કોરોનાની વેકસીનનું સોલા સિવિલમાં ટ્રાયલ શરૂ, 4 સભ્યોની કમિટી કરશે પરીક્ષણ

0
7

દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. દિવાળી પછી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ માથું ઉંચક્યું છે. બીજી તરફ કોરોનાની રસી ઝડપથી આવવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદની સોલા સિવિલમાં કોરોનાની વેકસીનના ટ્રાયલની શરૂઆત કરી દેવામાં આવી છે.

કોરોના મહામારીથી બચવા રસીનું સંશોધન કરી રહેલી ફાર્મા કંપની ભારત બાયોટેક કંપનીએ કો-વેક્સિન તૈયાર કરી છે જેને સોલા સિવિલ ખાતે લવાશે. પ્રાથમિક તબક્કે 1 હજાર લોકો પર ટ્રાયલ માટે આ વેક્સિન મુકાશે. જે માટે હોસ્પિટલ તંત્રએ ટ્રાયલ માટે વોલન્ટિયર્સ પણ શોધી લીધા છે.

મેડિકલ કોલેજના ડિન દ્વારા કોરોના વેકસીનના ટ્રાયલ માટે 4 સભ્યોની કમિટી બનાવી દેવામાં આવી છે. આ કમિટીમાં ડો. પારૂલ ભટ્ટ, ડો. કિરણ રામી, ડો. મુકેશ વોરા અને ડો. રશ્મિ શર્માને લેવામાં આવ્યા છે. કોરોનાની વેકસીનનું સફળ અને સરળ ટ્રાયલ થાય તે માટે 4 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.

ગુજરાતમાં હાલ કોરોનાની લહેર જોવા મળી રહી છે. જેને લઇને 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યું જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગઇકાલે રાજ્યમાં કોરોનાના કુલ વધુ 1487 કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના કારણે એક જ દિવસમાં 17 લોકોએ જીવ ગુમાવ્યાં હતા. જ્યારે 4 મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં 344, સુરતમાં 270, વડોદરામાં 172 તેમજ રાજકોટમાં 154 નવા કેસ નોંધાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here