કોરોના વડોદરા LIVE:નવા 122 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 8795 પર પહોંચ્યો, વધુ બેના મોત અને 176 રિકવર થયા

0
0
  • 1359 એક્ટિવ કેસ પૈકી 144 દર્દી ઓક્સિજન અને 57 દર્દી વેન્ટિલેટર પર
પ્રતિકાત્મક તસવીર

સીએન 24,સમાચાર

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં નવા 122 કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક વધીને 8795 ઉપર પહોંચ્યો છે. આ સાથે વધુ બે મોતથી શહેર જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 151 થયો છે. વડોદરામાં આજે વધુ 176 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 7285 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1359 એક્ટિવ કેસ પૈકી 144 દર્દી ઓક્સિજન ઉપર અને 57 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1158 દર્દીની હાલત સ્થિર છે.

ઉત્તર ઝોનમાં સૌથી વધુ 2140 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 8795 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1462, પશ્ચિમ ઝોનમાં 1402, ઉત્તર ઝોનમાં 2140, દક્ષિણ ઝોનમાં 1730, વડોદરા ગ્રામ્યમાં 2025 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં હાલ 3837 લોકો ક્વોરન્ટીન
વડોદરા શહેરમાં હાલ 3837 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3830 લોકો હોમ ક્વોરન્ટીન અને 7 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન ક્વોરન્ટીન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here