા તો તેનો અર્થ એ નથી કે તે એક મોટી સમસ્યા બની જશે. બીટા વેરિઅન્ટ તેનું એક સારું ઉદાહરણ છે. ઈઝરાયલ, બ્રિટન અને અમેરિકા જેવા મજબૂત વેક્સિનેશનવાળા દેશોમાં આ વેરિઅન્ટ ઓછા ફેલાયા. તેમ છતાં તેના સાયન્ટિસ્ટ એવી સંભાવનાને નકારી શકતા નથી કે ભવિષ્યમાં આવા વેરિઅન્ટ્સ પણ સામે આવી શકે છે જે વેક્સિનને છેતરીને ઝડપથી ફેલાશે પણ.

સ્ટેનફોર્ડ ચિલ્ડ્રન હેલ્થમાં એસોસિએટ ચીફ મેડિકલ પ્રેક્ટિશનર ડૉ.ગ્રેસ લીનું કહેવું છે કે, આ સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે કે વેરિઅન્ટ્સ તો અનિવાર્ય છે, સવાલ એ છે કે તે કેટલા અસરકારક છે?

Q. તો શું આપણને કોઈ ખાસ વેરિઅન્ટ માટે તૈયાર કરવામાં આવેલા બૂસ્ટર ડોઝની જરૂર પડશે?
ઘણા વૈજ્ઞાનિકોને આંશકા છે કે કોરોનાનાં મૂળ વાઈરસ પર અસરકારક વેક્સિન તેના વેરિઅન્ટ્સની વિરુદ્ધ પણ પર્યાપ્ત સુરક્ષા આપી શકશે. જો કે, તે પણ શક્ય છે કે કોઈ વિશિષ્ટ પ્રકારના ખાસ વેરિઅન્ટ માટે તૈયાર વેક્સિન વધારે અસરકારક હોય.

ફાઈઝરે આ બંને વિકલ્પોની તપાસ માટે ટ્રાયલ શરૂ કરી છે. વેક્સિનના બંને ડોઝ લઈ ચૂકેલા કેટલાક વોલેન્ટિયર્સને બૂસ્ટર તરીકે તે જ વેક્સિનનો ત્રીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ટ્રાયલમાં વેક્સિનના બે ડોઝ લઈ ચૂકેલા વોલેન્ટિયર્સના એક બીજા સમૂહને ખાસ કરીને બીટા વેરિઅન્ટ માટે તૈયાર કરવામાં આવેલી વેક્સિન આપવામાં આવશે.

ફાઈઝર માટે ગ્લોબલ મીડિયા રિલેશનના ડાયરેક્ટર જેરિકા પિટ્સ કહે છે કે, આપણે અત્યાર સુધી જે શીખ્યા તેના આધારે, આપણી વિચારસરણી એ છે કે જ્યાં સુધી કોરોનાવાઈરસના ફેલાવા અને તેનાથી થતી બીમારીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આપણે કોરોનાથી બચવા માટે વેક્સિનેશનના 12 મહિના બાદ બૂસ્ટર ડોઝ તરીકે ત્રીજો ડોઝ આપવાની જરૂર પડશે.

Q. બૂસ્ટર ડોઝના સમયે શું આપણે વેક્સિન બ્રાન્ડ બદલી શકીએ?
કદાચ તે શક્ય છે. બીજી બીમારીઓ પર કરવામાં આવેલું રિસર્ચ એ દર્શાવે છે કે વેક્સિન બદલવાથી બૂસ્ટર ડોઝની તાકાત વધી જાય છે. યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિનના વેક્સિન નિષ્ણાત અને HIVના બૂસ્ટર ટ્રાયલનું નેતૃત્વ કરનાર ડૉ. કર્સ્ટન લાઈકના જણાવ્યા પ્રમાણે, આ કોરોના પહેલાં પ્રયાસ થયો હતો અને સાચો કોન્સેપ્ટ છે. ડૉ. લાઈક અને તેમના સાથી કોરોનાના બૂસ્ટર ડોઝ માટે વેક્સિનના મિક્સ એન્ડ મેચનું ટ્રાયલ કરી રહ્યા છે. તેના માટે તેઓ અમેરિકામાં આપવામાં આવી રહેલી ત્રણેય વેક્સિન (મોડર્ના, જ્હોન્સન એન્ડ જ્હોન્સ અને ફાઈઝર-બાયોએનટેક)ના ફૂલ ડોઝ લઈ લીધેલા વોલેન્ટિયર્સની ભરતી કરી રહ્યા છે.

આ વોલેન્ટિયર્સને મોડર્નાનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. આ બૂસ્ટર ડોઝ બાદ તેમના ઈમ્યુન રિસ્પોન્સનું પરીક્ષણ કરવામાં આવશે. તો બીજી તરફ વૈજ્ઞાનિકો એસ્ટ્રાજેનેકા, ક્વોરવેક, જ્હોન્સન એન્ડ જ્હોન્સન, મોડર્ના, નોવાવેક્સ, ફાઈઝર- બાયોએનટેક અને વોલનેવા વેક્સિનના મિક્સ એન્ડ મેચનો બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગ કરવા પર ટ્રાયલ કરી રહ્યા છે. તેવી જ રીતે દક્ષિણ આફ્રિકામાં ઈમ્યુનિટી બાયો, જ્હોન્સન એન્ડ જ્હોન્સનની વેક્સિનનું બૂસ્ટર ડોઝ તરીકે ટ્રાયલ થઈ રહ્યું છે.

Q. તે લોકો વિશે શું જેમને હજી સુધી પહેલો ડોઝ પણ નથી લીધો?
ડૉ. હેન્સલીના જણાવ્યા પ્રમાણે- એવું ધારીને તૈયારી કરવી બુદ્ધિમાની છે કે બૂસ્ટર ડોઝની જરૂર પડશે. જો કે, આપણે ધ્યાનમાં રાખવું પડશે કે બૂસ્ટર ડોઝની તૈયારી આપણને એ વાતથી ભટકાવી ન દે કે દુનિયામાં કરોડો લોકોને હજી પણ વેક્સિનના પહેલા ડોઝનની જરૂર છે.

જો મોટાભાગના લોકો ઝડપથી સુરક્ષિત થઈ જશે તો કોરોનાવાઈરસનું લોકોને સંક્રમિત કરી શકશે અને વાઈરસની પાસે નવા વેરિઅન્ટ પેદા કરવાની તકો ઓછી હશે. સમગ્ર દુનિયામાં વેક્સિન પહોંચવી જરૂરી છે, કેમ કે, નવા વેરિઅન્ટ બનવાની સંભાવનાને ઘટાડવાનો આ એકમાત્ર રસ્તો છે અને આવી જ રીતે મહામારીનો અંત પણ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments