કોરોના વાઇરસ – નાગરિક પુરવઠા વિભાગના વધુ એક ઉચ્ચ અધિકારી કોરોના પોઝિટિવ આવ્યાં

0
7
ફાઇલ તસવીર - ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

સીએન 24,ગુજરાત

અમદાવાદગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગના વધુ એક ઉચ્ચ ઓફિસરનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સમગ્ર ગુજરાત ગોદામોનું સંચાલન કરતા અને ગાંધીનગર સ્થિત વડી કચેરીમાં ફરજ બજાવતા જનરલ મેનેજર કોરોના પોઝિટિવ આવ્યાં છે. બે દિવસ પહેલા અમદાવાદના શાહીબાગમાં આવેલા ગોદામમાં એક સાથે ખાંડ-દાળના મેનેજર સહિત કોન્ટ્રાક્ટર અને ગેટકીપર કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગોદામની વિતરણ વ્યવસ્થાની સમીક્ષા માટેની તાકીદની બેઠકમાં ભાગ લેવા અમદાવાદ આવ્યા હતા. છેલ્લા 15 દિવસમાં દસ જેટલા લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તે છતાં મેડિકલ ઓફિસર તપાસ માટે આવ્યા નથી. મહત્વનું છે કે, તંત્ર આંખ આડા કાન કરી રહી છે. પુરવઠા અધિકારીઓ સહિતના લોકો સંપર્કમાં આવ્યા હોવાથી તેમને પણ કોરોના વાઇરસનું સંક્રમણ થયું હોવાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here