કોરોના વડોદરા LIVE – કોરોનાના વધુ 39 પોઝિટિવ સાથે કેસની કુલ સંખ્યા 1447 ઉપર પહોંચી, વધુ 32 દર્દીને ડિસ્ચાર્જ કરાતા કુલ 927 રિકવર થયા

0
0
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 183 સેમ્પલમાંથી 39 પોઝિટિવ અને 144 નેગેટિવ આવ્યા
  • ભરૂચ જિલ્લામાં કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ સાથે કુલ કેસનો આંક 68 થયો
  • પાદરામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ 23 કેસ પૈકી 9 શાકભાજીના વેપારી છે, સાવલીમાં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા

સીએન 24,ગુજરાત

વડોદરાવડોદરા શહેર અને જિલ્લામાં આજે કોરોના વાઈરસના 39 પોઝિટિવ કેસ નોધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 1447 પર પહોંચી ગઇ છે. વડોદરા જિલ્લાના પાદરામાં આજે શાકભાજી વેચનારા સહિત કુલ 6 લોકોના કોરોના વાઈરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પાદરામાં સુપર સ્પ્રેડરના કેસો વધતા વેપારીઓએ શાકભાજી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ સાવલીના મંજુસરમાં પણ વધુ 2 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો નોંધાયા
વડોદરા શહેરમાં આજે નવીધરતી, પ્રતાપનગર, યાકુતપુરા, ગેંડીગેટ, દિવાળીપુરા, મદનઝાંપા રોડ, વાઘોડિયા રોડ, ફતેપુરા અને ચોખંડી વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા છે અને વડોદરા ગ્રામ્યમાં પાદરા, મંજુસર અને કરોડિયામાં કોરોના વાઈરસના કેસો નોંધાયા છે.

કોરોનાના કેસ વધતા પાદરામાં પાંચ દિવસ બજારો બંધ રહેશે 
પાદરામાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થતાં વહીવટીતંત્રની ચિંતા વધારો થયો છે. પાદરા મામલતદાર કચેરીમાં પાદરાના વેપારીઓ અને રાજકીય અગ્રણીઓની મિટિંગ યોજાય હતી. જેમાં આગામી શનિવારથી બુધવાર સુધી સ્વંયભુ બજારો બંધ રાખવા નિર્ણય કર્યો છે.

કોરોના વાઈરસથી સાજા થયેલાનો આંક 927 થયો 
કોરોનામાં હાલમાં વિવિધ હોસ્પિટલોમાં અને હોમ આઇસોલેશનમાં કુલ 473 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. આ પૈકી 53 દર્દી ઓક્સિજન પર અને 38 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. વડોદરામાં આજે વધુ 32 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતા કોરોના વાઈરસથી સાજા થયેલાનો આંક 927 થયો છે.

ભરૂચ જિલ્લામાં આજે વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા 
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ કેસો છે. હાંસોટમાં 3, આમોદમાં 2 ભરૂચ અને અંકલેશ્વરમાં એક-એક પોઝિટિવ કેસો નોંધાયા છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 68 ઉપર પહોંચી ગઇ છે. છેલ્લા કેટલાક દિવસથી ભરૂચમાં રોજેરોજ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે, જે ભરૂચ જિલ્લા માટે ચિંતાજનક છે.

ભરૂચમાં આજે નોંધાયેલા કોરોના પોઝિટિવ 7 દર્દીના નામ
-સિદ્દીક મુસા મલેક (ઉ.19), ભરૂચ
-યુસુફ આદમ પટેલ(ઉ.66), રહે, મછાસરા, આમોદ
-મહેબુબ અલી પટેલ(ઉ.58), રહે, વાવડી ફળિયું, આમોદ
-અલ્પેશ રાજેશ રાવલ(ઉ.13), રહે, માંગરોળ, હાંસોટ
-પાયલ રાજેશ રાવલ(ઉ.11), રહે, માંગરોળ, હાંસોટ
-સુભાષ નાયક(ઉ.44), રહે, કુડાદરા, હાંસોટ
-ઇશાક દાઉદ ગંગાત(ઉ.68), રહે, ઉમરવાડા, અંકલેશ્વર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here