1 માર્ચથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે, હવે ખાનગી હોસ્પિટલોમાં એક ડોઝ રૂ. 250માં મળશે

0
5

સામાન્ય નાગરિકોને 1 માર્ચથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. શરૂઆતમાં 60 વર્ષથી વધુ ઉંમરના તથા 45થી વધુ ઉંમરના બીમાર લોકોને આ વેક્સિન આપવામાં આવશે. સરકારે આગામી તબક્કામાં ખાનગી ક્ષેત્રને પણ સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે ખાનગી હોસ્પિટલમાં પણ કોરોના વેક્સિન આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આજે ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન માટેનો ભાવ જાહેર કર્યો છે. ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન લેવા માટે રૂ. 250 ચૂકવવા પડશે.

ભારતમાં વેક્સિનેશનનું સ્ટેટસ શું છે?

ભારતમાં કોરોના વિરૂદ્ધ વેક્સિનેશન 16 જાન્યુઆરીએ શરૂ થયું હતું. 25 જાન્યુઆરી સુધી 35,785 સેશન્સમાં 19 લાખ 50 હજાર 188 લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા છે. દરેક સેશનમાં ઓછામાં ઓછા 100 લોકોને વેક્સિન લગાડવાની યોજના હતી. આ દ્રષ્ટીએ 36 લાખ લોકોને વેક્સિન લગાવવાની હતી, પણ તેમાંથી માત્ર 54.5% લોકો જ વેક્સિન લગાવવા સામે આવ્યા છે. એટલે કે પ્રાયોરિટી ગ્રુપના જે લોકોને વેક્સિનેટ કરવામાં આવવાના હતા, જેમાંથી પ્રત્યેક 100માંથી 45.5 લોકોએ વેક્સિન નથી લગાવી.

જો 25 જાન્યુઆરીની વાત કરો તો માત્ર 47% લોકો જ વેક્સિન લગાવવા માટે પહોંચ્યા. કોવિશીલ્ડ વેક્સિનની બોટલની સાથે મુશ્કેલી એ છે કે તેને ખુલ્લી ન રાખી શકાય. શીશી ખોલવામાં આવ્યા બાદ ચાર કલાકની અંદર તેનો ઉપયોગ કરવો જરૂરી છે. એવામાં વધુ લોકો ન આવવાથી વેક્સિનના ડોઝ પણ ખરાબ થઈ રહ્યાં છે, કેટલાંક રાજ્યોએ ન તો સ્પોટ રજિસ્ટ્રેશન કરીને વેક્સિનની રીત અપનાવી છે કે જેથી વેક્સિનની બરબાદી રોકવામાં આવી શકે.

શું તમારા માટે વેક્સિન લગાડવી જરૂરી છે?

ના, સરકારે વારંવાર કહ્યું છે કે વેક્સિન લગાવડાવી તમારી મરજી પર છે. પરંતુ નિષ્ણાત કહી રહ્યાં છે કે જો તમે પ્રાયોરિટી ગ્રુપમાં છો તો તમારે વેક્સિન લગાવડાવી જોઈએ. જેના બે કારણો છે-

તમને કોરોના વાઈરસથી સંક્રમિત થવાનું જોખમ અન્ય લોકોની તુલનામાં વધુ છે. આ જ કારણે તમને પ્રાયોરિટી ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. જો તમે વેક્સિન લગાવડાવશો તો તમને કોરોના વિરુદ્ધ સુરક્ષા જ નહીં, પણ તમે તેને અન્ય લોકો સુધી જવાથી પણ અટકાવી શકશો.

તમારા કારણે તમારા અંગત વ્યક્તિઓને કોરોના વાઈરસનું ઈન્ફેક્શન થઈ શકે છે. એવામાં જો તમે સુરક્ષિત રહો છો તો તમે નિશ્વિત રીતે તમારા અંગત વ્યક્તિઓને પણ સુરક્ષિત રાખી શકશો. જો તમારા અંગત લોકોમાં કોઈ હાઈ-રિસ્ક કેટેગરીમાં આવે છે તો તમારા માટે પણ વેક્સિન લગાવડાવી જરૂરી થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here