કોરોના વડોદરા- વધુ 18 પોઝિટિવ સાથે કુલ કેસ 730 થયા, ભરૂચમાં વધુ 4 કેસ નોંધાયા, હેર સલૂનમાં કારીગરો PPE કીટ પહેરીને હેર કટિંગ કરે છે

0
10

હેર સલૂનના કારીગરો પીપીઇ કીટ, હાથમાં ગ્લોવ્સ અને મોઢા માસ્ક પહેંરીને કામ કરે છે
વડોદરામાં વધુ 16 દર્દી કોરોના મુક્ત થતાં કુલ 453 દર્દી સાજા થયા
ભરૂચમાં આજે વધુ 4 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસ 36 થયા

સીએન 24,ગુજરાત

વડોદરા. વડોદરા શહેરમાં કોરોના વાઈરસના આજે વધુ 18 દર્દીઓ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 730 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 35 ઉપર પહોંચ્યો છે. વધુ 16 લોકો કોરોના મુક્ત થતાં અત્યાર સુધીમાં કુલ 453 દર્દી સાજા થયા છે. હાલમાં વિવિધ હોસ્પિટલોમાં કોરોનાની 242 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે, તે પૈકી 13ની હાલત હજી પણ ચિંતાજનક છે, જે પૈકી 8ને ઓક્સિજન પર અને 5ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
હેર સલૂનના કારીગરો પીપીઇ કીટ પહેંરીને કામ કરે છે
વડોદરા શહેરમાં લોકડાઉનમાં છૂટછાટ મળતાં નોન-કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હેર સલૂન અને ફરસાણની સહિતની દુકાન શરૂ થઇ ગઇ છે. વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં કેટલાક હેર સલૂનમાં સંચાલકો અને કારીગરો પીપીઇ કીટ સાથે હેર કટિંગ કરતા જોવા મળ્યા હતા. આમ લોકડાઉન 4.0નું ખુબ જ સાવચેતીથી અને ચુસ્તપણ પાલન કરવામાં આવી રહ્યું છે.
55 દિવસ બાદ લોકોએ નાસ્તો લેવા માટે લાઈનો લગાવી
વડોદરા શહેરના કડક બજાર માર્કેટ સહિત સમગ્ર શહેરમાં નોન-કન્ટેન્ટમેન્ટ બજારો ખુલ્યા છે. 55 દિવસ બાદ લોકોને સમોસા, ભજીયા અને ખમણ ખાવા મળતા લોકોએ લાઇનો લગાવી હતી અને દુકાનો ખુલતા જ વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. જોકે દુકાનોમાં ગ્રાહક ન બેસી શકે તે માટે દુકાનની અંદર જવાના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. ગ્રાહકોને નાસ્તો પાર્સલ કરીને આપવામાં આવી રહ્યો છે.

ચોખંડી, નાની શાક માર્કેટ રોડ પર લોકોની ભારે ભીડ જામી
વડોદરા શહેરના ચોખંડી, નાની શાક માર્કેટ રોડ પર લોકોની ભારે ભીડ જામી હતી. પોલીસ અને RAF દ્વારા ટુ-વ્હીલર પર જતાં લોકોને રોક્યા હતા. તમાકુનું છૂટક વેચાણ કરતા વેપારીને ત્યાં લાંબી લાઇન લાગી હતી. જેથી  દુકાન બંધ કરવી પડી હતી. આ ઉપરાંત રાજમહેલ રોડ મારીમાતાના ખાંચામાં મોબાઇલ રિપેરિંગ માટે લોકોની ભારે ભીડ લાગી હતી.

વડોદરામાં કોરોના વાઈરસના આજે નોંધાયેલા 18 દર્દીઓના નામની યાદી

વડોદરામાં આજે કોરોના મુક્ત થયેલા 16 દર્દીઓના નામની યાદી

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here